તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • An Embarrassing Question For Many In The Corona Era: Is It Reasonable To Have A Cricket Festival Every Day When Hundreds Of People Are Struggling To Make A Living?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટ્રેટ ડ્રાઇવ:કોરોનાકાળમાં ઘણાયને મૂંઝવતો પ્રશ્ન: રોજ સેંકડો લોકો જીવવા માટે ઝઝૂમી રહ્યા છે ત્યારે એની હારોહાર ક્રિકેટનો તહેવાર ચાલે એ વ્યાજબી ખરું?

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

નમસ્તે ફ્રેન્ડ્સ! આશા છે કે તમે સ્વસ્થ હશો. ન કરે નારાયણ પણ જો તમેય આ કોરોના નામના ડેડલી વાઇરસ સામે લડી રહ્યા હો તો રાહુલ દ્રવિડ જેવી ધીરજ રાખજો અને સુનિલ ગાવસ્કર કહે એ પ્રમાણે ખડુસ બનીને ક્રિઝ પર ઊભા રહેજો, અહીં ડ્રો એ જ જીત છે. જીવન એક ટાઇમલેસ ટેસ્ટ છે, આજે પિચ પર ટાઈમ સ્પેન્ડ કરવો અગત્યનો છે, પછી ભલેને સતત 3 દિવસ સુધી સ્કોરબોર્ડ ન ફરે...

આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે દુનિયાભરના એક્ટિવ કેસમાંથી 48% ભારતના છે. દેશની હેલ્થ સિસ્ટમ ભાંગી ગઈ છે, 56ની છાતી ધરાવતી સરકાર પણ લાચાર છે અને આ વખતે જવાહરલાલ નહેરુ પર દોષનો ટોપલો ઢોળી શકે એમેય નથી. બધાએ ભેગા મળીને સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે જેન્ટલમેન માફક અભિગમ દર્શાવીને મહામારીનો સામનો કરવો જોઈએ ત્યારે સ્પોર્ટ્સ પોલિટિક્સના નિશાન પર આવી ગયું છે. જ્યારે દેશમાં રોજ મિનિમમ 3 લાખ દર્દીઓ સંક્રમિત થઈ રહ્યા છે, પાછલા કેટલાંક દિવસોમાં ઓક્સિજનની ભારે અછતના લીધે હજારોએ જીવ પણ ગુમાવ્યો ત્યારે એન્ટરટેઇનમેન્ટ માટે IPL રમાય એ વ્યાજબી છે?

IPLથી રોજગારી અને રેવન્યુ
IPLથી ખાલી વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા ટોપ ક્રિકેટર્સ જ નહીં પરંતુ સંખ્યાબંધ ડોમેસ્ટિક ક્રિકેટર્સ પણ કમાય છે. જેમના માટે 20-30 લાખનું મૂલ્ય કોહલી કે રોહિતને મળતા કરોડોથી વધારે છે. આ ઉપરાંત, બોર્ડને બાદ કરીએ તો લીગથી ગ્રાઉન્ડસ્મેન, સ્ટેટેસ્ટીશિયન, કેમેરામેન, કમેન્ટેટર્સ, સિક્યુરિટી સ્ટાફ, હોટલ હેલ્પર્સ, સોશિયલ મીડિયા ટીમ, કેટરર્સ, કન્ટેન્ટ ક્રિએટર્સ વગેરે. ઓવરઓલ લીગથી મિલિયન ડોલર્સની ઇકોનોમિક સાઇકલની ચેન પૂરી થાય છે. આમ તો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે કે BCCI ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશનમાં ગણાતી એટલે ટેક્સ ભરવાનો વારો ન આવતો પણ IPL શરૂ થઈ ત્યારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જાહેરાત કરી કે લીગ એક કમર્શિયલ એક્ટિવિટી છે અને ત્યારથી દર વર્ષે બોર્ડે મિનિમમ 350થી વધુ કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. સરકાર આવી તગડી રેવન્યુ જતી કરે તો કેમ કરે?

બાયો-બબલમાં બધા સેફ
આખી ટૂર્નામેન્ટ બાયો-બબલમાં રમાઈ રહી છે. બબલ વિશે વિસ્તારથી વાત કરવાની જરૂર નથી. તમે સૌ જાણતા જ હશો કે એમાં તમામ ખેલાડીઓ સુરક્ષિત છે, તેઓ બહારની દુનિયા સાથે ડિસ્કનેક્ટેડ છે. દર બીજા દિવસે તેમનો ટેસ્ટ થાય છે અને આખા દેશમાં વાઇરસ સામે સૌથી સારી રીતે સિક્યોર્ડ છે આપણા સ્ટાર્સ. તેમજ, દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી નથી એવામાં ક્રિકેટ માટેનું ગાંડપણ લોકોને સુપર સ્પ્રેડર બનાવે એવો પણ કોઈ સિનારિયો છે નહીં, તો પ્રોબ્લમ શું છે?

ખુશીનો સોર્સ
IPL અત્યારે જ્યારે લોકો ઘરમાં કેદ છે ત્યારે મોટાભાગના લોકોનું મનોરંજન પૂરું પાડે છે. મેચ એક્સાઇટિંગ હોય કે જ્યારે ફેવરિટ પ્લેયર સારું રમે કે પછી કોઈ અકલ્પનિય દેખાવ કરે ત્યારે ક્રિકેટિંગ DNA ધરાવતા આપણા સૌનો પાનો ચડે છે. ચહેરા પર બિલિયન ડોલર સ્માઈલ આવે છે અને દરરોજ સવારે ફેવરિટ ટીમને સપોર્ટ કરવા માટે સાંજની મેચની રાહ જોવાય છે. હા, એ પણ સાચું કે બધા માટે આ કામ ન પણ કરે પણ ઘણાયમાં ઉત્સાહનો પ્રાણ પણ ફૂંકે છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

ભૂલ તો થઈ છે
એવું સહેજ પણ નથી કે ઇન્ડિયન પ્રીમિયર લીગ સ્મૂધલી ચાલે છે એટલે લીગ પાછળના મેનેજમેન્ટથી કોઈ ભૂલ નથી થઈ. 18 મેચ સુધી બધું એ રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યું જાણે બબલની બહારની દુનિયામાં બધું નોર્મલ છે. જ્યારે ક્રિકેટર્સ કે બ્રોડકાસ્ટર્સ કોરોનાને લીધે દેશમાં સર્જાયેલી દયનીય સ્થિતિ અંગે મરીનું નામ મગ પણ ન પાડે તો એ પણ સમજી શકાય છે કે તેની પાછળ એકથી વધુ કારણ અને હાલની પરિસ્થિતિમાં પોલિટિકલી કરેક્ટ રહેવાનું પ્રેશર પણ હશે. બાકી ધોની-કોહલી-વિરાટ જેવા હાર્ટથ્રોબ અપીલ કરીને લોકોને ગાઈડ કરી શકે એમ હતાં. હા, હવે અવેરનેસ મેસેજ અને બધું શરૂ થયું છે પણ લીગનો વિરોધ થયો...એ પછી!

લીગની 19મી મેચ ચેન્નાઈ અને બેંગલુરુ વચ્ચે હતી ત્યારે ઇયાન બિશોપ દ્વારા સેફ્ટીનો મેસેજ પહોંચાડી IPLએ માન્યું કે ભારતમાં બધું ઠીક નથી. આમ, જોઈએ તો કંઈપણ ઠીક નથી એ શબ્દો વધારે યોગ્ય છે. 19 મેચ સુધી જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કેમ ન કર્યો? ખેર, BCCI આગળ આવીને જંગી યોગદાન આપી શકે છે. લીગનો 50% નફો દેશના નામે? પણ આવું કરશે? લાગતું નથી.

લીગ રમાઈ છે એ કેટલું વ્યાજબી?
'દેશમાં મોતનો માતમ હોય ત્યારે ક્રિકેટની ઉજવણી ખોટી છે.' 'માતમ વચ્ચે ડિસ્ટ્રેક્ટ કરતું સ્ટેજ છે IPL.' કોઈના માટે આ યોગ્ય છે તો કોઈના માટે નથી. એથિકલી આનો કોઈ સાચો જવાબ પોસિબલ પણ નથી. બંને તરફી દલીલ કલાકો સુધી ચાલી શકે છે. પણ અંતે ક્રિકેટ સાથે સંકળાયેલા લોકો અને ખુદ ક્રિકેટર્સને આવી પરિસ્થિતિમાં રમવું કેટલું અફેક્ટ કરે છે એ મહત્ત્વનું છે. રવિચંદ્રન અશ્વિને જે કર્યું એ એટલું જ પર્ફેક્ટ છે જેટલું બબલમાં રહેનાર ક્રિકેટર્સ કરી રહ્યા છે.

બાકી મારું તો પર્સનલી માનવું છે કે જ્યાં સુધી દેશમાં વેક્સિનેશનનો આંક 70% ન વટે ત્યાં સુધી બહાર નીકળવું હેલ્મેટ વગર પર્થની પિચ પર બ્રેટ લીનો સામનો કરવા જેવું છે. બોલ્ડ થવા કરતાં વધુ ભય માથામાં બોલ વાગ્યા પછી બેભાન થઈને હિટ-વિકેટ થવાનો છે. પોતાના જીવને જોખમમાં મુકવા કરતાં ઘરમાં સેફ રહીને બે ઘડી ક્રિકેટનો આનંદ કેમ ન લઇએ?

દેશનો કેપ્ટન સ્ટ્રેટેજી એક્ઝિક્યુટ કરે, જો...ત્યાં સુધી ક્રિકેટના કેપ્ટનની સ્ટ્રેટેજીનું જ નિરીક્ષણ કરીએ. બાકી કોરોનાની પરિસ્થિતિ વખતે IPL પર આંગળી ચીંધવી એ તો એના જેવી વાત થઈ કે, સાઈડ પિચ પર ટપ્પી પાડેલા વાઇડ બોલ માટે પિચને જવાબદાર ગણાવી.

ધ શો મસ્ટ ગો ઓન.
vayamanan.dipak@dainikbhaskar.com
(લેખક ‘દિવ્ય ભાસ્કર’ એપ સાથે સંકળાયેલા યુવા સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો