ડિજિટલ ડિબેટ/ તુમ બોલોગે તો બોલેગા કી બોલતા હૈઃ જીભને રાખો કાબૂમાં, નહીંતો...
કેનેડાની ફિલ્મસર્જક લીના મણિમેકલાઈની ફિલ્મ ‘કાલી’ના પૉસ્ટરના વિવાદે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે, કેમ કે પ્રવક્તાઓની ઝેરીલી ભાષાએ માહોલ કલુષિત કરેલો જ હતો. બે વર્ષ જૂનું એક ટ્વીટ અને તે પણ બે દાયકા જૂની એક ફિલ્મ વિશેનું- તેની ફરિયાદ કરીને એક પત્રકારને જેલમાં પૂરી દેવાયો. દરમિયાન તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મહુઆ મોઇત્રાએ કહ્યું કે તેમના માટે કાલી માતા એટલે એવી માતા જે માંસાહારી પણ હોઈ શકે અને શરાબ પીનારી પણ હોઈ શકે. શું કોઈને કશું બોલવા જ ના દેવા એ હદની દાદાગીરીનો માહોલ દેશમાં ઊભો થઈ ગયો છે?
***
મનન કી બાત/ પરીક્ષાની ચિંતા વિશે શું કરવું? મનોવિજ્ઞાનના બે ટર્મ ‘યુસ્ટ્રેસ’ અને ‘ડિસ્ટ્રેસ’ વિશે જાણી લો
પરીક્ષાની ચિંતા અથવા કોઈ મોટા ઇન્ટરવ્યૂની ચિંતા દુનિયાના દરેક વ્યક્તિને અમુક અંશ સુધી હેરાન કરે છે. જે લોકો એવું માનતા હોય છે કે અમુક લોકોને પરીક્ષાની ચિંતા નથી રહેતી અથવા કોઈપણ ઇન્ટરવ્યૂમાં એ ખૂબ જ કોન્ફિડન્ટ અને શાંત હોય છે, તો જાણી લો કે આ એક માન્યતા છે.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/ શું પેરેન્ટિંગ બાળકના સ્વાસ્થ્ય પર અસર છોડી શકે છે?
માતા-પિતા તરીકે આપણે સહુ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે આપણાં બાળકો એડલ્ટ (પુખ્ત) થયા ઉપરાંત પણ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે. પણ અજાણતાં આપણે આપણાં બાળક પર જવાબદારીઓ અને અપેક્ષાઓનો બોજો નાખીને પુખ્તાવસ્થામાં તેની ભાવનાત્મક અને શારીરિક સુખાકારી પર નકારાત્મક અસર છોડીએ છીએ. આ રસપ્રદ વિષય પર વધુ જાણવા માટે આ કૉલમ વાંચો…
***
ઇટ્સ કોમ્પ્લિકેટેડ/ સંયુક્ત પરિવાર, સ્ત્રી, સ્ત્રીનું માન-સન્માન, સ્ત્રીની સ્વતંત્રતા અને પરિવારની પ્રગતિ
એક જમાનામાં આખા ભારતમાં લોકો સંયુક્ત પરિવારમાં જ જીવતા. બીજાનો વિચાર પ્રથમ થતો. વ્યક્તિગત પ્રગતિ જેવો કન્સેપ્ટ જ નહોતો. પરિવારની પ્રગતિને લોકો સાચી પ્રગતિ માનતા.
***
ઈતિહાસ ગવાહ હૈ/ મહાત્મા ગાંધીની હત્યાના કેસને સાત દાયકા પછી ખોલવાનો સુપ્રીમે નન્નો બન્યો
મહાત્માની હત્યા માટે નથુરામ ગોડસે ઉપરાંત જે બીજી કથિત વ્યક્તિએ ગોળી છોડી હોવાનો દાવો કરનાર વ્યક્તિને પોતે તબીબી સારવાર આપી હતી, એવું સોગંદનામું વડોદરાના ડૉ. દામોદર નેનેએ રજૂ કર્યું હતું.
***
સૌરાષ્ટ્રની રસધાર/ ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘કાળો મરમલ’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે
‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીની ‘સૌરાષ્ટ્રની રસધારની વધુ એક ખમતીધર કૃતિ ‘કાળો મરમલ’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે. લ્યો ત્યારે, થાવા દ્યો...
***
મારી વાર્તા/ હવે તો છોડ એ ડોસીનો હાથ...! ક્યાં સુધી પકડી રાખીશ, બાયલા?
‘તમે એમ્બ્યુલન્સ માટે જલ્દી ફોન કરો.... કાઢો આ ડોસીને, લઈ જાઓ અહીંથી...! આમ આડાંઅવળાં ફાંફાં શું માર્યા કરો છો ક્યારના?’ બાની ઢળેલી આંખો થોડી થોડી ફરકતી હતી. છાતી ધમણની જેમ જોરજોરથી ધબકતી હતી. શ્વાસ ફૂલતો જતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.