પરદે કે પીછે:મુરઝાયેલા રજનીગંધાની સુગંધ યથાવત્ રહે

14 દિવસ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

સમાજમાં મધ્યમ આવક વર્ગના સંઘર્ષ અને દુ:ખ-તકલીફને અભિવ્યક્ત કરવા માટે સાહિત્યના ક્ષેત્રમાં નવી વાર્તાઓના આંદોલનની શરૂઆત થઈ હતી. મોહન રાકેશ, રાજેન્દ્ર યાદવ અને મન્નુ ભંડારી આ આંદોલનના અગ્રણી લેખક રહ્યા છે. મન્નુની સ્ટોરી ‘યહી સચ હૈ’ પર આધારિત સફળ ફિલ્મ બાસુ ચેટર્જીએ ‘રજનીગંધા’ નામથી બનાવી હતી. તેમની નવલકથા ‘આપકા બંટી’ પર આધારિત ફિલ્મ ‘સમય કી ધારા’ની પણ પ્રશંસા થઈ છે, પરંતુ મન્નુએ પોતાની વાર્તામાં ફેરફાર કરવા માટે અદાલતમાં કેસ કર્યો હતો. તેમની રજના ‘મહાભોજ’ પણ અત્યંત ચર્ચિત રહી છે. આ કથામાં બિસેસર નામના પાત્રના મૃત્યુને કેટલાક લોકોએ હત્યા ગણી હતી. પોલીસની તપાસમાં થયેલા ગોટાળા પર આકરો વ્યંગ્ય કરાયો છે.

શરતચંદ્રની એક નવલકથાની ફિલ્મ પટકથા મન્નુ ભંડારીએ લખી છે. ફિલ્મનું નામ ‘સ્વામી’ રખાયું, જેમાં શબાના આઝમી અને ગીરિશ કર્નાર્ડે અભિનય કર્યો હતો. ટીવી પર પ્રસારણ માટે મન્નુ ભંડારીએ પટકથાઓ લખી છે. આ રચનાઓનાં નામ છે ‘અકેલી’, ‘ત્રિશંકુ’, ‘રાની માં કા ચબુતરા’, ‘કીલ ઔર કસક’, ‘રજની’ અને ‘દર્પણ’. તેમણે એવો ભ્રમ પણ તોડ્યો હતો કે પટકથાઓ માત્ર અંગ્રેજીમાં જ લખી શકાય છે. મન્નુ ભંડારી અને રાજેન્દ્ર જાદવના અલગ થયા પછી પણ તેઓ એક-બીજાને મળતા રહ્યા છે. આ વાતથી યાદ આવે છે કે, રણધીર કપૂર અને બબીતી વચ્ચે પણ છૂટાછેડા થયા નથી, પરંતુ દાયકાઓથી અલગ-અલગ રહેતા હોવા છતાં હંમેશા બપોરનું ભોજન તેઓ સાથે જ કરે છે. સંબંધ આ પ્રકારે પણ નિભાવી શકાય છે. મન્નુ ભંડારીએ પોતાની આત્મકથા ‘એક કહાની યહ ભી’ના નામ સાથે લખી હતું, પરંતુ તેઓ વારંવાર એવું કહેતાં રહ્યાં કે, આ આત્મકથા નથી પરંતુ મધ્યમ વર્ગના વિરોધાભાસ અને વિસંગતિઓનું વર્ણન છે. મન્નુએ પત્ની, માતા અને પુત્રીની જવાબદારી નિભાવી છે. હંમેશાં નારી વિવિધ જવાબદારીઓ નિભાવે છે. તેની સાડીના પલ્લુમાં અસંખ્ય ચાવીઓ હોય છે, પરંતુ તે પોતાના જીવનના કબાટની ચાવી શોધી શકતી નથી.

મન્નુ ભંડારીનો જન્મ મંદસોરમાં થયો હતો. મન્નુ ભંડારીની કેટલીક રચનાઓમાં પ્રસ્તુત કરાયું છે કે, એક પાત્ર પોતાના ભૂતકાળના નિષ્ફળ પ્રેમની વાત છુપાવીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લે છે, પરંતુ સત્ય જાહેર થઈ જાય છે. જાણે કે સંબંધો રેશમ કરતાં પણ નાજુક હોય છે અને કાચની જેમ તુટી જાય છે. તુટેલા કાચની એકાદ કરચ પણ આંખમાં ખૂંચી જાય તો આંસુ વહાવતાં પણ તે બહાર નીકળી શકતી નથી. આ પ્રકારની દુવિધાને શૈલેન્દ્રએ અસરકારક રીતે પ્રસ્તુત કરી છે, ‘જો બીત ગયા વહ સપના થા, જે સચ હૈ સામને આયા હૈ, યહ ધરતી હૈ ઈન્સાનો કી, કુછ ઔર નહીં ઈન્સાન હૈં હમ..’. ક્ષમાશીલ સહિષ્ણુ વ્યક્તિનું જીવન સરળ હોતું નથી. ઘાયલ છાતી લઈને પોતાની નજરને મસ્ત રાખવી બહુ અઘરું કામ છે. મન્નુ ભંડારી આખું જીવન ખુદને જ શોધતાં રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...