મેનેજમેન્ટ ફંડા:‘બાય નથિંગ’ અભિયાન ધરતીનો કચરો ઘટાડી શકે

13 દિવસ પહેલાલેખક: એન. રઘુરામન
  • કૉપી લિંક
  • ફંડા એ છે કે > પોતાનું ‘બાય નથિંગ’ ગ્રૂપ બનાવો અને જરૂર કરતા વધુની વસ્તુને રિસાઈકલ કરવામાં મદદ કરો. પૃથ્વી માતા તમને આશીર્વાદ આપશે, કેમકે તમે તેના પર કંઈ પણ ફેંકી દેવાતું અટકાવી રહ્યા છો.

કટોકટીની સ્થિતિમાં જ્યારે બધું જ બંધ હોય, પડોશીઓ દ્વારા ખાંડ, દૂધ, ધાણા અને મીઠો લીમડો માગવો સામાન્ય બાબત છે. પરંતુ કોઈ જ્યારે ડાઈપર માગે તો શું કહેશો? 2020માં એક દિવસનું પ્રથમ લૉકડાઉન હતી, એ દિવસે અમારા વિસ્તારમાં રહેતી એક યુવાન ડૉક્ટરના 8 મહિનાના બાળકનું પેટ ખરાબ હતું. તેની પાસે દવાઓ હતી અને ઈલાજની પણ ખબર હતી, પરંતુ ડાઈપર્સ સમાપ્ત થઈ ગયા હતા. તેણે આ જરૂરિયાત અંગે ગ્રુપમાં પોસ્ટ કર્યું અને મેં ડાઈપર પહોંચાડી દીધા. અમે ડાઈપર રાખીએ છીએ, કેમકે અમારે ત્યાં ફીમેલ ડોગના મેન્સ્ટ્રુએશનમાં કામ આવે છે. અમે આ ઘટનાક્રમ ભૂલી ચૂક્યા હતા, પરંતુ મારી એક ગર્ભવતી કાકાની દીકરી બહેન વાઈરસના ગંભીર જોખમને કારણે પ્રસૂતિ માટે દાઈ સાથે ન્યૂયોર્કથી ન્યૂ હેવન ગઈ તો આ યાદ આવ્યું. ઉતાવળમાં તે પ્રસૂતિના પહેલા અને પછી જરૂરી સામાન ભૂલી ગઈ. તેની પ્રસૂતિ નજીક હતી અને એ શહેરમાં તે કોઈને જાણતી ન હતી. તેનો પતિ પાછો ન્યૂયોર્ક જવાનો જ હતો કે કોઈએ સલાહ આપી કે ફેસબુકના ગ્રૂપ ‘બાય નથિંગ’ (કંઈ ખરીદો નહીં) પર પોસ્ટ કરીને જુએ. પોસ્ટને ગ્રૂપનાં સભ્યોએ એવી રીતે લીધી જાણે દુશ્મન સામે લડવા માટે હથિયારોની જરૂર હોય. મદદના પ્રસ્તાવે માત્ર મૂળભૂત વસ્તુઓ જ નહીં પરંતુ આગામી છ મહિનાનો તમામ સામાન એકઠો થઈ ગયો. નર્સિંગ પેડથી માંડીને ડાઈપર, પારણું, ઝુલો અને દરેક મહિનાના કપડા પણ હતા. તેને લેવા માટે પતિ આખું શહેર ફર્યો અને ‘બાય નથિંગ’ના લોકોએ કોઈની મદદ પર ગર્વ અનુભવ્યો. સુરક્ષિત પ્રસૂતિ પછી તેણે ‘બાય નથિંગ’ સાથે જોડાણ અંગેના અસંખ્ય કિસ્સા લખી નાખ્યા, જેણે જાહેર રીતે સમગ્ર શહેરમાં મિત્રો બનાવવામાં તેને મદદ કરી અને અનેક લોકોએ તેની સાથે સંબંધ બાંધ્યો.

અમેરિકામાં ‘બાય નથિંગ’ અભિયાન અંતર્ગત એવી વસ્તુઓ દાન કરે છે, જેની જરૂર હોતી નથી. જેમાં બાળકોનાં કપડાંથી માંડીને ઈલેક્ટ્રોનિક્સ, પ્રોવિઝન સ્ટોરમાં ઊભા રહેવામાં અસમર્થ વૃદ્ધ મહિલાઓ માટે દાળો, ટોઈલેટ પેપર, અનેક સામાનમાં સારી રીતે ઉપયોગ કરેલા બગીચાના સાધનો પણ હોય છે. સામાન આપવાની સાથે જ અંગત સંબંધોને પણ પ્રોત્સાહન આપતી ‘બાય નથિંગ’ પ્રવૃત્તિ મહામારી પછી વધી છે, જ્યારે બંનેનો અભાવ રહ્યો છે. દુનિયામાં દરેક વસ્તુની કિંમત વધ્યા પછી આ ફરી શરૂ થયું છે. તેણે ગતિ પકડી છે, જેથી દરેક માટે આગામી ક્રિસમસ સારી રહે. આ ફેસબુક કેન્દ્રિત દુનિયા છે અને એક સલાહની સાથે હોલિડે ચેલેન્જ ચાલી રહી છે કે, ‘આ રજાઓમાં ભેટો ખરીદતા પહેલા પુનર્વિચાર કરો. તેના બદલે આજુબાજુના લોકોને આપો અને તેમની પાસેથી માગો. આ કામ કરે છે!’ ‘બાય નથિંગ’ એપ પણ છે અને લોકો કાર અને જેકૂઝી પણ આપી રહ્યા છે. યાદ રાખો કે અત્યારે સેકન્ડ હેન્ડ કારની સારી કિંમત ચુકવવા છતાં આમ થઈ રહ્યું છે. ઉદ્દેશ્ય પોતાની આજુબાજુના લોકોને સામાન અને સેવાઓ આપવાને પ્રોત્સાહન આપવાનું છે, જેથી કોઈ પણ વસતી બરબાદ ન થાય અને આ ધરતી પર ફેંકવામાં ન આવે.

‘બાય નથિંગ’ પ્રોજેક્ટ 2013માં તેની સહ-સંસ્થાપક લીસર ક્લાર્ક અને રેબેકા રોકફેલરની નેપાળ-તિબેટ સીમા પર એક અંતરિયાળ વિસ્તારના ગામની યાત્રાથી આગળ વધ્યું હતું. તેમણે જોયું કે, કેવી રીતે લોકો ખતરનાક પર્વતીય સડકો પર ટ્રક દ્વારા આવતો નાનો-મોટો સામાન એક-બીજાને વહેંચે છે. તેઓ જ્યારે વોશિંગ્ટન પાછા આવ્યા તો તેમણે આપવા અને વેસ્ટ ઘટાડવાનો આ પ્રોજેક્ટ શરૂ કર્યો. એ વર્ષના ઉત્તરાર્ધમાં ‘બાય નથિંગ’ ગ્રૂપ સામાન્ય નિયમ સાથે શરૂ થયું હતું- કોઈ વેચાણ નહીં, કોઈ વેપાર નહીં અને કોઈ વસ્તુ વિનિમય નહીં. ગ્રૂપ જ્યારે મોટું થઈ ગયું અને હજારો લોકો તેની સાથે સંકળાઈ ગયા તો તેમણે ગ્રુપને 800 લોકોના સ્થાનિક ગ્રૂપોમાં વહેંચી નાખ્યું.

અન્ય સમાચારો પણ છે...