• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Can Perfection Spoil The Perfection Of A Relationship? Why Did You Fail In The Election Of Gandhinagar Municipal Corporation? Enjoy The Feeling Of Happiness And The Fun Of The Story Too ... Today's Rangat Sangat Is Here

રંગત સંગત:શું પરફેક્શન સંબંધો બગાડી શકે? ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં આપ નિષ્ફળ કેમ? સુખની અનુભૂતિ અને વાર્તાની મજા પણ માણો...આજનું રંગત-સંગત આ રહ્યું

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
પરફેક્શનની વ્યાખ્યાઓ પણ જુદી અને સમજણ પણ અલગ...પણ પરફેક્શન સાચવવામાં સંબંધનો લય ન ખોરવાઈ જવો જોઇએ

કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જે પરફેક્શનની દુરાગ્રહી હોય છે. પરફેક્શનના આગ્રહની સંબંધો ઉપર અસર પડે? ચોક્કસ પડે. વિશ્વમાં અત્યાર સુધી પતિ-પત્નીના સંબંધોમાં પડેલી તિરાડો અને પતિ-પત્નીના સંવાદો વખતે પડાયેલી રાડોમાં આ પરફેક્શનના પરિબળનો સૌથી મોટો ફાળો હોઈ શકે છે.
***
મારી વાર્તા/
તારી કોલેજની મિત્ર હતી ને? હંસા દવે...એ અત્યારે અહીંની મારી ઓફિસમાં બ્રાંચ મેનેજર તરીકે આવી છે...સાંભળતા જ વિનોદનું હ્રદય એક ધડકન ચૂકી ગયું!!

તારી કોલેજની મિત્ર હતી ને? શું નામ એનું? એ અત્યારે અહીંની મારી ઓફિસમાં બ્રાંચ મેનેજર તરીકે આવી છે. મને એ જ હોય એવું લાગે છે. યાર દિપલા ખાત્રી કરવી હતી ને? એને કંઇ આવું પૂછાય નહીં. હા, એના ડાબા ગાલે કાળો તલ છે, કપાળમાં ચાંલ્લો નથી, એની જગ્યાએ એક ઘાનું નિશાન છે. તો તો એ જ હોવી જોઈએ...
***
સુખનું સરનામું/
તમારા દ્વારે ટકોરા મારતી તક ઓળખો અને ઝડપો...વિચારવા રહેશો તો હાથમાંથી તક છટકી જશે અને પાછળથી પસ્તાવો થશે

કોઈ ક્ષેત્રની સફળ વ્યક્તિને જોઇને આપણે ઘણીવાર એમ કહેતા હોઇએ છીએ કે આ ભાઇ આજે જે કામ કરીને લાખો-કરોડો કમાય છે એ કામ હાથ પર લેવાનો વિચાર મને ઘણા સમય પહેલા આવ્યો હતો. આપણી અને એમની વચ્ચે ફેર એ પડ્યો કે એણે તક વધાવી લીધી અને આપણે માત્ર વિચારમાં જ સમય પસાર કર્યો.
***
ડિજિટલ ડિબેટ/
ગાંધીનગર મહાપાલિકાના પરિણામોના પડઘા ગુજરાતના રાજકારણમાં કેટલે દૂર પડશે?

લોકસભાની ચૂંટણી અને પછી વિધાનસભાની ચૂંટણીઓમાં આપના બધા ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી. આટલા વર્ષો પછી પણ આપનું ઠેકાણે પડતું હોય એવું દેખાતું નથી. આ તો સુરતમાં છેલ્લે મનપામાં એક સાથે 27 બેઠકો મળી એટલે સૌનું ધ્યાન ખેંચાયું. પરંતુ ગાંધીનગર મહાપાલિકામાં નામ માત્રની એક જ બેઠક જીતી શક્યો છે. એટલે વિકલ્પરૂપે કોઈ પક્ષનો ઉદય ગુજરાતમાં આ વખતે થઈ રહ્યો છે એવું કહેવું વહેલું ગણાશે.

અન્ય સમાચારો પણ છે...