તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવન પથ:વિચારોમાં પુખ્તતા જરૂરી છે

18 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

મનુષ્યના આંસુ અને સ્મિત વચ્ચે જો ઝઘડો થઈ જાય તો જીવનમાં કલહ જરૂર આવશે. જોકે, આ બંને બાબતો વ્યક્તિત્વમાં પરિપક્વતા લાવે છે. આપણે ત્યાં ઋષિ-મુનિ કહેતા હતા કે, મનુષ્યના જ્યારે લગ્ન થાય તો શરીર યુવાન હોવું જોઈએ, પરંતુ તેના વિચારો પુખ્ત હોવા જોઈએ. અહીં પુખ્તતાનો અર્થ છે પરિપક્વ. પુખ્ત લોકો અંગે કહેવાય છે કે, તેઓ પોતાના અનુભવોના આધારે બાબતોને એવી રીતે જ જુએ છે, જેવી હોય છે. આ વાત અંગત જીવન પર પણ લાગુ થાય છે. એટલે લગ્ન પુખ્ત માનસિકતા સાથે કરવા જોઈએ. જીવનસાથીને જ્યારે સ્વીકારો છો અને જો તેને યુવાન શરીરની દૃષ્ટિએ જોવાનું શરૂ કરશો તો થોડા જ દિવસમાં શરીરનો ભોગ પૂરો થશે અને વિવાદ શરૂ થઈ જશે. જો લગ્નના સમયે વિચાર પરિપક્વ છે તો ‘જેવો પણ છે, હવે મારો જીવનસાથી છે’ એવો વિચાર અંદરથી જાગશે. પતિ-પત્નીમાં મતભેદ પેદા થવા સ્વાભાવિક છે. સારા-સારા ભણેલા લોકો, સમજદાર દંપતી વચ્ચે પણ ઝઘડો થતો રહે છે. અહીં વિચારોની પુખ્તતા કામ લાગે છે. જો કોઈ મોટો ચરિત્ર દોષ એક-બીજામાં ન મળે તો સ્વભાવ આધારિત નબળાઈને કારણે આ સંબંધ બગાડી લેવો કે તોડી નાખવો જરા પણ સમજદારી કહેવાશે નહીં. જીવનસાથીની અંદરની નબળાઈ અને સદગુણ બંનેનો પુખ્તતા સાથે સ્વીકાર કરો.

અન્ય સમાચારો પણ છે...