તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોઝિટિવ પેરેન્ટિંગ:શું આપણા બાળકો સાઇબર હાઇજીન વિશે જાણે છે?

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

જરા યાદ કરીને કહો કે સવારના ઉઠીને અને રાતે ઊંઘતા પેહલાં તમે અને તમારું બાળક સૌથી પેહલાં શું કરો છો? મોબાઈલ ફોન ચેક કરીને મેસેજના જવાબ આપવા? જો તમે આ કરો છો તો કમનસીબે તમે અને તમારું બાળક વ્યસની છો!

આપણા માટે વ્યસન એટલે દારૂ પીવું, સ્મોકિંગ કરવું, સટ્ટો રમવો અથવા ડ્રગ્સનું સેવન કરવું. આપણે આ બધાને વિષેલ ગણીએ છીએ. પરંતુ સોશિયલ મીડિયાની અતિશિયોક્તિ પણ વિષેલ જ છે જો તમે આ બધું કરતા હો તો –

  • સવારે સૌથી પેહલાં ઉઠીને અને રાત્રે ઊંઘતા પેહલાં ફોન ચેક કરવો
  • થોડી-થોડીવારે ફોન ચેક કરવો અને નવા મેસેજીસ વાંચવા
  • જમતી વખતે પણ ફોન જોડે રાખવો અને તેને સતત ચેક કર્યા કરવો
  • કોઈ મિટીંગમાં હો કે મિત્રો અથવા કુટુંબીજણ જોડે હો ત્યારે પણ સતત ફોન ચેક કરતા રહેવું

જો ઉપર આપેલી કોઈપણ વાત તમને લાગુ ન પડતી હોય તો અભિનંદન અને જો પડતી હોય તો પછી તમે સોશિયલ મીડિયાના વ્યસની બની ગયા છો.

આપણે સોશિયલ મીડિયાના વ્યસની કેમ થઇ જઈએ છીએ? કદાચ આપણે હંમેશાં કોઈની સાથે જોડાવા અને કમ્યુનિકેટ કરવા માટે કારણો શોધી રહ્યા હોઈએ છીએ. આપણે સમુદાયનો ભાગ રહેવા માગીએ છીએ. જ્યારે કોઈ આપણને પિંગ કરે કે આપણને તરત જવાબ આપે તો આપણા શરીરમાં ડોપામાઇનની એક લહેર પ્રસરી જાય છે. આ એક એવું રસાયણ છે જે દારૂ, સટ્ટો વેગેરે જેવા સુખાનુભવો જોડે સંકળાયેલું છે. ટૂંકમાં કહીએ તો તે આપણને સારું લગાડે છે.

જેમ-જેમ આપણે પોસ્ટકાર્ડથી ઇ-મેઇલ તરફ અને ટ્રન્ક-કોલથી વીડિયો મેસેજિંગ તરફ વળી રહ્યા છીએ તેમ-તેમ કમ્યુનિકેશન ઇન્સ્ટન્ટ થઇ ગયું છે. સમય સંકોચાઈ ગયો છે અને હવે સમયના પ્રેશરને અનુભવી ગ્રુપમાં તરત જવાબ આપવાની જરૂરિયાત ઊભી થઇ છે. પરિણામે આપણે ઉતાવળે એવી વસ્તુ લખીયે છીએ જેના ઉપર પુનઃ-વિચારણા કર્યા બાદ આપણને પસ્તાવો થાય છે. ઘણા વાર્તાલાપો અપમાનનું સ્વરૂપ લઇ લે છે, ગેરસમજ ઊભી થાય છે. આનું મૂળ કારણ એ છે કે લેખિત માધ્યમમાં અભિવ્યક્તિ અને અવાજનો ટોન નથી હોતો જે સામેવાળાને આપણી ભાવનાઓ સમજવા માટે એક સંકેત આપે.

હવે નાના અને કિશોરવયના બાળકો જે સોશિયલ મીડિયા વાપરી રહ્યા છે તેમણે ચોક્કસપણે ટેક સેવી બનતા શીખી લીધું છે. પરંતુ કમનસીબે તેઓ એ કૌશલ્ય નથી શીખ્યા જેના થકી તેઓ આ સાધનનો ઉપયોગ વિવેકથી કરી શકે. ઉલ્ટાનું જે સામાજિક પ્લેટફોર્મ અને તેના અલ્ગોરીથમ તેઓ વાપરી રહ્યા છે તે જ તેમનો વ્યવહાર ગઢી રહ્યા છે.

આની એક બહુ મોટી કિંમત ચૂકવવાની રહેશે જે આપણા બાળકો ચૂકવી પણ રહ્યા છે. આજુબાજુ નજર ફેરવો તો તમને સોશિયલ મીડિયાના વધુ પડતા વપરાશના લીધે થતી એકલતાની અને ડિપ્રેશનની અનુભૂતિ થશે. મહામારીએ બાળકોને એકલા પાડી દીધા છે. જેથી, તેઓ હવે ફિઝિકલ સ્પેસની સાચી મિત્રતાને સોશિયલ મીડિયા ઉપર મળતી વર્ચ્યુઅલ મિત્રતા અને ખોટી વાહવાહીમાં શોધી રહ્યા છે. ઘણા કિશોરવયના બાળકો માટે પીઅર વેલિડેશન (પોતાની ઉંમરના બાળકો પાસેથી માન્યતા મેળવી) એ ખૂબ જ જરૂરી છે. તેમને એવી ઊંડી મિત્રતાના ટેકાની સખત જરૂર હોય છે, જેમાં તેઓ પોતાની ભાવનાઓનું આદાન-પ્રદાન કરી શકે. સોશિયલ મીડિયા ઉલ્ટાનું યુવા પેઢીને પ્રોત્સાહન આપે છે કે તેઓ ફક્ત પોતાના ઉપરછલ્લા વ્યક્તિત્વની ઝાંખી પ્રસ્તુત કરે, જે સ્ટાર્સના ફોટોશોપ કરેલા ફોટાઓની જેમ ખોટી અને ખોખલી હોય છે!

આપણે દર કલાકે સોશિયલ મીડિયા ઉપર થઈ રહેલાં ટ્રોલિંગ અને શેમિંગ વિશે સાંભળીએ છીએ. મોટાભાગે તે મોટી ઉંમરના વ્યક્તિઓ જોડે થઈ રહ્યું હોય છે. પરંતુ આવા કોઈપણ વિચાર અને વિવેકહીન; ખૂબ જ પીડાકારી કમેન્ટ બાળકના કોમળ અને સંવેદનશીલ મન ઉપર આજીવન એક વિનાશક અસર છોડી શકે છે. ચાલો હું તમને આનો એક દાખલો આપું. એક પંદર વર્ષની બાળકીએ મારી જોડે શેર કર્યું કે જ્યારે કોઈકે એના વજનને લઈને તેને 'બોડી શેમ' કરી હતી અને બીજા બધાએ પણ એ વાતને લઈને આગળ ઘણી ક્રૂર કમેન્ટ કરી હતી (એ વિચાર્યા વગર કે આ બધાથી એ બાળકના કોમળ મનને કેટલી પીડા થશે) ત્યારે એ પીડાથી તે છોકરી રીતસરની ડિપ્રેશનમાં જતી રહી હતી. જેના લીધે વાત એટલા મોટા પાયે વધી ગઈ કે તેના માં-બાપે પણ છેવટે ઉતરવું પડ્યું!

દિવસે-દિવસે સાઇબર બુલિંગ, ટ્રોલ્સ અને બ્લેકમેલના કેસો વધી રહ્યા છે. વળી, આમાં એ જોખમ પણ છે કે કોઈ વિકૃત માનસિકતાવાળી વ્યક્તિ પોતાની સાચી ઓળખ સંતાડીને નિર્દોષ બાળકોને ઓનલાઇન શોધીને તેમનું શોષણ કરે છે.

કિશોરવયના બાળકો હજી આ બધા જોખમોથી અજાણ છે અને તેમને બુલિંગ અને બ્લેકમેલ જોડે કઈ રીતે ડીલ કરવું તે પણ આવડતું નથી. એક કિશોરવયની બાળકીએ મારી સાથે શેર કર્યું હતું કે, કઈ રીતે કોઈકે તેનું કોમ્પ્યૂટર હેક કરીને તેના બધા ફોટા લઇ લીધા હતા અને પછી તેને બ્લેકમેલ કરવા માંડી હતી. આ બાજુ એક બીજો યુવા બાળક ડાર્ક વેબ ઉપર સતત સર્ફ કરી એવા માણસોના સંપર્કમાં આવી ગયો છે જેઓ શંકાસ્પદ અને કુખ્યાત છે.

આવા સમયે જ્યારે બાળકો વધુને વધુ સમય સોશિયલ મીડિયા માટે ફાળવે છે ત્યારે વાલી તરીકે તમારે તમારા બાળકના વ્યવહાર પ્રત્યે અતિજાગૃત રેહવું જોઈએ. ઘણી વખત સજા, નિંદા, ખોટી ધારણા અને ઠપકાની બીકે બાળક પોતાની જોડે થઈ રહેલી પીડા અથવા શોષણ શેર નથી કરતું. એટલે જ પોતાના બાળક જોડે એક વિશ્વાસનું મજબૂત બંધન જોડવું એ બહુ જરૂરી છે. આ સમય છે બાળકને તેના રસના વિષય તરફ વાળવાનો, તેને અવનવી હોબી કેળવતા શીખવવાનો અને તે પોતાની જાતને વધુ સારી રીતે વ્યક્ત કરી શકે તે માટે તેની સૃજનાત્મક્તાનું વિકાસ કરવાનો. તેથી, તે વ્યસની વ્યવહારથી બાર નીકળી જશે. ખાસ ધ્યાન રાખો કે, જ્યારે તમે પરિવાર અથવા મિત્ર જોડે હો ત્યારે તમે ફોનને પોતાની પાસે ન રાખો અને સાચા અર્થમાં એકમેક સાથે જોડાઓ. આના ઘણા બધા ફાયદાઓ છે - તમે એકબીજાને માન આપી રહ્યા છો, તમે એકબીજા વિશે વધુ ઊંડાણમાં જાણી શકશો અને આ ડિજિટલ ડિટોક્સ તરફનું મહત્ત્વપૂર્ણ પગલું પણ છે!

છેલ્લાં 5-10 વર્ષથી સ્કૂલો અને વાલીઓ ફક્ત આ બે વસ્તુઓ ઉપર કેન્દ્રિત કરતા હતા - અભ્યાસક્રમ અને અર્થહીન માહિતીની ગોખણપટ્ટી ઉપર આધારિત પરીક્ષાઓ. કોઈપણ બાળકોને સાઇબર હાઇજીન વિશે શીખવવા માટે સજ્જ નહોતા. સ્કૂલોએ એવા મોડ્યુલ બનાવવાની જરૂર છે જેનાથી બાળકોમાં ક્રિટિકલ થિંકીંગ (નિર્ણાયક વિચાર) કુશળતાનો વિકાસ થાય. જેથી, તેઓ પોતાના મેળે - ખોટા સમાચાર, ખોટી વેબસાઈટ, ખોટી ઓળખ, હેકિંગ, પર્યાવરણ ઉપર આડઅસર વિશે જાણી શકે. પરંતુ કમનસીબે બહુ ઓછા પુખ્તવયના વ્યક્તિઓમાં પણ આ કૌશલ્ય નથી હોતું!

જે રીતે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આપણે આપણા હાથ ધોવા જોઈએ; એ જ રીતે કોવિડથી સંરક્ષણ માટે આપણે કોવિડ પ્રોટોકોલનું અનુસરણ કરવું જોઈએ. આ માટે જરૂરી છે કે આપણે આપણા બાળકોને થોડા નિયમ અને પ્રોટોકોલ શીખવાડીએ. જેથી, સોશિયલ મીડિયા વાપરતી વખતે તેઓ પોતાનું સંરક્ષણ કરી શકે. હવે કોવિડ પ્રોટોકોલ જોડે સાઇબર હાઇજીન અને ડિજિટલ ડિટોક્સ પણ જીવન જરૂરી કૌશલ્ય બની ગયા છે.
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો