તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Netscape:ક્રેડિટ કાર્ડનાં પેમેન્ટ અને વિદેશયાત્રાના ખર્ચા બચાવતી અને સ્માર્ટફોનમાં ટપકી પડતા નક્કામા મેસેજિસને ઠિકાને લગાવી દેતી સુપર્બ પ્રોડક્ટિવિટી એપ્સ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણી આંગળીના ટેરવે રમતી ઇન્ટરનેટ ટેક્નોલોજી રોજેરોજ આપણી લાઇફ સરળ બનાવી રહી છે. આ ટેક્નોલોજીના જીન પાસેથી તમારા ફાયદાનું કામ કેવી રીતે લેશો? વાત કરીશું ‘નેટસ્કેપ’માં, દર રવિવારે.
***

એંસી-નેવુંના દાયકાના સ્ટાર્સને ચમકાવતી ‘ડાઉનલોડ ક્રેડ’વાળી ટીવી એડ્સ યાદ છે ને? એ ભારે કામની એપ છે
એંસી-નેવુંના દાયકાના સ્ટાર્સને ચમકાવતી ‘ડાઉનલોડ ક્રેડ’વાળી ટીવી એડ્સ યાદ છે ને? એ ભારે કામની એપ છે

ક્રેડિટ કાર્ડ બન્યું પેમેન્ટ્સ, રિવોર્ડ્સ અને ઓફર્સની દુનિયાનો નવો બાદશાહ
Freechargeના સમયથી મારા અતિપ્રિય, પોતાના ફિલોસોફિકલ વિચારોથી તમારું માથું ફેરવી નાખવાની ક્ષમતા ધરાવતા હ્યુમન બિહેવિયર વિશે સતત અભ્યાસરત એવા ભારતીય (ગુજરાતી) ઉદ્યોગ સાહસિક (ડિજિટલ ઓન્ત્રપ્રિન્યોર) કુનાલ શાહ દ્વારા શરૂ કરવામાં આવેલી આમ તો આ એક ક્રેડિટ કાર્ડ પેમેન્ટ મેનેજમેન્ટ કંપની છે. જો તમે IPL જોઈ હશે તો તમને યાદ જ હશે કે એક કંપનીની એડ્વર્ટાઈઝમેન્ટ્સ આવતી હતી, જેમાં અનિલ કપૂર, માધુરી દિક્ષિત, બપ્પી લહેરી સહિત 90ના દાયકાના અનેક કલાકારોએ ધમાચકડી બોલાવી હતી. એ જ કંપની છે CRED, જે IPL 2020ની ઓફિશિયલ પાર્ટનર હતી. તો ચાલો જોઈએ શું છે આ ક્રેડ.

શું તમને પણ મારી જેમ અલગ-અલગ બેંક્સના ક્રેડિટ કાર્ડ રાખવાનો અને તેમાંથી વિવિધ ઓફર્સનો લાભ લેવાનો કે પછી ડિસ્કાઉન્ટ્સ મેળવવાનો શોખ છે? ઘણા લોકો સ્ટેટસ સિમ્બોલ તરીકે પણ ક્રેડિટ કાર્ડ્સ રાખતા હોય છે. પરંતુ ક્રેડિટ કાર્ડ એ બેધારી તલવાર છે. ઘણા લોકોને ક્રેડિટ કાર્ડ્સ વસાવતાં ડર લાગતો હોય છે કારણ કે, દરેક કાર્ડ માટે અલગ-અલગ ફી આપવી પડે, દરેકના સ્ટેટમેન્ટ્સ અલગ-અલગ આવે અને કોઈ ક્રેડિટ કાર્ડ્સનું પેમેન્ટ કરવાનું ચૂકી જઈએ તો વાર્ષિક 36%થી 48% જેટલું તોતિંગ વ્યાજ ભરવું પડે. વેલ, પણ જો હું તમને એમ કહું કે આ બધું તમારે યાદ રાખવાની જરૂર ન પડે, તમારા ક્રેડિટ કાર્ડમાં કેટલા છૂપા ચાર્જિસ છે કે પછી કઈ-કઈ ઓફર્સ છે એ પણ તમને જાણવા મળે અને આ બધા ઉપરાંત, ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવા માટે તમને રિવોર્ડ્સ પણ મળે તો? જી હા, આ બધું શક્ય છે CRED એપ સાથે. તેમાં તમે અકાઉન્ટ બનાવો અને તમારા ક્રેડિટ કાર્ડ્સ લિંક કરી શકો છો. માત્ર એક જ શરત છે કે એના માટે તમારો ક્રેડિટ સ્કોર 750 કરતાં વધુ હોવો જોઈએ. CRED દ્વારા તમે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરો એટલે તમને એટલી જ રકમના CRED COINS મળે છે, જેનો ઉપયોગ કરીને તમે CRED સ્ટોર પર વેચાતી બ્રાન્ડ્સની ખરીદી કરતી વખતે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. વળી, તમારું ઈ-મેલ આઈડી લિંક કરીને તમે તમારા મ્યુચ્યુઅલ ફંડ્સને પણ ત્યાંથી જ ટ્રેક કરી શકો છો. જેટલો તમારો ટ્રેક રેકોર્ડ સારો એટલી જ તમને વધુ સુવિધાઓ મળે. બેંકો દ્વારા હવે સીધું જ આવી એપ્સ સાથે જોડાણ કરીને સારા ગ્રાહકોને એક બટન દબાવતાં જ લોન પણ આપવામાં આવે છે અને આ બધું જ મેડ ઇન ઈન્ડિયા છે. તો આવી જાઓ CRED પર.

આ NIYO કાર્ડ્સ તમારી વિદેશયાત્રાને આસાન બનાવશે
આ NIYO કાર્ડ્સ તમારી વિદેશયાત્રાને આસાન બનાવશે

વિદેશયાત્રા દરમિયાન ફોરેક્સ કાર્ડ કંપનીઓના છૂપા ચાર્જિસમાંથી મેળવો છૂટકારો
શું તમારે અવારનવાર વિદેશ જવાનું થાય છે? અને સ્વાભાવિક છે કે વિદેશ જાઓ ત્યારે પરિવાર, સગાસંબંધીઓ અને મિત્રો માટે ખરીદી કરીને વસ્તુઓ પણ લાવતા હશો. આવા સમયે રોકડ કરતાં ફોરેક્સ કાર્ડનો ઉપયોગ વધુ થાય છે કારણ કે, નક્કી કરેલાં મૂલ્ય કરતાં વધુ રોકડ રકમ લઈ જવા પર RBI દ્વારા નિયંત્રણો મૂકવામાં આવેલાં છે. તેથી, જ્યારે પણ વિદેશ જાઓ ત્યારે કયું કાર્ડ લઈ જવું, ફોરેક્સ કાર્ડ લેવું કે કેમ? આ બધા કાર્ડ્સમાં ચાર્જિસ કેટલા હોય અને એ ખોવાઈ જાઈ તો પછી કસ્ટમર સપોર્ટ સેન્ટર ક્યાં શોધવા જવું? આ બધી માથાકૂટનો અંત લઈને આવ્યું છે NIYO Global Card. આજકાલ સ્ટાર્ટઅપ્સમાં ફિનટેકનો દબદબો છે. હજી થોડાં વર્ષો પહેલાં તમે વિદેશ ફરવા જાઓ ત્યારે ટ્રાવેલર્સ ચેક લઈ જવા પડતા હતા. ત્યારબાદ આવ્યા ક્રેડિટ કાર્ડ્સ. પરંતુ વિદેશમાં તેના ઉપયોગ કરવા પર કરન્સી લોડિંગ ચાર્જ, 2%થી 4% જેટલી માર્ક અપ ફીઝ અને અલગ-અલગ કરન્સી માટે અલગ-અલગ એક્સચેન્જ રેટ. આ બધું કરવા જઈએ તો લગભગ 8%-10% જેટલો ચાર્જ તમારે વધુ આપવો પડે અને આ ઉપરાંત આ બધું જ ઓફલાઇન કે એજન્ટ્સ દ્વારા કરાવવું પડે. જો કાર્ડ કંપનીઓ ઓનલાઈન હોય તો પણ એમની એપ્સ બાબા આદમના જમાનાની હોય. એટલે જ હવે આવ્યા છે NIYO ગ્લોબલ કાર્ડ્સ, જે એક પ્રકારનાં ડેબિટ કાર્ડ્સ છે. પરંતુ તે દરેક પ્રકારના ચાર્જિસથી મુક્ત છે. આ NIYO કાર્ડ્સ Niyo નામના એક સ્ટાર્ટઅપ દ્વારા કેટલીક બેંકો સાથે જોડાણ કરીને આપવામાં આવે છે, તેમાં સિલેક્ટેડ કરન્સીનો જ ઉપયોગ કરી શકાય. તેમાં બેલેન્સ લોડ કરવા પર ચાર્જ લાગે એવી કોઈ જ માથાકૂટ નથી. વિદેશના ATMમાંથી પૈસા ઉપાડવા પર અમુક ફિક્સ ચાર્જિસ જ છે અને કોઈ છૂપા ચાર્જિસ નથી. વળી, આ બધું તમે તમારી જાતે મેનેજ કરી શકો એટલા માટે કંપનીની એકદમ સ્લીક એપ પણ છે જ્યાં તમે શું ખર્ચ કર્યો, કાર્ડ ખોવાઈ ગયું હોય કે તેનો દુરુપયોગ થયો હોય તો તેને બ્લોક કરાવવું એવા ઘણાં અવનવા ફીચર્સ છે. તો આ વખતે ફરવા જાઓ ત્યારે નિયો કાર્ડ્સ લઈ જવાનું ભૂલતા નહીં અને મને ચોક્કસ જણાવજો કે તમારો અનુભવ કેવો રહ્યો.

આ મસ્ત પ્રોડક્ટિવિટી એપ તમારા મોબાઇલમાં આવતા ફાલતુ મેસેજિસને ‘ઠેકાણે’ પાડી દેશે
આ મસ્ત પ્રોડક્ટિવિટી એપ તમારા મોબાઇલમાં આવતા ફાલતુ મેસેજિસને ‘ઠેકાણે’ પાડી દેશે

તમારા ફોનમાં ગમે ત્યારે ઘૂસી આવતી ‘ડ્રીમ ગર્લ’ સાથે કરો ભેદભાવ
આપણા દેશમાં પ્રાઈવસીનો કોન્સેપ્ટ નથી. ‘આમ તો મને કોઈને કહેવાની ના પાડી છે પણ ખાલી તમને કહું છું’ એમ કહેતાં કહેતાં આખા ગામને વાતની ખબર પડી જાય એ આપણે ત્યાં બહુ સામાન્ય છે. આવી જગ્યાએ જ્યારે વ્હોટ્સએપ જેવી કંપની પર પ્રાઇવસી બાબતે પસ્તાળ પડે ત્યારે બહુ નવાઈ લાગે, બની શકે કે આપણાં 'ગુડ મોર્નિંગ' મેસેજિસના સોર્સિસ જાણવામાં માર્ક ઝકરબર્ગને રસ પડ્યો હોય. એની વે વાત કરવાની છે આપણા મોબાઇલમાં ના પાડી હોવા છતાં અને DNCમાં રજિસ્ટર કરાવ્યું હોવા છતાં વણનોતર્યા મહેમાનની જેમ ટપકી પડતાં SMSથી પીછો છોડાવવાની. આમ તો વ્હોટ્સએપ આવ્યા પછી SMSનું ખાસ મહત્ત્વ રહ્યું નથી. પરંતુ જો તમે ઓનલાઈન લેવડદેવડ કરતા હો તો બેંકોના કે અન્ય ઘણા બધા મહત્ત્વપૂર્ણ મેસેજિસ ફોન પર આવતા રહે છે. થેન્કફુલી, નકામા ફોન કોલ્સ તો તમે બ્લોક કરી શકો છો પણ બેંકો પાસેથી આવતાં પ્રમોશનલ મેસેજિસને બ્લોક કરો તો ક્યારેક કામના SMS પણ બ્લોક થઈ જાય એવી સંભાવના રહે છે. તમારા મોબાઈલ ફોનમાં આવેલા ઇન બિલ્ટ SMS એપ કોઈપણ પ્રકારનું ફિલ્ટરિંગ કરતું નથી. એટલે કે ભેદભાવ કરતું નથી. એ ખરા અર્થમાં ધર્મનિરપેક્ષ છે. સ્પામ હોય કે જરૂરી મેસેજ, નવી બ્રાન્ડ્સની ઓફર્સ હોય કે માર્કેટિંગના મેસેજિસ, થાઈ મસાજ કરાવવા માટેનાં આમંત્રણોથી લઈને છોકરીઓ સાથે ‘ફ્રેન્ડશિપ’ કરો જેવા લલચામણા બધા મેસેજ એક જ વાસણમાં ઠલવાય છે અને આ બધાની વચ્ચે ક્યારેક તમારા મહત્ત્વપૂર્ણ મેસેજિસ દબાઈ જાય છે. આ બધાથી બચવું હોય તો ડાઉનલોડ કરો SMS organiser, જે તમારા મેસેજિસને અંગત એટલે કે પર્સનલ, ફાઇનાન્સ અને પ્રમોશનલ એમ એલ-અલગ વિભાગમાં વિભાજિત કરી દે છે. જેથી, તમે વણનોતર્યા મહેમાનોથી બચી શકો અને મહત્ત્વપૂર્ણ જરૂરી મેસેજિસ પર ધ્યાન આપી શકો. આ પણ એક ફ્રી એપ છે, જે હાલ તો એન્ડ્રોઇડ માટે જ ઉપલબ્ધ છે. જો જો હોં પાછા, આમ કરી-કરીને તમે જે સમય બચાવ્યો છે એને વ્હોટ્સએપ યુનિવર્સિટીના કોર્સમાં એનરોલ કરીને વેડફી ન નાખતા. કોઈ પ્રોડક્ટિવ કામ કરવામાં વાપરજો. એટલે જ આને પ્રોડક્ટિવિટી એપ કહેવામાં આવે છે.
tusharacharya2611@gmail.com
(લેખક ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ્સ અને ઇન્ટરનેટની દુનિયાના બાશિંદા અને યુવા આંત્રપ્રેનર છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો