• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Can Broken Relationships Be Reconciled? To What Extent Is It Appropriate To Test Pegasus Software? From Interesting Stories To Innovative Stories Of The Technology World ... This Is The Color Of Today

રંગત-સંગત:શું તૂટેલા સંબંધો ફરી સાંધી શકાય? પેગાસસ સોફ્ટવેરની તપાસ કરવી જોઇએ? રસપ્રદ વાર્તાથી લઇને મોટિવેશનલ લેખ...આજનું ‘રંગત-સંગત’ આ રહ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
તૂટેલા સંબંધોને સાંધવાના કે ભૂલી જવાના? આખરે અંકિતને મૂંઝવણનો સાચો ઉકેલ મળ્યો

ધારા પોતાનાં માતા-પિતાને ખૂબ જ ચાહતી હતી. ઘણા લોકો કહેતાં કે ધારાને પોતાનાં માતા-પિતા માટે ‌‌વધારે પડતો પ્રેમ છે. પ્રેમ તો દરેકને હોય પણ માપમાં હોય તો શોભે. વધારે પડતો પ્રેમ પણ ઘણીવાર પ્રશ્નો ઊભા કરતો હોય છે. અહીં પણ એવું જ થયું. માતા-પિતાની લાગણી જાળવી રાખવા ધારાએ પોતાના મનગમતા સંબંધનો ત્યાગ કર્યો.
***
મારી વાર્તા/
હું કન્ફ્યુઝ્ડ છું કે આટલી કાળજી રાખવા છતાં પ્રેગ્નન્સી રહી એ કોઇ સંકેત નહીં હોય ને... ઓહ તો હવે જો દીકરી આવી તો એનું નામ 'દ્વિધા' રાખીશું...

‘જો સુરાલી 8 અઠવાડિયાં થઇ ગયા છે. જેટલો જલદી નિર્ણય લઇશ એટલું તારે માટે સારું છે. હું ગાયનેકોલોજીસ્ટ છું. રોજ કેટલીયે ડિલિવરી કરાવું છું. દરેક બાળકનો જન્મ મારા માટે ઉત્સવ સમાન હોય છે, પણ હું મા બનવા અસમર્થ છું એ કેવી કરુણતા છે! મારું માને તો રાખ અને પછી બાળક મને આપી દેજે.’ ‘મિતાલી...I can understand...પણ હું ફરી આવીશ...’
***
સુખનું સરનામું/
અગવડતાઓના પર્વતને ઓળંગશો તો જ સપનું સાકાર કરી શકશો

મારે કેન્સર નિદાનના સંશોધન માટે 1 મિલિયન ડોલરનું ભંડોળ એકઠું કરવું છે અને આ માટે હું સમગ્ર કેનેડામાં દોડ લગાવીશ. ટેરી ફોક્સનો એક પગ તો કાપી નાખવામાં આવ્યો હતો. તેથી, કૃત્રિમ પગ લગાવીને એની મદદથી દોડવાની પ્રેક્ટિસ એણે શરૂ કરી.
***
ડિજિટલ ડિબેટ/
પેગાસસના મામલે તપાસ થવી જોઈએ કે નહીં?

પોતાના જ પ્રધાનની કે સાંસદોની જાસૂસી થવાની શંકા છે તો અમે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માગીએ છીએ એવું જો સરકાર દેખાડવા માગતી હોય તો તપાસ માટે પાછી પાની કરવી જોઈએ નહીં. પરંતુ સરકારની ચિંતા એ છે કે વિપક્ષ આ રીતે એક મુદ્દે તપાસની ફરજ પાડે તો પછી બીજા દરેક મુદ્દે સરકારને દબાવવા માટે સંસદ ખોરવવાનો રસ્તો જ લેશે.