મેનેજમેન્ટ ફંડા:તમારા આજના કાર્યો બાળકોની આવતીકાલ બનાવશે

14 દિવસ પહેલાલેખક: એન. રઘુરામન
  • કૉપી લિંક
  • ફંડા એ છે કે, તમારા બાળકોને બચાવવાનો દરેક શક્ય પ્રયાસ કરો. બાળ દિવસની આ જ સાચી ઉજવણી હશે.

એકવીસમી સદી ભારતની શહેરી સદી બનશે. ઈતિહાસમાં પ્રથમ વખત શહેરો અને ઉપનગરોમાં સૌથી વધુ લોકો રહેતા હશે. ભારતમાં 1991માં 10 લાખથી વધુ વસતી ધરાવતા 10 શહેર હતા. એક દાયકા પછી તે 35 થયા. 2011માં આ આંકડો 60ને પાર થયો. 2021માં આધિકારીક આંકડા નથી, પરંતુ વિશેષજ્ઞોને લાગે છે કે, સંખ્યા 100ને પાર થઈ ગઈ હશે. દુનિયાના 30 સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં ભારતના 10 છે. તેનો અર્થ એવો છે કે, માત્ર મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ જેવા મેટ્રો શહેરોમાં જ બિઝનેસમાં વધારો થયો નથી, પરંતુ નાના અને મધ્યમ આકારના શહેરોમાં પણ થઈ રહ્યો છે. આ વાત સૌ જાણે છે અને એટલે જ ગરીબો રોજગારની શોધમાં શહેરમાં આવી રહ્યા છે.

આ શનિવારે કામના સંદર્ભે હું ટિયર-2 શહેર ભોપાલના સૌથી વ્યસ્ત બજાર એમપી નગરમાંથી અનેક વખત પસાર થયો. દરેક વખતે મેં એક 10 વર્ષની બાળકીને પ્લાસ્ટિકની બોટલોને એકઠી કરવામાં પિતાની મદદ કરતા જોઈએ. તેના હાથમાં એક ગલુડિયું પણ હતું. બીજી વખત જોયું તો બાળકી ફૂટપાથના ઝાડની આજુબાજુમાં બનેલા આરસના ચબુતરા પર બેસીને ગલુડિયાને રોટલી ખવડાવતી હતી. હકીકતમાં આ પરિવાર કામની શોધમાં અહીં આવ્યો હતો. બાળકી ગામની સરકારી સ્કૂલમાં ભણતી હતી.

એ રાત્રે હું જ્યારે મુંબઈ પાછો ફર્યો તો મને દસમા ધોરણના વિદ્યાર્થી વિશાલ જૈન (16) અંગે ખબર પડી, જે ગણિતમાં સારો છે. પોતાના શિક્ષણના મહત્ત્વના આ વર્ષમાં વિશાલને પોતાની ગણિતની ક્ષમતાનો ઉપયોગ પિતાની ભંગારની દુકાન પર કરવો પડે છે. તેનાથી બે વર્ષ નાનો, અભિષેક તાયાડે પોતાની ભાષાની કુશળતાનો ઉપયોગ માતા સાથે મુંબઈના દાદર બજારમાં શાકભાજી વેચવામાં કરી રહ્યો છે. આ બાળકોમાં એક વસ્તુ સમાન હતી. બંને છેલ્લા 18 મહિનાથી સ્કૂલે ગયા નથી, ના ઓનલાઈન કે ના ઓફલાઈન. બંને એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવીમાં રહે છે. આ એજ સ્થાન છે, જેની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોવિડના નિયંત્રણ માટે પ્રશંસા કરી હતી, જે ‘ધારાવી મોડલ’ નામથી પ્રખ્યાત થયું હતું. લગભગ 2.5 ચોરસ કિમી ફેલાયેલા, 4.5 લાખ વસતી ધરાવતી આ ઝુંપડપટ્ટીમાં 50 ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે.

જોકે, વિશાલ અને અભિષેક જેવા વિદ્યાર્થીઓનું જીવન બદલાયું નથી, જે એ નીચલી આવક વર્કના વિદ્યાર્થીઓમાં સામેલ છે જે હજુ સુધી સ્કૂલે જઈ શક્યા નથી અને પરિવારની આવક વધારવામાં મદદ કરી રહ્યા છે. તેમણે જ્યારે સ્કૂલમાં હોવું જોઈએ, ત્યારે તેઓ કામ કરી રહ્યા છે. જોકે, એ સારું છે કે, તેઓ પોતાના માતા-પિતાની સાથે છે અને ઝડપથી પૈસા કમાવાના આકર્ષણમાં કોઈ ગોરખધંધા કે અપરાધી પ્રવૃત્તિમાં ફસાયા નથી. નહિંતર જાન્યુઆરી પછી બાળ અપરાધોની સંખ્યા ઘણી ચકિત કરનારી છે. શૈક્ષણિક કેન્દ્ર અને મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની મનાતા પુનાના જ આંકડા જુઓ. અહીં ગયા વર્ષે બાળ અપરાધોની સંખ્યા 200 હતી અને 2021 (છેલ્લા 11 મહિના)માં તેમની સંખ્યા 360 થઈ ગઈ છે. એ વાતનો ઈનકાર કરી શકાય નહીં કે મહામારીના કપરા દિવસોની આપણા બાળકો પર ખરાબ અસર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...