• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • A Chance To Walk Home Paradise And Deal With The Bad Experiences Of Life As Well As Tricks To Become A Child's Friend ... Read Daily Articles In One Click

રંગત-સંગત:ઘેરબેઠાં સ્વર્ગની સેર કરવાની તક અને સાથે જીવનના ખરાબ અનુભવો સાથે ડીલ કરવાની રીતે તેમજ બાળકના મિત્ર બનવાની ટ્રિક્સ...નિતનવા લેખો વાંચો એક જ ક્લિકમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક્સપ્લોર ઇન્ડિયા/
હિમાલયનાં ખોળે વસેલું સ્વર્ગ એટલે બાલટી ગામ તુરતુક - ઝરણાંઓ, વાદળો અને નદીઓનો અનેરો સંગમ

હિમાલયમાં છેક છેવાડે આવેલું નાનકડું ગામડું તુરતુક છે જે સ્વર્ગની ઝાંખી કરાવે છે. રાજકીય અને ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવતું આ સ્થળ કુદરતની કરામતનું સુંદર ઉદાહરણ છે. ચારે દિશામાં નજર કરો તો બસ એમ જ લાગે જાણે કોઈ HD ફોટોગ્રાફ્સ જોઈ રહ્યા છીએ...
***
ઈતિહાસ ગવાહ હૈ/
સરદાર પટેલની હત્યાના ગોડસેવાદીઓના મનસૂબા

નથુરામ ગોડસે થકી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરાઈ અને એ જ ટોળકી સરદાર પટેલને મોતને ઘાટ ઉતારવા માગતી હતી. સરદાર પટેલ જ નહીં, પંડિત જવાહરલાલ નેહરુની હત્યા કરવાનું પણ ગાંધીની હત્યા પાછળની ટોળકીની મંછા હતી.
***
મનન કી બાત/
શું તમે તમારા જીવનના ખરાબ અનુભવોથી દૂર ભાગો છો?

અનુભવને દબાવી દેવાથી અને તેને ભૂલવાની કોશિશ કરવાથી એ અનુભવ ખાલી કોન્શિયસ માઈન્ડમાંથી જ જાય છે. આપણી અર્ધ્ચેતનામાં તો રહે છે જે બીજી દૂષિત રીતે બહાર આવે છે જેમ કે, બીજા લોકો પર ગુસ્સો કરવો અથવા ગુસ્સાવાળી પ્રકૃતિનું નિર્માણ થવું.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
બાળક સાથે મૈત્રીભર્યું રહેવામાં અને બાળકના મિત્ર બનવામાં મોટો ફરક...વાત કહેવા માટે બળજબરાઈ કરવાને બદલે સ્વતંત્રતા આપો

વાલી ઉપર પોતાના બાળકના મિત્ર થવાનું ખૂબ પ્રેશર રહેલું છે પણ મૈત્રીભર્યું રહેવામાં અને બાળકના મિત્ર બનવામાં ઘણો ફેર છે! બાળકને વાલીની જરૂરિયાત છે અને મિત્રોની પણ જરૂરિયાત છે. બાળકને જ્યારે પણ ભાવનાત્મક માર્ગદર્શનની જરૂરિયાત ઉપજે ત્યારે વાલીની હાજરી હોવી જોઇએ.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘ભીમોરાની લડાઈ’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘ભીમોરાની લડાઈ’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.
(આવરણ તસવીરઃ બાલટી ગામ, હિમાલય, તસવીરકારઃ કૌશિક ઘેલાણી)

અન્ય સમાચારો પણ છે...