તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનન કી બાત:નવી કોપિંગ સ્ટ્રેટેજી બનાવો અને ‘માનસિક આરોગ્ય પેન્ડેમિક’માંથી બહાર આવો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણું મન બડું ચંચળ છે. ક્યારેક હસાવે, રડાવે તો ક્યારેક પ્રશ્નો ઊભા કરે. મનના અશ્વોને પસવારીને તો ક્યારેક તેની લગામ તાણીને તેના પર સવારી કરતાં શીખવશે આ કોલમ ‘મનન કી બાત’, દર રવિવારે.

***
દેશ-વિદેશમાં થયેલાં ઘણાં રિસર્ચ એવું કહે છે કે આપણે કોવિડ પેન્ડેમિકની જોડે-જોડે ‘માનસિક આરોગ્ય પેન્ડેમિક’માંથી પણ પ્રસરી રહ્યા છીએ. તો શું હોય છે માનસિક આરોગ્ય પેન્ડેમિક?

પહેલાં તો એ સમજવું ખૂબ જરૂરી છે કે માનસિક આરોગ્ય કોને કહેશો? શું માત્ર વ્યક્તિલક્ષી ખુશ હોવું એ જ માનસિક સ્વાસ્થ્ય છે? જો હા, તો બીજાનું ખૂબ ખરાબ કરી, લોકોનાં મૃત્યુ નિપજાવી અને ખુશ રહેતા લોકો પણ માનસિક રીતે સ્વસ્થ કહેવાય. જો માત્ર પોઝિટિવ વિચારવું એ માનસિક રીતે સ્વસ્થ કહેવાય તો કોઈએ કશું કામ કરવાની જરૂર જ ક્યાં છે? જો માત્ર ધાર્મિક હોવું એ જ માનસિક સ્વાસ્થ્ય છે તો સંસાર કેમનો ચાલશે?

માનસિક સ્વાસ્થ્ય જાળવવા દરેક વ્યક્તિની અલગ કોપિંગ સ્ટ્રેટેજી
WHOની વ્યાખ્યા જોઈએ તો માનસિક સ્વાસ્થ્ય એક એવી અવસ્થા છે જેમાં એક વ્યક્તિ પોતાની ક્ષમતાઓ સમજી શકે છે, રોજબરોજની તકલીફો સાથે ઝઝૂમી શકે છે અને સમાજને પોતાનાં કામ વડે મદદ કરી શકે છે. માનસિક સ્વાસ્થ્ય જાળવી શકવા માટે જાણતા-અજાણતા આપણાં બધાની કેટલીક કોપિંગ સ્ટ્રેટેજી હોય છે. કેટલાક લોકો સ્ટ્રેસમાં મિત્રો ને મળવા જતા રહે, તો કેટલાક લોકો પિક્ચર જોવા જતા રહે, ત્યારે કેટલાક લોકો બસ લોન્ગ ડ્રાઇવ પર જતા રહે છે. પણ લોકડાઉન અને કોરોનાએ આ બધી જ કોપિંગ સ્ટ્રેટેજીની એકસાથે પથારી ફેરવી નાખી છે. સામાન્ય રીતે, કોઈપણ વ્યક્તિનાં ત્રણ ગ્રૂપ હોય છે. એક આપણું પરિવાર હોય, એક આપણું કામની જગ્યાનું ગ્રૂપ હોય અને એક આપણું મિત્રોનું ગ્રૂપ હોય. કેટલીક ચોક્કસ વસ્તુઓ વિશે આપણે સિલેક્ટેડ ગ્રૂપ જોડે જ વાત કરીએ. કોરોનાએ આ સાહેબી પણ આપણી પાસેથી છીનવી લીધી.

આ પરિસ્થિતિમાં જ્યારે વ્યક્તિ સ્ટ્રેસમાં હોય ત્યારે તેને શું કરવું એ સમજ પડતી નથી. કોવિડ લોકડાઉનમાં શરૂઆતમાં પારિવારિક તકલીફો, ડિપ્રેશન, એન્ઝાયટી, આપઘાતનાં પ્રમાણો ખૂબ વધતાં જોવા મળ્યાં હતાં. આ બનાવોથી જેમ તમે જાણો છો કે બોલિવૂડ પણ સુરક્ષિત નહોતું. સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ વિશે સાંભળી આખો દેશ હલી ગયો હતો. લોકડાઉન દરમિયાન આપણે બધાએ પણ નાના-મોટાપાયે એકલતા, ઉદાસી, ચિંતા અનુભવી છે. જે લોકોના નજીકના સંબંધીઓને કોવિડ થયો એ લોકોએ મૃત્યુ પણ ખૂબ નજીકથી જોયું છે અને પોતાના લોકો ગુમાવ્યા છે. ભવિષ્યમાં શું થશે, ઘર પરિવાર કેમ ચાલશે? આ બધી ચિંતાઓ કદાચ દરેક સદસ્યને થઈ છે. આ બધા બનાવોના કારણે લોકો માનસિક સ્વાસ્થ્યને સમજતા અને સારું મહત્ત્વ આપતા થઈ ગયા છે.

નવી કોપિંગ સ્ટ્રેટેજી બનાવવા નવી આદત વિશે વિચારો

માનસિક સ્વાસ્થ્ય જાળવવા નવી કોપિંગ સ્ટ્રેટેજી બનાવવી પડશે એ વાસ્તવિકતા આપણને બધાને સ્વીકૃત છે, પણ એ કરવું કઈ રીતે? જ્યારે જ્યારે આપણે કોઈ આદત છોડવી અથવા બદલવી હોય તો એનો એક માત્ર ઉપાય છે કે એના બદલામાં બીજી આદત બનાવવી, ન કે એ જ આદત વિશે વિચાર્યા કરવું.

હું તમને એક ચેલેન્જ આપું છું. 5 મિનિટ માટે હાથી વિશે વિચારવાનું નથી. આપે હાથીની સૂંઢ, એના દાંત, એનો રંગ, એનું વર્ચસ્વ, એની પૂંછ એ બધા જ વિશે વિચારવાનું નથી. નથી આપે એ વિચારવાનું કે તમે છેલ્લે હાથી ક્યાં જોયો હતો. સામાન્ય પણે હાથી ક્યાં અને કેવી રીતે જોવા મળે છે અને આ સાથે તમારે એ પણ નથી વિચારવાનું કે સર્કસના અને જંગલી હાથીમાં શું ફેર હોય છે.

શું થયું? કેવું રહ્યું? તમે માત્ર હાથી વિશે જ વિચારતા હતા ને? સાચું કહેજો! આપણે નવી-નવી કોપિંગ સ્ટ્રેટેજી બનાવવી પડશે. જેમ આપણે કોલેજ અને શાળાના અભ્યાસને ટૂંક સમયમાં વિકસાવીને ઓનલાઇન કરી નાખ્યો. એ જ રીતે ઘણી કોપિંગ સ્ટ્રેટેજી વિકસવી પણ જરૂરી છે. આપણે આપણું ધ્યાન જૂની કોપિંગ સ્ટ્રેટેજી ભૂલાવવા પર નહીં પરંતુ નવી બનાવવા પર રાખવું પડશે.

કોરોનાકાળમાં માનસિક સ્વાસ્થ્ય જાળવવા આ ટિપ્સ અપનાવો

  1. કોરોનાના કેસનો સ્કોર મેચના સ્કોરની જેમ સતત અપડેટ ન કરવો. આજે અમદાવાદમાં 5 કેસ વધારે આવવાથી અથવા 3 કેસ ઓછા આવવાથી પેન્ડેમિકની લાંબા ગાળે થતી અસર પર ખૂબ ઝાઝી અસર નહીં પડે એ સ્વીકારવું જરૂરી છે.
  2. કામ કરવાની જગ્યા ઘરનો એક સ્પેશિયલ ભાગ રાખવો. જે ગંભીરતાથી આપણે જોબની જગ્યા પર તૈયાર થઈને ઘ્યાન આપીને બેસીએ એ જ રીતે ઘરના એ ખૂણે કામ કરવા બેસવું.
  3. ઊંઘવાનો અને ઊઠવાનો સમય બને ત્યાં સુધી ફિક્સ રાખવો. કામ કરવાની જગ્યાએ ઊંઘવું નહીં.
  4. ઓનલાઈન મિત્રોને મળવું, સત્સંગ કરવો, સ્પોર્ટ્સ વિશે ચર્ચા કરવી વગેરેને પણ કામ જેટલું જ મહત્ત્વ આપવું. થોડો બ્રેક મળશે તો જ યોગ્ય રીતે કામ થશે.
  5. એકબીજા જોડે હસી અને પ્રેમથી વાત કરવાની ટેવ પાડવી. કડવું બોલી અથવા કડવું કરીને આપણે પોતાનું અથવા કોઈનું સારું કરી શકાતું નથી. એનાથી સ્વભાવમાં કડવાશ વધે છે.

mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો