મનન કી બાત:પરીક્ષાની તૈયારી કરવા મહેનત સાથે સ્માર્ટ વર્ક કરો, તો તમને સફળ થતાં કોઈ નહીં રોકી શકે

8 મહિનો પહેલા
 • કૉપી લિંક

રોહન બારમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે. લાખો બાળકોની જેમ એને પણ ડોક્ટર બનવું છે. આ પ્રશ્ન કદાચ દરેક બાળક અને મા-બાપના મનમાં હોય છે કે શું ભણવાની એક સાચી અને ચોક્કસ રીત છે? જે રીતે હું અથવા મારું બાળક વાંચે તો એને સારું પરિણામ મળશે જ મળશે? મેં પોતે હજારો એવાં બાળકો જોયાં છે જે ખૂબ મહેનત કરે. પરંતુ પરિણામ ન મેળવી શકે. આપણે સાંભળીએ છે કે સ્માર્ટ વર્ક કરવું પણ સ્માર્ટ વર્ક એટલે શું?

તો આજે આપણે કેટલીક એવી ટેક્નિક વિશે વાત કરીશું કે જે તમે ફોલો કરો તો તમને ચોક્કસપણે અતિ ઉત્તમ પરિણામ મળશે.

1. નોટ્સ કઈ રીતે બનાવવી?

 • નોટ્સ હંમેશાં પોઇન્ટ વાઈઝ જ બનાવવી.
 • કોઈ એક વિચાર એક બુલેટ પોઇન્ટ વડે સૂચવવો.
 • આપણા જવાબોમાં પણ હંમેશાં ફકરાઓ કરતાં પોઇન્ટ વાઈઝ જ લખવું
 • આ સાથે બને એટલાં કોન્સેપ્ટવાળા ચિત્રો બનાવવાં. તમે ભલે ચિત્રકામમાં ખૂબ સારા ન હો, પરંતુ હંમેશાં યાદ રાખવું કે પરીક્ષા ચિત્રકળાની નથી.

2. એક્ટિવ રિકોલ એટલે શું?

 • જ્યારે આપણે પુસ્તકમાંથી નોટ્સ વાંચીએ તો પહેલું વાંચન વાર્તાની જેમ કરતાં કરતાં નોટમાં જવાબો અથવા પોઇન્ટ ન લખવા. પરંતુ પ્રશ્નો લખવા.
 • એક વાર એ ટોપિક વાંચી લીધા બાદ દર વખતે એ ટોપિક વાંચવા કરતાં એ ટોપિક બાબતે લખાયેલા પ્રશ્નો જ વાંચવા અને પોતાની રીતે જવાબ આપવાનો પ્રયત્ન કરવો.
 • જે પ્રશ્નોનો જવાબ બરાબર ન આવડે એ માર્ક કરી લેવા.
 • આ રીતે જ્યારે પણ તમે એ ટોપિક અડશો ત્યારે તમે પોતાની પરીક્ષા લેશો અને એટલે જો પરીક્ષામાં તમને એ પ્રશ્ન પૂછાશે તો તમને નવો નહીં લાગે કારણ કે, એવા કોઈ પ્રશ્નો જ નહીં હોય જે તમે પોતાને નહીં પૂછ્યા હોય.

3. સ્પેસ રિપીટેશન એટલે શું?

 • આપણે હંમેશાં પોતાનાં મનને એવું કહીને મનાવતાં હોઇએ છીએ કે 'હું એકવાર વાંચું પરંતુ સારું વાંચું. એ સાચી રીત નથી.
 • વધારે વાર વાંચવું, પછી ભલે એ સંપૂર્ણ રીતે સંતોષકારક ન હોય પણ એ વધુ ઉપયોગી બને છે.
 • આ પ્રમાણે જ્યારે પણ તમે કોઈ ટોપિક રિવાઈઝ કરો ત્યારે પોતાને પ્રશ્નો પૂછતા રહો તો તમને સફળ થતાં કોઈ રોકી નહીં શકે.

મન: આપણું મગજ ખૂબ જ શક્તિશાળી છે. પરંતુ એ કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે નથી કરતું એ એકવાર શીખી જઇશું તો ચોક્કસ એ આપણી સામે નહી, આપણી સાથે કામ કરશે.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)

અન્ય સમાચારો પણ છે...