તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેટસ્કેપ:મેઇલબોક્સમાં આવતા ન્યૂઝલેટર્સને ડાયવર્ટ કરો Stoop Mailbox પર અને ફોન કેમેરા વડે કોઈપણ ડોક્યુમેન્ટને સ્કેન કરો Scannableની મદદથી...બિલકુલ ફ્રી!!

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

Stoop
અત્યાર સુધી આપણે વાંચવા માટે ઘણી અલગ અલગ વેબસાઇટ્સની વાત કરી ચૂક્યા છીએ. આ કોલમમાં આપણે એવી ઘણી બધી વેબસાઇટ્સ અને એપ્સ કવર કરી છે જે વાંચવાની પ્રક્રિયા સરળ બનાવે, જેમાં RSS ફીડ્સ, અલગ-અલગ પ્રકારનું કન્ટેન્ટ પ્રોવાઈડ કરતી વેબસાઇટ્સ, ન્યૂઝલેટર્સ વગેરેનો સમાવેશ થાય છે. હવે વાત એમ છે કે જો તમે અલગ-અલગ એપ્સ ડાઉનલોડ કરી હોય તો તો આ બધા આર્ટિકલ તમારા મેઇલબોક્સમાં નહીં આવે. પરંતુ જો તમે ન્યૂઝલેટર્સ સબ્સ્ક્રાઇબ કર્યા હોય તો ત્યાં તમારે તમારું ઈ-મેઇલ આઈડી આપવું પડે છે અમે આ બધા ન્યૂઝલેટર્સ તમારા inbox પધારે છે.

ન્યૂઝલેટર્સ એ જાણકારી મેળવવાનો, જ્ઞાન મેળવવાનો અને ઇન્ટરનેટનો પૂરો ઉપયોગ કરવાનો એક ખૂબ જ સારો રસ્તો છે. મને ખૂબ જ ગમતા ન્યૂઝલેટર્સમાં બ્લૂમબર્ગ પર આવતા Matt Levineના Money Stuff, Naval Ravikant ઉપરાંત, એટમિક હેબિટ નામના પુસ્તકના લેખક James Clear, Mark Manson, Tim Ferris વગેરેનો સમાવેશ થાય છે. આ બધા જ લોકો ખૂબ જ સારું લખે છે અને વિવિધ પ્રકારના અલગ અલગ વિષયો ઉપર લખે છે અને દર અઠવાડિયે લગભગ એક કે બે ન્યૂઝલેટર્સ તમારા ઈનબોક્સમાં પહોંચતા કરે છે. એ પણ બિલકુલ મફત.

તકલીફ એક જ છે કે તમે આટલા બધા newsletters સબ્સ્ક્રાઇબ કર્યા હોય અને બધા જ તમારા મેઇલ-બોક્સમાં આવવાના શરૂ થાય તો તમારું મેઇલ બોક્સ છલકાઈ જાય. આ ઉપરાંત, રોજબરોજ માર્કેટિંગ માટેના, ઑફર્સ માટેના, છેતરપિંડી માટેના અને Spam મેઇલ તો આવતાં જ હોય છે. આ બધાની વચ્ચે તમારા કામના ઈમેઇલ ક્યાંક દબાઈ જાય. આનાથી બચવા માટેના બે રસ્તા છે. એક તો એ કે તમે એક અલગ જ ઈ-મેઇલ આઈડી બનાવી દો અને કામની જગ્યાએ માત્ર એનો જ ઉપયોગ કરવાનો અને બાકી બધી જગ્યાએ બીજું ઈ-મેઇલ આઈડી આપવાનું. આવું ન કરવું હોય તો તમને એક એપ વિશે જણાવું છું. જેનું નામ છે Stoop. આખું નામ છે Stoop Mailbox.

એપનો ફાયદો એ છે કે આની મદદથી તમે બીજા નવા ન્યૂઝલેટર્સ પણ શોધી શકશો
એપનો ફાયદો એ છે કે આની મદદથી તમે બીજા નવા ન્યૂઝલેટર્સ પણ શોધી શકશો

