તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Barsana Holi, Dandikucha, A Treasure Trove Of Thousands Of Books And Movies, Vedvani's Management Mantra, Meghani's New Story, Today's 'Rangat Sangat' And Much More

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગત-સંગત:બરસાનાની હોળી, દાંડીકૂચ, હજારો બુક્સ-મુવીઝનો ખજાનો, વેદવાણીનો મેનેજમેન્ટ મંત્ર, મેઘાણીની નવી વાર્તા, અહીં વાંચો આજના ‘રંગત-સંગત’માં બીજું પણ ઘણું બધું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

1. દાંડીકૂચ/
ગાંધીજીના સફળ નમક સત્યાગ્રહ છતાં અંગ્રેજોએ 1946 સુધી મીઠાનો કાળો કાયદો હટાવ્યો નહોતો; હા, આ કૂચ સ્વાતંત્ર્ય મહેલનું પહેલું પગથિયું જરૂર બની

અંગ્રેજ શાસકોએ 1882માં મીઠાના ઉત્પાદનને સરકારી ઈજારાશાહી હેઠળ લઈને તેના પર ભારે કર લાદવાની શરૂઆત કરી. એટલે મહાત્મા ગાંધીએ નમક કાનૂન તોડવા અને અગાઉની જેમ પ્રજા પોતાની મેળે મીઠું ઉત્પાદન કરે એ માટેની જાગૃતિ આણવા દાંડીકૂચનું આયોજન કર્યું.

***

2. નેટસ્કેપ/
મહિને માત્ર 400 રૂપિયામાં મેળવો હજારો ઇ-બુક્સ, ઓડિયો બુક્સ અને દુનિયાભરની ફિલ્મો!

દુનિયાની મોટામાં મોટી લાઈબ્રેરીઓ એક રસપ્રદ એપ સાથે જોડાયેલી છે, જેના માધ્યમથી લાખો લોકો નિયમિત ધોરણે પુસ્તકો ઇશ્યૂ કરાવીને વાંચી શકે છે. અન્ય એક એપ તો પુસ્તકો ઉપરાંત અઢળક ફિલ્મો જોવાની પણ તક આપે છે, એ પણ દુનિયામાં ગમે ત્યાં બેઠાં બેઠાં!

***

3. મનન કી બાત/
શું તમે નાની-નાની વાતમાં ગુસ્સો કરીને રાઉડી બની જાઓ છો?

‘ઈન્ટરમિટન્ટ એક્સપ્લોસિવ ડિસઓર્ડર’માં અવારનવાર ખૂબ જ ગુસ્સો આવી જાય છે, જે પરિસ્થિતિને અનુલક્ષી નથી હોતો પરંતુ ખૂબ જ વધારે માત્રામાં હોય છે. આ વર્તનને ધ્યાનમાં રાખીને મનોચિકિત્સકની સલાહ લેવી બહુ જરૂરી થઇ જાય છે.

***

4. એક્સપ્લોર ઇન્ડિયા/
રાધાકૃષ્ણના પ્રેમમાં રંગાઈ જવાનો ઉત્સવ એટલે હોળી...બરસાનામાં 5000 વર્ષથી ઉજવાતી પરંપરામાં આજે પણ સ્ત્રીઓ લાકડીઓથી પુરુષોને મારે છે!

રાધાકૃષ્ણના વાર્તાલાપોના આધારે બરસાનામાં હોળી ઉજવાય છે અને ત્યારે સાથોસાથ લોકગીત હોરી પણ ગવાય છે. ફાગણ મહિનાની નવમીએ સમગ્ર બ્રજ રાધાકૃષ્ણના પ્રેમમાં રંગાઈ જાય છે.

***

5. પોઝિટિવ પેરેન્ટિંગ/
બાળકો બની રહ્યાં છે સ્ક્રીનનાં બંધાણી... માથાનો દુખાવો, અનિદ્રા, ચીડિયાપણું અને ડિપ્રેશન સહિત અનેક રોગો શરીરમાં ઘૂસવાની શક્યતા

બાળક સ્ક્રીનનું બંધાણી થઈ જવાથી તેને સ્ક્રીન વિના કશું સૂઝતું નથી અને તેની લેખન પ્રવૃત્તિ, મૌલિકતા, સર્જનાત્મકતામાં ઘટાડો પણ થાય છે. તેમજ, તે પરિવારની અંગત અને ગોપનીય બાબતો અજાણ્યા લોકો સાથે શેર કરવાથી સાયબર ગુનાખારીનો ભોગ બને છે.

***

6. વેદવાણી/
પૂર્ણમાંથી પૂર્ણની બાદબાકી થવા છતાં તેની પૂર્ણતા અખંડ રહે એવા અટપટા મંત્રની વેદવાણી!

કોઇ અધૂરપ ન હોવી એટલે પૂર્ણતા. ખામી કે ખોડનો અભાવ એટલે પૂર્ણતા. જે પૂર્ણ હોય તે જ આદર્શ બને! આમ પરમાત્મા આપણા સહુના આદર્શ છે.

***

7. સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘ધૂંધળીનાથ અને સિદ્ધનાથ’ સાંભળો ઓડિયો-વીડિયો સ્વરૂપે

લગભગ એક સૈકા પહેલાં રચાયેલી ઝવેરચંદ મેઘાણીની આ કાળજયી કૃતિને, પણ એમાં સૌરાષ્ટ્રની ભોમકાની સુગંધ આજે પણ એટલી જ તીવ્રતાથી મઘમઘે છે. આવો સાંભળીએ, એમની વધુ એક વાર્તા ‘ધૂંધળીનાથ અને સિદ્ધનાથ’.

આવરણ તસવીર - કૌશિક ઘેલાણી

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો