મનન કી બાત:શું તમે તમારા જીવનના ખરાબ અનુભવોથી દૂર ભાગો છો?

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોઈપણ વ્યક્તિ પોતાના જીવનના ખરાબ અનુભવની સાથે ત્રણમાંથી એક રીતે રિએક્ટ કરશેઃ

1. અનુભવને દબાવી દેવો અને એના વિશે ભૂલવાની કોશિશ કરવી
આવું કરવાથી એ અનુભવ ખાલી કોન્શિયસ માઈન્ડમાંથી જ જાય છે. આપણી અર્ધ્ચેતનામાં રહે છે જે બીજી દૂષિત રીતે બહાર આવે છે જેમ કે, બીજા લોકો પર ગુસ્સો કરવો અથવા ગુસ્સાવાળી પ્રકૃતિનું નિર્માણ થવું.

2. બીજા લોકોને એ અનુભવ વિશે કહેવું

मैं तो इस वास्ते चुप हूँ कि तमाशा न बने तू समझता है मुझे तुझ से गिला कुछ भी नहीं

આવું કરવાથી માત્ર તમાશો થતો હોય છે. ચોક્ક્સ આપણને એવા લોકો મળી રહે છે જે આપણી હામાં હા કહીને આપણને થોડા સમય માટે સારું લગાડે. પરંતુ જ્યારે આપણને એનો ભાસ થાય કે એ લોકો આપણી ગેરહાજરીમાં શું બોલે છે તો એ બધું ધોવાઈ જતું હોય છે.

3. પોતાનું ધ્યાન બીજે કેન્દ્રિત કરવાની કોશિશ કરવી

 • આ આદતના કારણે લોકોને કામ, વસ્તુ અથવા દારૂ જેવા પદાર્થોનું વ્યસન ઉદભવતું હોય છે.
 • આ બધા રસ્તા સિવાય પણ એક મહત્ત્વનો રસ્તો છે જે ડેવિડ હોકીન્સના પુસ્તક ‘લેટિંગ ગો’માં ખૂબ જ સુંદર રીતે વર્ણવામાં આવેલો છે.
 • વૈજ્ઞાનિક વિશ્લેષણો સૂચવે છે કે આપણાં મગજના મુખ્ય કોષ જેને ન્યૂરોન કહેવાય એ આપણાં મગજ સિવાય આપણા શરીરના અલગ અલગ ભાગોમાં પણ જોવા મળે છે:

1. હૃદયની આસપાસ જ્યારે આપણે ખૂબ લાગણીઓ અનુભવીએ તો આપણી ઓટોનોમસ નર્વસ સિસ્ટમ એક્ટિવ થઈ જતી હોય છે જે આપણા હૃદયના ધબકારા વધારે, પરસેવો છૂટવો, પેનિક જેવું મહેસૂસ કરાવે છે. આ અનુભવ આપણને છાતીમાં ટેન્શન તરીકે મહેસૂસ થતું હોય છે. એટલે જ આપણાં કવિઓ જ્યારે આપણને કહે છે કે મગજથી નહીં, દિલથી વિચારો તો એ વૈજ્ઞાનિક રીતે એકદમ ખોટું નથી.

2. આંતરડાંની આસપાસ આપણાં આંતરડાંની આસપાસ પણ ખૂબ જ મોટી માત્રામાં ન્યૂરોન હોય છે. આપણે આપણી સારી ઉર્મિઓ માટે રૂઢિપ્રયોગ ગટ ઇન્સ્ટિંક્ટ ઉપયોગમાં લઈએ છીએ.

૩. મગજમાં જ્યારે પણ આપણે કોઈ ખરાબ અનુભવમાંથી પસાર થઈએ છીએ, તો આપણે હંમેશાં આપણાં મગજ માત્રથી કામ લેવાનું ચાલુ કરી દઈએ છીએ. આપણે એવું વિચારી લઈએ છીએ કે આપણી લાગણીઓને વચ્ચે લાવી એમ પણ આપણે ખૂબ મોટી ભૂલ કરી. હવે એટલી મોટી ભૂલ વળી પાછી નથી કરવી અને આપણે સૌ જાણીએ છે કે કોઈ વસ્તુને ભૂલવાની આપણે જેટલી વધુ કોશિશ કરીએ એટલી જ એ આપણી ચેતનામાં ઊંડી ઊતરતી હોય છે.

તો! ખરાબ અનુભવ સામે કેવી રીતે ઝઝુમવું?

 • પહેલું પગલું કે જે પણ ખરાબ અનુભવ આપણને અનુભવાતો હોય તેનાથી ભાગવાની કોશિશ ન કરવી.
 • જ્યારે આપણને દુઃખ, ડર, ગુસ્સો આવે તો એનો સાચા અર્થમાં અનુભવ કરવો!
 • આપણા વિચારો આપણાં મગજમાં હોય છે. પરંતુ એની આપણાં આખા શરીરમાં ઉર્મિઓ પસાર થતી હોય છે. એ નિઃસંકોચ અનુભવ કરવી.
 • ગુસ્સો આવે ત્યારે સાચા અર્થમાં 24 કેરેટ ગુસ્સાનો અનુભવ કરવો. તેનાથી ભાગવું નહીં.
 • દુઃખ અથવા ડર થાય તો એ વિચારવું કે એ લાગણીના કારણે આપણાં શરીરમાં શું ફેરફાર આવે છે અને એને સાચા અર્થમાં અનુભવવા.
 • જ્યારે આપણે આ લાગણીઓને દબાવવા કરતાં એને જ્યારે પણ એ આવે ત્યારે સંપૂર્ણ રીતે મહેસૂસ કરીશું તો ધીમે-ધીમે ત્યાં જગ્યા થતી જશે.
 • જ્યારે આપણે આવા જીવનના પડાવમાંથી પસાર થઈએ છીએ ત્યારે જ આપણને વિશ્વાસ આવે છે કે એના પછી પણ જીવન છે! ખુશીઓ છે! લાગણીઓ છે!
 • આપણી અંદર દબાઈ રહેલો બધો જ કચરો આવા કપરા સમયે બહાર આવે છે અને નવી જગ્યાઓ થાય છે.
 • આવા સમયે આપણે પોતાનું સૌથી સાચ્ચું વિશ્લેષણ પણ કરતા હોઈએ છીએ કારણ કે, ત્યારે આપણી પાસે ગુમાવવા માટે કંઈ જ હોતું નથી.
 • આ બધા ખાલીપામાંથી નવી જિંદગી જન્મ લે છે!
 • આપણે નવા નિશ્ચય કરીએ છીએ!
 • નવા નિયમો બનાવીએ છીએ અને નવું જીવન શરૂ કરીએ છીએ.

મન: તો! તમારી અંદરથી આવી રહેલી દરેક લાગણી સાચી અને સારી છે એ વિશ્વાસ રાખી દરેક લાગણીને સંપૂર્ણ રીતે અનુભવવાથી અચકાઓ નહીં. અંતે તમારું શરીર અને તમારું મન જાણે છે કે તમારા માટે શું સાચું અને સારું છે.

mananrthakrar@gmail.com

(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)