આમ તો આ એક પ્રકારનું ઈ-મેઇલ આઈડી જ છે પણ app સ્વરૂપે અને માત્ર વાંચન રસિયાઓ માટે અને ખાસ ન્યૂઝલેટર્સ માટે જ બનાવેલ હોવાથી થોડું સરળ છે. આ એપમાં તમે તમારા વર્તમાન જી-મેઇલ, યાહૂ કે અન્ય ઈ-મેઇલની મદદથી અકાઉન્ટ બનાવી શકો છો. તમે અકાઉન્ટ બનાવો એટલે તરત જ તમને એક ખાસ ઈ-મેઇલ આઈડી આપવામાં આવશે. હવે જયારે પણ તમે ન્યૂઝલેટર સબ્સ્ક્રાઈબ કરવા માટે વેબસાઇટ પર જાઓ ત્યારે તમારે તમારા અંગત ઈ-મેઇલને બદલે આ ઈ-મેઇલ આઈડી નાંખવાનું રહેશે. ત્યારબાદ તમને જે પણ ન્યૂઝલેટરના અંક આવશે એ બધા જ અહીં ડિલિવર થશે. આ ખૂબ સરળ અને કોમનસેન્સથી ભરપૂર એપ છે. આની મદદથી તમે તમારા ઈનબોક્સમાં ઠલવાતાં અઢળક ઈ-મેઇલ્સથી છૂટકારો મેળવી શકશો. વળી, જ્યાં ત્યાં તમારું અંગત ઈ-મેઇલ આઈડી દાખલ કરવાને લીધે ડેટા લીક થવાનું કે પ્રાઈવસીનો ભંગ થવાનું જે જોખમ હોય છે એ પણ નિવારી શકાય છે.

આ એપનો અન્ય એક ફાયદો એ છે કે, આની મદદથી તમે બીજા નવા ન્યૂઝલેટર્સ પણ શોધી શકો છો. આના હોમ પેજ પર ડિસ્કવર (શોધવું) નામનો એક વિકલ્પ આપ્યો છે. એમાં ત્રણ ઓપ્શન છે. ટોપ 50 ન્યૂઝલેટર્સ, નવા ન્યૂઝલેટર્સ અને Channels. આગળના બંને વિકલ્પ તો આપણે જણાવ્યા એમ ન્યૂઝલેટર્સના જ છે પણ ત્રીજો વિકલ્પ રસપ્રદ છે. Channelsમાં તમને youtubeની સારી સારી ચેનલ્સ બતાવે છે અને એને સબ્સ્ક્રાઈબ કરીને Stoopમાં જ જોવાનો અને સબ્સ્ક્રાઈબ કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. વળી, જ્યારે પણ ચેનલ પર નવું કન્ટેન્ટ પ્રસિદ્ધ થાય ત્યારે તમને નોટિફિકેશન મળે એવી પણ સુવિધા આપવામાં આવેલી છે.

શું ખબર કદાચ તમને કંઈક નવું સારું વાંચવાનું કે જોવાનું મળી જાય. આ ઉપરાંત, કેટેગરી કે વિષયને આધારે પણ નવા ન્યૂઝલેટર્સ શોધવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. જેમ કે, બિઝનેસ, crypto, ડિઝાઇન ફાઇનાન્સ, પોલિટિક્સ વગેરે વગેરે. મેં ઉપર જેટલા લેખકોના નામ લીધા છે તેમાંના કેટલાક મને આવી રીતે શોધતાં શોધતાં જ મળ્યા છે. આ એપ કોઈપણ એક ભાષા માટે મર્યાદિત નથી એટલે તમે અન્ય ભાષાઓના ન્યૂઝલેટર્સ સબ્સ્ક્રાઈબ કરવા માટે પણ આનો ઉપયોગ કરી શકો છો.

SCANNABLE
આજની બીજી એપ જે છે એનું નામ છે સ્કેનેબલ. જો તમારી પાસે સ્માર્ટફોન હોય અને એમાં સારી ક્વોલિટીનો કેમેરા હોય તો હવે કોઈપણ ડોક્યુમેન્ટને સ્કેન કરવા માટે તમારે સ્કેનિંગ મશીન ખરીદવાની જરૂર નથી.

આ એપની મદદથી તમે કોઈપણ દસ્તાવેજને સ્કેન કરી શકો છો. ભારત સરકારે ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે CamScanner નામની એક એપ ખૂબ પોપ્યુલર હતી. પરંતુ CamScanner બંધ થયા પછી બજારમાં ઘણા બધા વિકલ્પો આવી ગયા છે. તેમાં adobe scan, માઈક્રોસોફ્ટ લેન્સ અને scannable મુખ્ય છે.

એપની ખાસિયત એ છે કે તમે કોઈપણ ડોક્યુમેન્ટને ફોન કેમેરાની મદદથી સ્કેન કરી શકાય છે
એપની ખાસિયત એ છે કે તમે કોઈપણ ડોક્યુમેન્ટને ફોન કેમેરાની મદદથી સ્કેન કરી શકાય છે

આ Scannable નામની એપ Evernote નામની ખૂબ જ પોપ્યુલર એપ દ્વારા બનાવવામાં આવી છે. આ એપની ખાસિયત એ છે કે તમે કોઈપણ ડોક્યુમેન્ટને ફોન કેમેરાની મદદથી સ્કેન કરી શકો છો અને એની ક્વોલિટી પણ પ્રોફેશન સ્કેન મશીનને ટક્કર મારે એવી હોય છે. પહેલાં એવું હતું કે તમારે જો કોઈ ડોક્યુમેન્ટ સ્કેન કરવું હોય તો સ્કેન મશીન ખરીદવું પડે અથવા સ્કેનર, ફેક્સ, ઝેરોક્ષ વગેરે બધી જ સુવિધાઓ ધરાવતું પ્રિન્ટર ખરીદવું પડે. પરંતુ હવે તમારી પાસે માત્ર વાઇફાઇ ધરાવતું સાદું પ્રિન્ટર હોય તો પણ તમે આ એપની મદદથી પ્રિંટિંગ, ઝેરોક્ષ, સ્કેન વગેરે કામ કરી શકો છો.

ધારો કે, તમારે કોઈ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કાઢવી હોય તો તેને આ એપની મદદથી સ્કેન કરીને પ્રિન્ટ કાઢી લો. કોઈ ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરીને મોકલવાનું છે તો આ એપમાંથી જ શેર કરવાનો ઓપ્શન પણ મળે છે. અને ફોનમાંથી ડાયરેક્ટ તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો.

એટલે આ એપ તમારી અલગ-અલગ મશીનો પરની નિર્ભરતા ઘટાડે છે. વળી, CamScannerની સરખામણીએ આ એપનો બીજો ફાયદો એ છે કે તમે કોઈપણ ડોક્યુમેન્ટને સ્કેન કરો ત્યારે તેની નીચે વોટરમાર્ક નથી આવતું. એટલે તમે કોઈ વ્યક્તિને ડોક્યુમેન્ટ મોકલો તો ખબર પડતી નથી કે તમે એપની મદદથી સ્કેન કર્યું છે. આ એપ એડ ફ્રી છે એટલે તેમાં જાહેરાતો પણ આવતી નથી.

આ એપ ઉપરાંત મેં adobe scanનો પણ ઉપયોગ પણ કર્યો છે. ઘણા લોકોએ એના સારા રીવ્યૂ આપ્યા છે પરંતુ મને મજા ન આવી કારણ કે, Adobe Scanમાં એક વખત ડેટા સેવ કર્યા પછી પાછળથી જ્યારે પણ જરૂર પડે છે ત્યારે ડોક્યુમેન્ટ લોડ થવામાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. જ્યારે સ્કેનેબલમાં તમે જે પણ ડોકયુમેન્ટ સ્કેન કરો છો એને ફોનની ગેલેરીમાં કે Evernote પર સેવ કરવાનો પર વિકલ્પ આપવામાં આવે છે.

મેં માઈક્રોસોફ્ટ લેન્સનો ઉપયોગ કર્યો નથી પણ હા એટલું ચોક્કસ કહી શકાય કે છેલ્લાં ચાર વર્ષમાં માઈક્રોસોફ્ટે પોતાની સ્ટ્રેટેજી બદલી છે અને સત્યા નડેલાના આગમન પછી કંપનીએ મોબાઈલ પર પણ ફોકસ કરવાનું શરૂ કર્યું છે. એટલે હાલમાં જ તમે જો માઈક્રોસોફ્ટની કોઈપણ મોબાઈલ એપ્સનો ઉપયોગ કરતાં હશો તો તમને તેમાં ઘણો ખરો સુધારો જોવા મળ્યો હશે. એટલે ભવિષ્યમાં તેનો ઉપયોગ કરીને એના વિશે અહીં જ લખવાનો પ્રયત્ન કરીશું. હવે પછીના એપિસોડમાં માઈક્રોસોફ્ટની બીજી ઘણી બધી એપ્સને કવર કરવાનો વિચાર છે. ત્યાં સુધી આ બંને એપનો ઉપયોગ કરીને એના વિશે જણાવવાનું ચૂકતાં નહીં.
tusharacharya2611@gmail.com
(લેખક ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ્સ અને ઇન્ટરનેટની દુનિયાના બાશિંદા અને યુવા આંત્રપ્રેનર છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો