તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેનેજમેન્ટ ફંડા:2021માં સ્ટેટસ બતાવવાનો ખેલ બદલાઈ ચૂક્યો છે

એન. રઘુરામન24 દિવસ પહેલા
  • કૉપી લિંક

એવી કોઈ વ્યક્તિ હોઈ શકે ખરો, જેને પોતાનું સ્ટેટસ બતાવવાની ઈચ્છા થતી ન હોય? જો તમે કે હું કંઈક ખરીદીએ છીએ, તો સામાન્ય રીતે સેલ્ફી દ્વારા સોશિયલ સાઈટ પર તેનું પ્રદર્શન કરીએ છીએ અને પછી કેટલાક મિત્રો તથા સગા-સંબંધીઓને બતાવીએ છીએ. આપણા માટે ભલે નવા કપડા સ્ટેટસ સિમ્બોલ હોય, પરંતુ ધનિકો માટે હવે તે સ્ટેટસ બતાવવાનું સાધન રહ્યા નથી, કેમકે તે સસ્તા થઈ ગયા છે. હવે ફેશન તેમના માટે મહત્ત્વાકાંક્ષી વસ્તુ રહી નથી. છેલ્લા 18 મહિનામાં વૈશ્વિક આપત્તિ, કોવિડ અને જળવાયુ પરિવર્તને આવી જ બીજી વસ્તુઓની કિંમત વધારી દીધી છે, જેમકે, સ્વચ્છ અને તાજી હવાની ઉપલબ્ધતા, ફાર્મ હાઉસમાં ઉજવણી, બોટ હાઉસ કે બીચ હટ (ઝુંપડી) ખરીદવી, ગામડામાં બીજું એક ઘર લેવું અને મહત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવું.એટલે જ કદાચ ધનવાન લોકો પોતાની સંપત્તિ છુપાવી રહ્યા છે, જેથી કરકસર અને સંયમના સમયમાં કોઈનો ગુસ્સો ભડકે નહીં અને જેમની સાથે પ્રતિષ્ઠાનો જંગ છે તેની સામે તેઓ દેખાડો કરી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો ધનવાન લોકોમાં 2020-21માં સ્ટેટસનો ખેલ બદલાઈ ગયો છે. આ રહ્યા કેટલાક ઉદાહરણ.‘ટ્રી બ્રોકર’ વ્યવસાયમાં મોટો કૂદકો આવ્યો છે. તમે સાચું વાંચ્યું છે. ટ્રી બ્રોકર! ધનવાન લોકો ધરતી પરના વૃક્ષોથી ખુશ નથી, પરંતુ તેમને પોતાના બગીચામાં બીજા વધુ વૃક્ષો જોઈએ છે. વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર ‘ટ્રી બ્રોકર’ વિશાળ પરિપક્વ વૃક્ષ આયાત કરવામાં મદદ કરી રહ્યા છે, જેની કિંમત રૂ.2,50,000 ડોલર સુધીની છે. તાજેતરમાં જ બાસ્કેટબોલ આઈકન માઈકલ જોર્ડન મિઆમીમાં હરાજીમાં સામેલ થયા હતા, જેમાં 45 ફૂટ ઊંચા કેનોપીડ ઓક વૃક્ષની બોલીમાં તેમનો હરીફ એક ટ્રી બ્રોકર હતો, જેણે આ હરાજી જીતી હતી. લોસ એન્જેલિસના એક પ્રોપર્ટી ડેવલપરે 150 વર્ષ જૂના ઓલિવ વૃક્ષને ઈટાલીના ટસકરીમાંથી આયાત કરવા માટે 40 હજાર ડોલરનો ખર્ચ કર્યો હતો.બીજી મોટી બાબત છે, પ્રાણી, જેને સજાવીને ઈન્સ્ટાગ્રામ પર તસવીર નાખી શકાય છે. આ કોઈ મનપસંદ કુતરાની બ્રીડ લાવવા સુધી મર્યાદિત નથી. હવે પ્રતિષ્ઠા એવા કુતરામાં છે, જેણે વીગન (શાકાહારી) જીવનશૈલી પસંદ કરી છે. ધનિકો વીગન ભોજનનો આનંદ લેતા પાલતુ પ્રાણીના ફોટો પોસ્ટ કરી રહ્યા છે. વિશ્વાસ ન હોય તો ગૂગલ પર જઈને યુકેના રેસિંગ ડ્રાઈવર લુઈસ હેમિલલ્ટન અને તેના કુતરા રેસ્કોને જોઈ શકો છો.મારા એક મિત્ર છે, જેમણે મુંબઈની નજીક કરજત ખાતેના પોતાના ફાર્મ હાઉસ માટે ત્રણ ડઝન ખિસકોલી ખરીદી છે. તેઓ પોતાના હાઈ-પ્રોફાઈલ મિત્રોને ત્યાં આમંત્રિત કરીને ખિસકોલીઓ સાથે રમવા દે છે અને મિત્રો તેમની સાથેની સેલ્ફી પોસ્ટ કરે છે. વિદેશીઓને પોતાના ફાર્મ હાઉસમાં બીવર (ઉદબિલાવ) રાખવાનું ગમે છે. સાથે જ ધનિકોના ફાર્મહાઉસમાં લક્ઝરી આરોગ્ય ગતિવિધિઓ, એક્સક્લુસિવ પારંપરિક હાથવડે બનાવેલું ભોજન રાંધવાની સુવિધાઓ અને બીજી અનેક સુવિધાઓ પણ છે. બીજી મોટી બાબત છે જેન્ટલમેન ખેડૂત બનવું. અમેરિકન મોડલ બેલા અને ગિગી હદીદે પેનસિલ્વેનિયામાં પોતાની માતા યોલાન્ડાના ફાર્મમાં લાૅકડાઉન પસાર કર્યું, જ્યાં વનસ્પતિ બગીચો છે, જેમાં યોલાન્ડા જિન, ચીઝ અને ચટણી સહિત અન્ય પારંપરિક વસ્તુઓ બનાવે છે. સેરેના વિલિયમ્સે પણ ‘એગ-ટેક’માં રોકાણ કર્યું છે, જ્યાં તેની કંપની માંસના વૃક્ષો પર આધારિત વિકલ્પ બનાવે છે.ફાર્મહાઉસમાં ફરતી ઈલેક્ટ્રિક કાર પણ નવું સ્ટેટસ સિમ્બોલ છે. જુની કાટ ખાતી કારોમાં ઈલેક્ટ્રિક એન્જિન ફીટ કરીને નવો રંગ કરવાનું પણ હવે ચલણમાં છે, જેનાથી ઈકો-ફ્રેન્ડલી હોવાનો અહેસાસ થાય છે.ફંડા એ છે કે, 2021માં સ્ટેટસ બતાવવા માટે ધનિકો વચ્ચે નવો અવતાર આવ્યો છે. તમે પણ સ્ટેટસ સિમ્બોલ બતાવતી કેટલીક બાબતોમાં પરિવર્તન લાવીને આધુનિક સ્ટેટસ મેળવી શકો છો.

અન્ય સમાચારો પણ છે...