તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રંગત-સંગત:ઇતિહાસ, ટેક્નોલોજી, પેરેન્ટિંગ, વેદવાણી, ટ્રાવેલ, અને વાંચનનો બીજો ઘણો બધો ખજાનો, રવિવારનું ‘રંગત-સંગત’ વાંચો અહીં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક્સપ્લોર ઇન્ડિયા/

સદેહે સ્વર્ગની સફર એટલે ચંદ્રશિલા...અહીં તન અને મન આધ્યાત્મ સાથે આપોઆપ જોડાઈ જશે!!
ક્યારેક ભાગતી જિંદગીમાં બ્રેક લેવો હોય, જીવનની દરેક ક્ષણોને બસ જીવી જ લેવી હોય, મોનોટોનસ ટ્રાવેલ પ્લાન્સથી અલગ જ કંઈક કરવું હોય તો ઉત્તરાખંડનું ગઢવાલ આંખ બંધ કરીને ક્યારેય પણ પસંદ કરી શકાય.

***
મનન કી બાત/

શું તમને જીવનના એક કપરા દિવસના ફ્લેશબેક આવ્યા કરે છે?
જીવન હલાવી દેનાર ઘટના જયારે ઘટે તો એ થોડા સમય સુધી વ્યાજબીપણે આપણને હલાવી મૂકે છે. પરંતુ જો તેની અસર એક મહિના પછી પણ રહે અને એ પણ પ્રબળ માત્રામાં તો સાઇકોલોજિસ્ટને બતાવી સારવાર કરાવવી ખૂબ જરૂરી બને છે.
***
નેટસ્કેપ/

મેઇલબોક્સમાં આવતા ન્યૂઝલેટર્સને ડાયવર્ટ કરો Stoop Mailbox પર અને ફોન કેમેરા વડે કોઈપણ ડોક્યુમેન્ટને સ્કેન કરો Scannableની મદદથી...બિલકુલ ફ્રી!!
Stoop Mailbox આ એક પ્રકારનું ઈ-મેઇલ આઈડી જ છે. આ એપમાં તમે તમારા વર્તમાન જી-મેઇલ, યાહૂ કે અન્ય ઈ-મેઇલની મદદથી અકાઉન્ટ બનાવી શકો છો.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/

‘આદર્શ માં’ એટલે વ્યક્તિત્વ અને સ્વપ્ન વિરક્ત નહીં! પોતાના માટે સમય કાઢવો એ જાત પ્રત્યે તમારી પહેલી ફરજ!!
આજના મોડર્ન યુગમાં પણ ભલે માં પાર્ટ-ટાઈમ કે ફુલ-ટાઈમ કામ કરતી હોય તો પણ ઘરનું ધ્યાન રાખવાની જવાબદારી તો તેની જ રહે છે અને ઘર ચલાવવું એ સ્ટાર્ટ-અપ કે ઉદ્યોગ ચલાવવા જેટલું જ અઘરું છે!
***
વેદવાણી/

મૃત્યુંજય મંત્રઃ તનથી નરવા અને મનથી હળવા થવાની જડીબુટ્ટી!!
માણસનો સૌથી મોટો ભય મૃત્યુનો છે. તેને જીતવાની જડીબુટ્ટી એટલે વેદનો મૃત્યુંજય મંત્ર! ગીતાબોધ 'નૈનં છિંદન્તિ શસ્ત્રાણિ'ને અનુભવવાનું યંત્ર એટલે મૃત્યુંજય મંત્ર. જે જન્મે તેનું મૃત્યુ ચોક્કસ છે.
***
સૌરાષ્ટ્રની રસધાર/

ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘મૂળુ મેર’ સાંભળો ઓડિયો-વીડિયો સ્વરૂપે
ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.
***
(આવરણ તસવીરઃ ચંદ્રશિલા, ઉત્તરાખંડ, તસવીરકારઃ કૌશિક ઘેલાણી)