રંગત સંગત:ભારતમાં શ્રીલંકા જેવું થઈ શકે? બોડી લેંગ્વેજનું સાયન્સ શીખવું છે? આજનું ભરચક ‘રંગત સંગત’ આ રહ્યું

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડિજિટલ ડિબેટ/
શ્રીલંકાની વર્તમાન સ્થિતિમાંથી ભારતે કોઈ બોધપાઠ લેવાની જરૂર છે ખરી?

ભારતના પ્રાચીન પડોશી દેશ અને ટાપુરાષ્ટ્ર શ્રીલંકામાં બન્યું તે કંઈ નવું નથી. ઘણા બધા દેશોમાં જનાક્રોશ ફાટી નીકળ્યો અને સત્તાધીશોએ ઊભી પૂંછડીએ ભાગવું પડે તેવું બન્યું છે. પરંતુ શ્રીલંકા સાથે આપણો નાતો વધારે નિકટનો છે અને ત્યાં કટોકટી ન ઊભી થાય તે માટે ભારતે થાય તેટલી મદદ પણ કરી. લંકાના શાસકોનો ભ્રષ્ટાચાર, એક જ પરિવારનો સત્તા પર કબજો - એક ભાઈ પ્રમુખ, એક ભાઈ વડા પ્રધાન, એક ભાઈ પ્રધાન એવી સ્થિતિમાં જનતાની ધીરજનો અંત આવી ગયો હતો. એક તરફ લોકોને ખાવાના સાંસા હતા ત્યારે ગોટાબાયા રાજપક્ષે કેવા વૈભવી મહેલમાં મહાલતા હતા તે સૌએ જોયું. શું ભારતે આ સ્થિતિમાંથી કોઈ શીખ મેળવવાની છે ખરી? એક ચર્ચા...
***
મનન કી બાત/
તમારી બોડી લેંગ્વેજ તમારા વિશે શું કહે છે?

બોડી લેંગ્વેજ અને નોનવર્બલ કમ્યુનિકેશન વિશે ઘણાં પુસ્તકો ઘણાં યુટ્યુબ વીડિયો બનેલાં છે અને બનતાં રહેશે. બોડી લેંગ્વેજ એક એવું વિજ્ઞાન છે કે જે તમારી આજુબાજુની દરેક વ્યક્તિમાં તમે ઓબ્ઝર્વ કરી શકશો.
***
ઈતિહાસ ગવાહ હૈ/
‘સ્વીટી’ ઇન્દિરા ગાંધી અને સેમ વચ્ચેના અતૂટ વિશ્વાસ થકી વિજય

સામ માણેકશાએ તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને સંભળાવી દીધું, ‘મારે 100 ટકા જીતની ખાતરી આપવી પડે. અત્યારના સંજોગો અનુકૂળ નથી. વરસાદ શરૂ થતાં મુશ્કેલી વધશે. મને સમય જોઈએ અને છતાં સરકારનો આદેશ હોય તો યુદ્ધમાં જઈશ, પણ 100 ટકા પરાજ્યની ખાતરી સાથે. મને કોઈ દખલ ના કરે, તો યોગ્ય સમયે યુદ્ધ શરૂ કરીને વિજયની આપને ખાતરી આપું છું.’
***
ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
પ્રેમના પ્રદેશમાં ક્યારેક આકરો તડકો આવે તો તેને પરમેનેન્ટ પાનખર માની લેવાની ભૂલ ના કરવી

અનેકના જીવનમાં એવું બને કે લોકોને લાગે કે હવે આ વ્યક્તિનું જીવન પૂરું. હવે તેના જીવનમાં ક્યારેય પ્રકાશ નહીં આવે. હવે તે ક્યારેય સુંદર જીવન જીવી નહીં શકે. થોડાં વર્ષો પછી અચાનક એવું બને કે એ વ્યક્તિના જીવનમાં નવી સવારનું સુંદર અજવાળું પથરાય અને તે વ્યક્તિ જિંદગીને પ્રેમથી માણતી થઈ જાય.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘સમે માથે સુદામડા’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીની અમર રચનાવલિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વધુ એક ખમતીધર વાર્તા ‘સમે માથે સુદામડા’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે. લ્યો ત્યારે, થાવા દ્યો, તમતમારે...
***
મારી વાર્તા/
એક સમયે કડકડતી ઠંડીમાં દીકરા માટે ‘વોટ ફોર જગથ’ હોર્ડિંગ લઈને ઊભા પિતાના હાથમાં આજે ‘I am homeless…’ નામનું બોર્ડ હતું

એક સાંજે ટાઉનના ટ્રાફિક સિગ્નલ પાસે રાજનભાઈને ઊભેલા જોયા. શિયાળાની કડકડતી ઠંડી, સનનન વિંઝાતા વાયરામાં હાથમાં ફરફરતું મોટું હોર્ડિંગ પકડીને એ ઊભા હતા. હોર્ડિંગ પર જગથનો ફોટો અને વોટ ફોર ‘J’-જગથ લખેલું હતું.

અન્ય સમાચારો પણ છે...