પરદે કે પીછે:ખુશીની શોધ અને માનવ સ્વભાવની સમસ્યાઓ

14 દિવસ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

ઉલ્લેખનીય છે કે, ડિપ્રેશનથી પીડિત વ્યક્તિને નિરોગી કરવાના પ્રયોગ સફળ થઈ રહ્યા છે. જેમકે, હૃદયમાં લોહીનું દબાણ જાળવી રાખવા માટે પેસમેકર યંત્ર લગાવાય છે અને આ જ રીતે શરીરની જરૂરિયાત મુજબ ડાયાબિટિસને નિયંત્રણમાં રાખવા ઉચિત પ્રમાણમાં ઈન્સ્યુલિન આપવામાં આવે છે. એવી જ રીતે શસ્ત્રક્રિયા દ્વારા એક ઈમ્પ્લાન્ડ લગાવવાથી ડિપ્રેશન ઘટાડી શકાય છે. ડૉક્ટર કેથરીન સ્કેન ગોસ અને સાથીદારોએ એ શક્ય કરી બતાવ્યું છે. જાણે કે મશીન દ્વારા મનુષ્યનું ડિપ્રેશન ઘટાડી શકાય છે. વિજ્ઞાન દરેક ક્ષેત્રમાં પ્રવેશી રહ્યું છે. કારણ વગર જ આવેલી ઉદાસીમાંથી પણ હવે છૂટકારો શક્ય છે.લાંબા સમય પહેલા એક લાયક મનુષ્ય હંમેશા ચિંતાગ્રસ્ત રહેતો હતો. આ ચિંતાના કારણે શિયાળાની ઋતુમાં પણ તે પરસેવે રેબઝેબ થઈ જતો હતો. ઉલ્લેખનીય છે કે, મગજની એક બાજુમાં ચિંતા પેદા કરનારા સેલ્સ હોય છે. સર્જને શસ્ત્રક્રિયા કરીને ચિંતા કરવાના સેલ્સ દૂર કરી દીધા હતા. શસ્ત્રક્રિયા પછી એ વ્યક્તિ જે એક સમયે ચાર્ટર્ડ એકાઉન્ટનટ હતો, હવે માત્ર ખાય-પીવે છે, પરંતુ કોઈ પણ પ્રકારનો વિચાર કરી શકતો નથી. જે કંપનીમાં તે અધિકારી હતો તે હવે ઓફિસમાં પટાવાળો બની ગયો છે. તેના ભાઈએ કોર્ટમાં કેસ દાખલ કર્યો કે પ્રીફન્ટલ શસ્ત્રક્રિયા દ્વારા તેના ભાઈની ઈશ્વરીય બનાવટમાં હસ્તક્ષેપ કરાયો છે. આથી, તેને વળતર આપવામાં આવે. આ અદાલતી કેસ પછી પ્રીફન્ટલ લોબેક્ટમી ગેરકાયદે જાહેર કરાઈ હતી.રણધીર કપૂર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધરમ-કરમ’ ઉપરવાળાની ડિઝાઈન બદલવાના પ્રયાસ પર આધારિત હતી. ફિલ્મમાં એક હોસ્પિટલમાં બાળકોના જન્મના સમયે એક વ્યવસાયી અપરાધીએ પોતાના બાળકના સ્થાને સંગીતકારના બાળકને મુકી દીધો અને સંગીતકારનો નવજાત શિશુ પોતાના સાથીઓને એવી સુચના સાથે સોંપ્યો કે, તેને અપરાધી બનાવવામાં આવે. ઘટનાક્રમ એવો ચાલે છે કે, અપરાધીઓની વસતીમાં ઉછરનારો બાળક મોટો થઈને સંગીતની ધુનો બનાવવા લાગે છે અને સંગીતકારના ઘરે ઉછરનારો બાળક મોટો થઈને અપરાધી બની જાય છે. હકીકતમાં ‘ધરમ-કરમ’ રાજ કપૂરે બનાવેલી યાદગાર ફિલ્મ ‘આવારા’થી વિરુદ્ધ જાય છે. ‘આવારા’માં પ્રસ્તુત કરાયું હતું કે, પાલન-પોષણ અને આજુબાજુનું સામાજિક વાતાવરણ જ વ્યક્તિત્વનું નિર્માણ કરે છે.લોકપ્રિય નવલકથા ‘અલકેમિસ્ટ’માં ખુશીની શોધમાં આખી દુનિયામાં ભટકનારો વ્યક્તિ અંતમાં પોતાના જ ઘરમાં ખુશી મેળવે છે. મનુષ્ય એ હરણની જેમ પોતાની જ નાભિમાંથી આવતી સુગંધની શોધમાં કોણ જાણે ક્યાં-ક્યાં દોડે છે. એ જ રીતે નિરાશાથી ઘેરાયેલો વ્યક્તિ પણ આજીવન અહીં-તહીં ભટકતો રહે છે. જે વ્યક્તિના અંદર વસેલો છે, તેની શોધમાં બહાર શોધવાનો કોઈ અર્થ નથી. ઠેર-ઠેર ખુશીની શોધ માટે ભટકનારા લોકો પોતાની ક્લબ બનાવી લે છે. ચિંતામુક્ત ભાવના વિહીન વ્યક્તિ ભલે ઉત્પાદિત ખુશીમાં ડૂબેલો રહે, પરંતુ સાહિત્ય સર્જન કરનારા માટે ચિંતાજનક હોવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...