રંગત સંગત:રણ ઉત્સવની સફર, જોકરનું મનોવિજ્ઞાન, મેઘાણીની વાર્તા બાળકને સોશિયલ મીડિયાનું મહત્ત્વ સમજાવવાની ટ્રિક અને સાથે ઘણું બધું, આજનું રંગત સંગત આ રહ્યું

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
સંબંધ અને સ્વભાવઃ સ્વભાવની મર્યાદાઓને ઘટાડીને સંબંધો લીલોછમ રહેશે અને સંબંધમાં પ્રીત પણ વધશે

ઘણા લોકો પોતાના નબળા કે મર્યાદાવાળા સ્વભાવ વિશે નફ્ફટ થઈને એ‌‌વું કહેતા હોય છે કે મારો કોઈ વાંક નથી, મારો સ્વભાવ જ એવો છે. જો સ્વભાવ નબળો હોય, પરંતુ જો તેને કારણે કોઈ સંબંધ ઉપર અસર પડતી હોય, એ સ્વભાવને કારણે કોઈને મુશ્કેલી પડતી હોય, કોઈને સહન કરવું પડતું હોય તો જેનો એવો સ્વભાવ હોય તેણે વિચાર કરવો જોઈએ.
***
મારી વાર્તા/
પેલી સ્ત્રી વધુ પૂછવા નજીક આવી તો આ લોકો ચીડાયા... ઊંચા અવાજે શૈલના કાકાએ તો કહી દીધું, 'બેન, અમારે કંઈ નથી જોઈતું. તમે ત્યાં બેસો'

ઘસાયેલો પંજાબી ડ્રેસ પહેરેલી એક છોકરી તે સ્ત્રીની બાજુમાં આવી ઊભી રહી ગઈ. તેણે પાલવનો છેડો સરખો કરતાં કરતાં નજીક આવી અને પૂછ્યું, 'ભાઈને કેવું છે?' કાકીએ તો મોઢું જ ફેરવી લીધું. પરંતુ શૈલની મમ્મીએ ધીમેથી કહ્યું, 'પડી ગયો છે અને વાગ્યું છે.' 'ઓહો! હારુ થઈ જાહે. કંઈ કામ હોય તો કે’જો. મું બો દા’ડાથી આંય જ છવ.' આ લોકોએ તેને પૂછવાની પણ તસ્દી ન લીધી કે તમે કોણ છો અને તમારું કોણ દાખલ થયું છે?
***
એક્સપ્લોર ઇન્ડિયા/
વિશ્વભરમાં પ્રસિદ્ધ ગુજરાતનો પોતીકો શિયાળું ઉત્સવ - રણ ઉત્સવ

આજે દેશભરમાંથી શિયાળાની ઋતુ દરમિયાન રણની મુલાકાત લેવા માટે હજારો માનવોનું મહેરામણ ઉમટે છે અને ખરેખર અહીં ઉત્સવનો માહોલ સર્જાય છે. ધીરે-ધીરે લુપ્ત થઇ રહેલી ગુજરાતી અને કચ્છી સંસ્કૃતિ, અનન્ય હસ્તકળા, મીઠી અને પ્રાદેશિક લોક બોલી, લોકગીતો અને નૃત્યની જમાવટ, ગુજરાતી જમણની જ્યાફત વગેરે એક જ સ્થળે મળે એવો માહોલ એટલે કુદરતની સંગતમાં ઉજવાતો 'રણ ઉત્સવ.'
***
સુખનું સરનામું/
પડકારોને પણ પડકારનારી એક હિંમતવાન નારી

'બેટા, તારે મરવું હોય તો મરજે મને કોઇ વાંધો નથી પણ એક વખત મને મળ. હું તને તારા દીકરાના સોગંદ આપું છું. મને મળવા અત્યારે જ દીકરાને સાથે લઇને મારા ઘરે આવ.' જીવનનો અંત આણવાનું જ નક્કી કર્યું હોય ત્યાં દીકરાના સોગંદ પાળે કે ન પાળે શું ફેર પડે? પણ ખબર નહીં ડોક્ટરની વાતથી એકવખત એમને મળી લેવાની ઇચ્છા થઇ.
***
ઈતિહાસ ગવાહ હૈ/
ભારતમાં વિલીન રજવાડાંના રાજવીઓ સાથે સાલિયાણાં મુદ્દે વચનભંગ

1969માં કોંગ્રેસી વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીનાં પ્રગતિશીલ પગલાં અને સ્વતંત્ર પક્ષના મંચ પર પ્રભાવ પાડનારા રાજવીઓના પડકારને પહોંચી વળવા માટે બેંકોના રાષ્ટ્રીયકરણ તથા રાજવીઓનાં સાલિયાણાં બંધ કરવાનો નિર્ણય થયો. સરદારના વચનને ઇન્દિરાજીએ ઉથાપ્યું. એક ઝાટકે 400 પૂર્વ રાજવીઓનાં સાલિયાણાં બંધ થયાં. રાજમહેલની શાહી જીવનશૈલી અકબંધ રાખનારા ભીંસ અનુભવતા રહ્યા
***
મનન કી બાત/
જોકરઃ મનુષ્યની ડર અને સમાજની નગ્નતાઓને એક્સપોઝ કરીને આનંદ માણતું પાત્ર

એક દિવસ અચાનક હીથ લેજરનું શબ મળ્યું અને મૃત્યુનું કારણ ડ્રગ ઓવરડોઝ બહાર આવ્યું. હીથ લેજર પાત્રમાં એટલા ઘૂસી ગયા હતા કે એ ક્યાંક વાસ્તવિકતાની ભાન ગુમાવી બેસ્યા હતા. પરંતુ પિક્ચર રિલીઝ થયું અને હીથ લેજરના કામે બધાને મંત્રમુગ્ધ કરી દીધા. એમનું કામ એટલું સારું હતું કે એમને ઓસ્કર જેવો બેસ્ટ એક્ટર પુરસ્કાર મળ્યો
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
બાળકને સોશિયલ મીડિયાથી દૂર રાખવાં એ કોઈ ઉકેલ નહીં, પ્રાઇવસી અને સીમારેખાની મહત્તા સમજાવવી પણ જરૂરી

આપણે માનવ ઉત્ક્રાંતિની એવી ક્ષણમાં છીએ જ્યાં આપણી ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે, આપણને ટ્રેક કરવામાં આવી રહ્યા છે, આપણને રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે અને આપણું વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે. આપણને જરાય કલ્પના નથી કે આપણા ઉપર કોણ નજર રાખી રહ્યું છે અને કઈ ચાલાકીથી મેનિપ્યુલેટ કરવામાં આવી રહ્યા છે
***
ડિજિટલ ડિબેટ/
ભરતી પરીક્ષાનું પેપર ફૂટી જવા છતાં ચેરમેનનું રાજીનામું કેમ નહીં?

હેડ ક્લાર્કની માત્ર 186 જગ્યાની ભરતી હતી. પરંતુ 2,41,400 ફોર્મ્સ ભરાયા હતાં. જો કે, પરીક્ષા આપવા માટે માત્ર 88,000 જેટલા ઉમેદવારો જ આવ્યા. આસિત વોરા ફરીથી મંડળના ચેરમેન બન્યા છે ત્યારે કદાચ પેપર જ ફૂટી જશે. વાત સાચી પડી અને મંડળનું વધુ એક પેપર કૌભાંડ ગાજવા લાગ્યું પણ સવાલ એ છે કે નૈતિક ધોરણે પણ આસિત વોરા કેમ રાજીનામું આપી રહ્યા નથી?
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘ઓઢો ખુમાણ’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

આ રવિવારે ‘દિવ્ય ભાસ્કર’ એપના ડાયરે માણીએ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વધુ એક ખમતીધર વાર્તા ‘ઓઢો ખુમાણ’. લ્યો ત્યારે, થાવા દ્યો...