તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેનત:તમારી લાયકાતનો ફાયદો ઉઠાવો

પં. વિજયશંકર મેહતા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહામારી પછીનું દૃશ્ય હવે એટલું ઝાંખું રહ્યું નથી. તે પાછી આવશે કે નહીં એ બીજો મુદ્દો છે, પરંતુ એક વસ્તુ જરૂર આવી ગઈ છે - ગરીબી. આ મહામારીના સમયમાં દુનિયામાં જો સો લોકો ગરીબ થયા છે તો તેમાંથી સાઈઠ ભારતના છે. આ આંકડો ચિંતા વધારનારો છે. સરકાર પોતાનું કામ કરી ચૂકી છે. તે જેટલું આપી શકતી હતી, આર્થિક પેકેજ આપી દીધું છે. હવે આગળની સ્થિતિનો સામનો કરવા માટે પેકેજ આપણે જાતે જ બનાવવાનું છે, જે પરિશ્રમનું પેકેજ છે. અત્યારે આપણા સૌ માટે ખૂબ જ મહેનત કરવાનો સમય છે. અમેરિકાની એક સરવે કંપનીએ પોતાના નિષ્કર્ષમાં કહ્યું છે કે, ભારતીય યુવાનો સૌથી વધુ મહેનતુ છે. તો હવે આપણી આ લાયકાતનો ફાયદો ઉઠાવવો જોઈએ. અત્યારે આપણે ચાર સ્તરમાં વહેંચાયેલા છીએ - ખાસ, સામાન્ય, સાધારણ અને ગરીબ. પરિશ્રમ જ એવું સૂત્ર હશે જે ભાગલાને ઘટાડી શકશે. હવે બીમારી અંગે વિચારવાનું છોડી દો અને સંપૂર્ણ સાવધાની સાથે એ કામ કરો જેમાં કોઈ ભ્રમ ના હોય. જો લાકડીને પાણીમાં ડૂબાડીએ તો તે ત્રાંસી દેખાય છે, પરંકુ હકીકતમાં સીધી હોય છે. બસ, વર્તમાન સમયનું જીવન પણ આવું જ છે. ત્રાંસા હોવાનો ભ્રમ છે. એટલે આપણે પોતાના પરિશ્રમના પેકેજથી જીવનને સીધું-વ્યવસ્થિત કરીને બીમારીએ કરેલા નુકસાનની ભરપાઈ કરવાની છે.

અન્ય સમાચારો પણ છે...