તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Create Your Own Mutual Fund ... With The Help Of Smallcase ... And If You Want To Transact Money Abroad At A Very Low Cost, Wise Is The Best Option !!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેટસ્કેપ:તમારું પોતાનું મ્યુચ્યુઅલ ફંડ બનાવો ‘smallcase’ની મદદથી, અને ખૂબ જ ઓછા ખર્ચે વિદેશમાં પૈસાની લેવડ-દેવડ કરવી હોય તો Wise બેસ્ટ ઓપ્શન!

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજકાલ લોકો શેરબજારની તેજીની વહેતી ગંગામાં ડૂબકી લગાવવા માટે ટપોટપ પડી રહ્યા છે. જો કે, ઘણા લોકો એવા પણ છે જે શેરબજારનું નામ સાંભળીને પણ ભડકે છે. એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે તમે બેંકમાં FD કરીને તમારી સંપત્તિમાં વધારો કરી શકવાના નથી. ફુગાવાને કારણે તમારા રૂપિયાનું મૂલ્ય સમય જતાં ઘટી જશે એટલે ફુગાવા કરતાં વધુ વળતર આપે તેવા એસેટ ક્લાસમાં રોકાણ કરવું જરૂરી છે. વળી, આજકાલ બેંકો હોલસેલના ભાવે કાચી પડી રહી છે એ જોતાં બેંકમાં પણ તમારાં રૂપિયા સંપૂર્ણપણે સુરક્ષિત તો નથી જ. હા, ઊંચું વળતર મેળવવા માટે વધુ જોખમ લેવું પડે છે એટલે ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડ વધારે પસંદ કરે છે. મર્યાદિત જોખમમાં મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી પ્રમાણમાં ઠીક ઠીક કહી શકાય એવું વળતર મળી શકે. જો કે બધો આધાર છે એની જતી વેળાના જોવા પર.. એટલે કે અંતે કેટલું વળતર મળ્યું એના પર છે.

'મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ' 'એસઆઈપી કરો એસઆઈપી', 'અમે તો સિપ કરીએ છીએ' આવું તમે ઘણા સગા-સબંધીઓને કહેતા સાંભળ્યા હશે. આજકાલ ટીવીમાં પણ મ્યુચુઅલ ફંડ અંગેની ખૂબ જ જાહેરાતો આવે છે. જો તમે કોઈ બેંક કે ઇન્શ્યોરન્સ કંપની સાથે જોડાયેલાં હશો તો તમને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માટે સતત ફોન આવતા હશે. ભૂતકાળમાં કેટલું વળતર મળ્યું, ભવિષ્યમાં કેટલું વળતર મળવાની શક્યતાઓ છે આ બધી વાતો એજન્ટો દ્વારા જણાવવામાં આવતી હશે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડ વેચનારી દરેક વ્યક્તિ તમને સાચી સલાહ આપે એ જરૂરી નથી. જેમ કે, કોઈ બેંક કર્મચારી હોય તો એને પોતાની કંપનીના ફંડમાં રોકાણ થાય એમાં વધારે રસ પડે. તમને કેટલું વળતર મળે છે એમાં નહીં! સૌને પોતાનો ટાર્ગેટ પૂરો કરવાનો હોય એટલે એ નોકરી છોડીને જાય પછી તમારું જે થાય એ તમે જાણો. આ અંગત અનુભવ છે. હા, કોઈ જાણીતા ફાઇનાન્શિયલ પ્લાનર પાસે માર્ગદર્શન મેળવીને જો યોગ્ય સ્કીમમાં રોકાણ કર્યું હોય તો લાંબા ગાળે સારું વળતર મળી શકે. આ મ્યુચ્યુઅલ ફંડમાં કયા કયા શેર ખરીદવા અને કયા કયા સેક્ટરમાં રોકાણ કરવું એ બધું કંપનીઓના ફંડ મેનેજર્સ નક્કી કરતા હોય છે અને એના માટે તેમને લાખો કરોડો રૂપિયાના પગાર પણ મળતાં હોય છે.

મ્યુચ્યુઅલ ફંડમાં અમુક સમસ્યાઓ હોય છે જેમ કે, દરેક મ્યુચ્યુઅલ ફંડના પોતાના ચોક્કસ નિયમો હોય છે, નિશ્ચિત લોક ઇન પિરિયડ હોય છે. બીજું એ કે મ્યુચ્યુઅલ ફંડમાં તમે જે કંઇ પણ ખરીદી કરો છો એ તમારા ડિમેટ એકાઉન્ટમાં નથી આવતી. મ્યુચ્યુઅલ ફંડ પાસે રહે છે, મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ તરીકે દેખાય છે એટલે ડિવિડન્ડનો લાભ તમને ન મળે. વળી, મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા ગાળે સારું વળતર મળે છે એટલે ટૂંકા કે મધ્યમગાળા માટે તમારે રોકાણ કરવું હોય તો મ્યુચ્યુઅલ ફંડ સહી નહીં હૈ. આની સામે જો હું તમને એમ કહું કે તમને ગમતા કોઈ આઈડિયા, થીમ કે સ્ટ્રેટેજીને આધારે તમે કેટલાક સ્ટોક્સમાં રોકાણ કરી શકો તો? આપણે વાત કરી રહ્યા છીએ ‘smallcase’ની.

આ એપના માધ્યમથી રોકાણ કરવાનો એક મોટો ફાયદો એ છે કે તમે દર મહિને SIP કરી શકો છો અથવા એકસાથે જ અમુક નિશ્ચિત રકમનું રોકાણ પણ કરી શકો છો
આ એપના માધ્યમથી રોકાણ કરવાનો એક મોટો ફાયદો એ છે કે તમે દર મહિને SIP કરી શકો છો અથવા એકસાથે જ અમુક નિશ્ચિત રકમનું રોકાણ પણ કરી શકો છો

આ એપ પર તમે તમારા મનગમતા stocksનું એક બાસ્કેટ બનાવીને તમને જે ગમે તે શેર ઉમેરીને તમારું પોતાનું નાનકડું મ્યુચ્યુઅલ ફંડ બનાવી શકો છો. આ ઉપરાંત, આ એપ પર SEBI સાથે રજિસ્ટર થયેલા ફંડ મેનેજર્સ, કંપનીઓ, ફાઇનાન્શિયલ પ્લાનર્સ, એક્સપર્ટ્સ વગેરે દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્ટોક બાસ્કેટમાં પણ રોકાણ કરી શકો છો. અચ્છા તમે એમ કહેશો કે આ થીમ, આઈડિયા અને સ્ટ્રેટેજી એટલે શું? થીમ એટલે વિષય. ધારો કે, તમે રૂરલ થીમમાં રોકાણ કરવાનું નક્કી કરો તો તેમાં એવા શેરનો સમાવેશ થતો હોય જે ગ્રામીણ ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ હોય. એ જ રીતે, ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સની થીમ હોય, જેમાં ઇલેક્ટ્રોનિક કાર, એની બેટરી, ચાર્જિંગને લગતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે સાથે સંકળાયેલી કંપનીઓનો સમાવેશ થતો હોય. એ જ પ્રમાણે સ્ટ્રેટેજી એટલે કે ટેક્નિકલ એનાલિસિસ કે ચાર્ટને લગતી સ્ટ્રેટેજીને આધારે રોકાણ કરવામાં આવતું હોય. એ જ પ્રમાણે એક જ પ્રકારના આઇડિયા પર કામ કરતી કંપનીઓને જોડીને બાસ્કેટ કે ફંડ તૈયાર કરવામાં આવ્યું હોય.

માત્ર આટલું જ નહીં, તમે સ્ટોકસ કે સ્ટોક બાસ્કેટમાં જ રોકાણ કરી શકો એવું નહીં, ETFમાં પણ રોકાણ કરી શકો છો. ETF એટલે ઈક્વિટી ટ્રેડેડ ફંડ. આ પ્લેટફોર્મ પર કંપનીઓએ પોતાના કસ્ટમાઇઝ્ડ ફંડ્સ પણ બનાવ્યા છે, જેમાં એમના ફંડ મેનેજર દ્વારા શેરની પસંદગી કરવામાં આવે છે. અહીં એટલા બધા વિકલ્પો ઉપલબ્ધ છે કે તમે ઇચ્છો એમાં રોકાણ કરી શકો છો. આમાં જોખમના પ્રકારના આધારે પણ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. વધુ જોખમ, ઓછું જોખમ, અને માપસરનું જોખમ ધરાવતા એટલે કે high-risk, low risk અને medium risk ધરાવતા બાસ્કેટ અને ફંડ્સ કે સ્કીમ્સ પણ ઉપલબ્ધ છે. આ એપના માધ્યમથી રોકાણ કરવાનો એક મોટો ફાયદો એ છે કે તમે દર મહિને SIP કરી શકો છો અથવા એકસાથે જ અમુક નિશ્ચિત રકમનું રોકાણ પણ કરી શકો છો. વળી, તમે ભલે કોઈપણ ફંડ કે સ્કીમ પસંદ કરી હોય પરંતુ તેમાંથી અમુક સ્ટોક્સ કાઢી કે ઉમેરી પણ શકો છો. એટલે કે એ ફુલ્લી કસ્ટમાઈઝેબલ છે. કોઈ મહિને તમારી પાસે સગવડ ન હોય અને હપ્તો ન ભરી શકો કે SIP ન કરી શકો તો કોઈ દંડ લાગતો નથી કે સ્કીમ બંધ થઈ જતી નથી. એટલે કોઈ નિયમોનું ઉલ્લંઘન થતું નથી. વળી, તમે જે સ્ટોક્સમાં રોકાણ કર્યું હોય તેના દ્વારા જે પણ ડિવિડન્ડ આપવામાં આવે છે એ તમારા બેંક ખાતાંમાં જમા થાય છે. એટલે તમને ડિવિડન્ડનો પણ લાભ મળે છે.

ઇનશોર્ટ smallcase એ એક પ્લેટફોર્મ છે જે અલગ-અલગ પ્રકારનું રોકાણ કરવાની સુવિધા પૂરી પાડે છે. સ્મોલકેસ એ પોતે કોઈ મ્યુચ્યુઅલ ફંડ કે બ્રોકરેજ કંપની નથી. અલગ અલગ બ્રોકરેજ કંપનીઓ આ પ્લેટફોર્મ સાથે જોડાય છે અને રોકાણ કરવાની સુવિધા આપે છે. અત્યારે લગભગ આઠ જેટલી બ્રોકરેજ કંપનીઓ આ પ્લેટફોર્મ પર જોડાયેલી છે. સ્મોલકેસ પર તમે જે પણ બાસ્કેટ કે ફંડમાં રોકાણ કરો તેમાં ઓર્ડર એક્ઝિક્યુટ કરવાનું કામ બ્રોકરેજ કંપનીઓનું છે. આ માટે smallcase બ્રોકરેજ કંપનીઓને એક ચોક્કસ રકમ ચાર્જ કરે છે. સામે પક્ષે બ્રોકરેજ કંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી નક્કી કરેલી બ્રોકરેજ લેવામાં આવે છે. ઝીરોધા જેવી અમુક બ્રોકરેજ કંપનીઓ દ્વારા માત્ર એક જ વખત ઓર્ડર આપતી વખતે 100 રૂપિયા વત્તા 18 ટકા GSTનો ચાર્જ લેવામાં આવે છે, જે ખૂબ જ નજીવો છે. સ્મોલકેસ દ્વારા એવું આયોજન પણ છે કે ભવિષ્યમાં તમે જે પણ સ્ટોકની બાસ્કેટ બનાવી હોય તેમાં અન્ય લોકો પણ એક ચોક્કસ ફી ચૂકવીને સબસ્ક્રાઇબ કરી શકે. એટલે જેને મ્યુચ્યુઅલ ફંડના બંધનમાં નથી બંધાવવું તેમના માટે આ ખૂબ જ સારો વિકલ્પ છે. હા, બ્રોકરેજ કંપની પસંદ કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે. થોડી ઘણી બ્રોકરેજ બચાવવા જતાં ભવિષ્યમાં બધી મૂડી ખોવાનો વારો ન આવે આવે તેનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડ અને શેર માર્કેટમાં રોકાણ કરવું એ જોખમભર્યું છે. એટલે સમજી વિચારીને અને બની શકે તો તમારા નિષ્ણાત આર્થિક સલાહકારની સલાહ લઈને જ રોકાણ કરવું હિતાવહ છે.

Wise બનો અને ખૂબ જ ઓછા ખર્ચે વિદેશમાં પૈસાની લેવડ-દેવડ કરો Wiseની સાથે..
ડિજિટલ યુગની સૌથી મોટી ઉપલબ્ધિ એ કહી શકાય કે તેણે માણસને સરહદનાં બંધનોમાંથી મુક્તિ આપી. એટલિસ્ટ કામ કરવા માટે તો સરહદનાં બંધનો ચોકકસપણે નડતાં નથી. Gig Economy, Expats, Remote Working જેવા અનેક શબ્દો એકવીસમી સદીમાં અસ્તિત્વમાં આવ્યા છે. લોકો ઘેર બેઠાં બેઠાં દેશ વિદેશમાં અલગ કંપનીઓ સાથે જોડાઈને કામ મેળવતાં થયાં. જ્યારે દેશ-વિદેશમાંથી કામ આવતું હોય તો તેનું પેમેન્ટ પણ આવે જ! આ પેમેન્ટ લેવાની જ્યારે વાત આવે ત્યારે સૌથી પહેલું નામ paypalનું યાદ આવે.

Paypal એ વિદેશમાંથી પૈસા મેળવવાનું એક ખૂબ જ સરળ ઝડપી અને સુરક્ષિત માધ્યમ
Paypal એ વિદેશમાંથી પૈસા મેળવવાનું એક ખૂબ જ સરળ ઝડપી અને સુરક્ષિત માધ્યમ

Paypal એ વિદેશમાંથી પૈસા મેળવવાનું એક ખૂબ જ સરળ ઝડપી અને સુરક્ષિત માધ્યમ છે. હાલ ચારેકોર ઇલોન મસ્કના નામની ચર્ચા છે. આ ઇલોન મસ્ક અને ‘થિયેલ ફેલોશિપ’વાળા પીટર થિયેલ અને અન્ય મિત્રોએ સાથે મળીને આ કંપનીની સ્થાપના કરી હતી. ઓનલાઇન પૈસાની લેવડ દેવડ સરળ બનાવનારી અને માત્ર ઇ-મેઇલ આઇડીની મદદથી પૈસાની આપ-લે કરી શકાય એવી સુવિધા આપનારી આ સૌપ્રથમ કંપનીઓમાંની એક હતી. Paypal દ્વારા પૈસાની લેવડ દેવડ ખૂબ જ સરળ છે. પરંતુ એ ખૂબ જ મોંઘી છે. Paypalનો સામાન્ય નિયમ એવો છે કે પૈસા લેનાર વ્યક્તિએ વટાવ એટલે કે મની ટ્રાન્સફરનો ખર્ચ ભોગવવો પડે છે. એનો પણ બિલકુલ વાંધો નથી પણ જ્યારે આવો ખર્ચ ખૂબ જ વધારે હોય અને નિયમિતપણે વિદેશમાંથી કામ આવતું હોય ત્યારે આપણને એમ થાય કે આટલી મોંઘી ફી આપીને Paypalનું ઘર ન ભરાય. થોડા ઘણા જે પૈસા બચે એ પણ કમાણી જ છે. Paypalના માધ્યમથી જ્યારે તમે પૈસા મેળવો ત્યારે Paypal દ્વારા લગભગ ચારથી સાડા ચાર ટકા કમિશન કાપવામાં આવે છે. વળી, Paypalનો પોતાનો પર્સનલ currency exchange rate હોય છે, જે બજારભાવ કરતાં બે ત્રણ રૂપિયા ઊંચો હોય છે. આ સિવાય, જ્યારે Paypalમાંથી પૈસાને ફરજિયાત બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે બેંક દ્વારા પણ તેના પર અલગથી ચાર્જ લેવામાં આવે છે અને આ બધાની ઉપર GST લાગે એ અલગ. એટલે તમે એક હજાર ડૉલર મેળવ્યા હોય તો બધું મળીને આશરે 6થી 7 ટકા જેટલા રૂપિયા તમારે ખર્ચ તરીકે આપી દેવા પડે.

Wiseનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના દ્વારા કોઈ જ છુપા ચાર્જિસ લેવામાં આવતા નથી
Wiseનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના દ્વારા કોઈ જ છુપા ચાર્જિસ લેવામાં આવતા નથી

આવા સમયે જે લોકો નિયમિત કામ કરતાં હોય એમના માટે કોઈ પરવડે તેવી સુવિધા હોય તો સારું પડે. એટલે આજે તમારી મુલાકાત કરાવું છું એક એવી એપ સાથે જેનું નામ Wise નથી, તેનું કામ પણ એટલું જ ડાહ્યું છે. Wise અગાઉ Transferwise નામથી જાણીતું હતું, હમણાં જ તેનું નામ બદલીને Wise કરવામાં આવ્યું છે. Wiseના માધ્યમથી પૈસા મેળવવા માટે તમારે અકાઉન્ટ બનાવવાની જરૂર નથી. જે પણ વ્યક્તિ તમને પૈસા ટ્રાન્સફર કરવાની છે તેને તમારે માત્ર તમારા બેંક ખાતાંની માહિતી આપવાની રહે છે. પૈસા મોકલનાર વ્યક્તિ એક વખત આ માહિતી ઉમેરીને ક્રેડિટ કાર્ડ દ્વારા, ડેબિટ કાર્ડ કે બેંક અકાઉન્ટ મારફતે પેમેન્ટ કરી શકે છે. જો તમારે અહીંથી કોઈને પૈસા મોકલવા હોય તો તમારે અકાઉન્ટ બનાવવું જરૂરી છે. તમે વ્યક્તિ તરીકે અકાઉન્ટ બનાવીને પૈસા મોકલી શકો છો. એક કંપની તરીકે પૈસા મોકલવાનો વિકલ્પ હજી ભારતમાં ઉપલબ્ધ નથી. Wiseનો એક સૌથી મોટો ફાયદો એ છે કે તેના દ્વારા કોઈ જ છુપા ચાર્જિસ લેવામાં આવતા નથી. જેમ કે, તમે Paypal દ્વારા પૈસા મોકલશો કે લેશો તો તમને જણાવશે નહીં કે કેટલો ચાર્જ શેના માટે લાગ્યો. જ્યારે Wise તમને સ્ક્રીન પર જ બતાવી દેશે કે આટલા રૂપિયા તમારી ફી થશે, આટલા રૂપિયા કરન્સી એક્સચેન્જ ચાર્જ થશે અને આટલા રૂપિયા બેંક લેશે. આ બધું ઉમેરવા છતાં Wise દ્વારા કુલ મળીને માત્ર 1-2 ટકા જેટલો જ ચાર્જ લેવામાં આવે છે. આ ઉપરાંત, Wise દ્વારા જે એક્સચેન્જ રેટનો ઉપયોગ કરવામાં આવે છે એ પણ રિયલ ટાઇમ રેટ એટલે કે બજાર ભાવ હોય છે. આમ, આશરે તમે ચારથી પાંચ ટકા બચાવી શકો છો. હા, આ પ્રક્રિયા થોડી ધીમી છે. પરંતુ સસ્તી અને પરવડે તેવી છે. ઝડપી પ્રક્રિયા માટે વધુ ફી આપાવાનો વિકલ્પ પણ છે જ.

Wiseની વેબસાઇટ અને એપની ડિઝાઇન ખૂબ જ સુંદર અને વાપરવામાં સરળ છે. જે લોકો મોટા પેમેન્ટ લેતા હોય તેમને તો બેંકો દ્વારા ઓછા ખર્ચે સારી સુવિધા આપવામાં આવે જ છે. પરંતુ નાના-નાના ક્રિએટર્સ, આર્ટિસ્ટ, ફ્રીલાન્સર્સ આ બધાને ટુકડે-ટુકડે પૈસા આવતા હોય છે ત્યારે એમના માટે તો નાની રકમ પણ ખૂબ જ અગત્યની હોય છે. તમને એમ થશે કે પૈસા મેળવવા હોય તો વેસ્ટર્ન યુનિયન કે moneygram શું ખોટું છે ભઈ? એમાં એવું છે કે આ બંને સુવિધાઓ માત્ર પરિવારના લોકો કે સગા સંબંધીઓ જ ઉપયોગ કરી શકે છે. કામ ધંધા માટે તેનો ઉપયોગ કરી શકાય નહીં. RBIના ફેમાના નિયમો ખૂબ જ કડક છે. તેથી, આવી એપની મદદથી પેમેન્ટ મેળવવું વધારે સલાહભર્યું છે. આ વખતે જ્યારે વિદેશમાંથી પૈસા મેળવવાના થાય ત્યારે Wise બનજો અને Wiseનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. tusharacharya2611@gmail.com

(લેખક ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ્સ અને ઇન્ટરનેટની દુનિયાના બાશિંદા અને યુવા આંત્રપ્રેનર છે)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો