પરદે કે પીછે:‘સુનો ગજર ક્યા ગાએ, સમય ગુજરતા જાએ’

18 દિવસ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

ઉલ્લેખનીય છે કે, કેટલાક લોકો હંમેશા પોતાના કામ પર સમયથી પહેલા જ પહોંચી જાય છે. કેટલાક લોકો દરેક જગ્યાએ મોડેથી પહોંચે છે અને અનેક લોકો તો જાણી જોઈને મોડેથી પહોંચે છે, કેમકે તેમને લાગે છે કે તેમની પ્રતિષ્ઠાના આધારે તેમને મોડા પહોંચવાનો અધિકાર છે. સમયની પાબંદી બાબતે અમિતાભ બચ્ચન ખુબ જ શિસ્તબદ્ધ છે અને તેમના આવતા જ લોકો પોતાના હાથની ઘડિયાળનો સમય સાચો કરી દે છે. ફિલ્મ ઉદ્યોગના કેટલાક કલાકાર કાયમ મોડે જ પહોંચે છે, કેમકે તેમને લાગે છે કે, મોડેથી આવતા જ તેમનું મહત્ત્વ સૌને સમજાય છે. ફિલ્મ જગતમાં કિશોર કુમારના કિસ્સા હંમેશા પ્રખ્યાત રહ્યા છે. તેઓ તેમને હેરાન કરનારાને બોધપાઠ જરૂર ભણાવતા હતા. આમ તો કિશોર કુમાર જાણી જોઈને કોઈને તકલીફ આપતા ન હતા, પરંતુ તેમની સાથે જે વાકું ચાલે કે અગાઉથી નક્કી થયેલું મહેનતાણું ન ચુકવે અથવા સમયન વાત હોય તો તેઓ તેને જરૂર બોધપાઠ ભણાવતા હતા. સંગીતકાર આર.ડી. બર્મન સાથે તેમની ગાઢ મૈત્રી હતી. મહેમુદ દ્વારા નિર્મિત ફિલ્મ ‘પડોસન’માં કિશોર મુખ્ય અભિનેતા હતા. ફિલ્મ નિર્માણ સાથે જોડાયેલા હોવા છતાં મહેમુદે ફિલ્મમાં અંત સુધી નકારાત્મક ભૂમિકા ભજવી હતી. હકીકતમાં સમય જ જીવનની નીયામક શક્તિ છે. સમયનું ચક્ર હંમેશા ફરતું રહે છે, તે જીવનમાં રહેલા પરિવર્તનનું પણ પ્રતીક છે. કેટલાક જીવન મૂલ્યોમાં પણ ક્યારેય પરિવર્તન થઈ શકતું નથી, તે શાશ્વત સત્ય હોય છે. લોકપ્રિય કહેવત છે કે, સમય સૌથી બળવાન છે, પરંતુ એ પણ સાચું છે કે મનુષ્ય સૌથી વધુ શક્તિળાળી છે. તે એક ધારાને પણ વળાંક આપી શકે છે. નવાઝુદ્દીન સિદ્દીકી અભિનીત એક ફિલ્મ ‘માંઝી- ધ માઉન્ટેન મેન’માં એક વ્યક્તિ પર્વત કાપીને એવો રસ્તો બનાવે છે, જેથી વ્યક્તિનો સમય અને પરિશ્રમ બચી શકે. ફિલ્મ ‘માંઝી: ધ માઉન્ટેન મેન’ની ખૂબ પ્રશંસા થઈ હતી. જે આમ આદમી માટે માઉન્ટેન મેને પોતાનું જીવન ખપાવી દીધું એ આમ આદમીએ માઉન્ટેન મેનનો આભાર પણ માન્યો ન હતો. હકીકતમાં જનકલ્યાણની ભાવનાથી પ્રેરિત લોકો કોઈની પાસે આભારની અપેક્ષા રાખતા નથી.માત્ર કામ માટે જૂસ્સો હોવો જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, રાજ કપૂર 22 વર્ષની ઉંમરે પોતાની ફિલ્મ ‘આગ’ બનાવી રહ્યા હતા. તેઓ દિવસના સમયે બીજા નિર્માતાની ફિલ્મમાં કામ કરતા અને એ જ પૈસાથી રાત્રે પોતાની ફિલ્મનું શૂટિંગ કરતા હતા. આ કામ વર્ષો સુધી ચાલ્યું અને તેમને મોડી રાત સુધી કામ કરવાની ટેવ પડી ગઈ. ત્યાં સુધી કે આ વાતની સ્પષ્ટતા તેમણે પોતાની ફિલ્મ ‘હિના’ના ગીતમાં રજૂ કરી દીધું હતું, ‘મૈં દેર કરતા નહીં, દેર હો જાતી હૈ’. સમયની પાબંદી અને શિસ્ત જીવનમાં જરૂરી છે. કેટલાક લોકો સંયોગવશાત જ સ્ટાર બની ગયા તો મોડેથી આવવું તેમની ઓળખ બની ગઈ. એક સ્ટારે કહ્યું હતું કે, હકીકતમાં તેને અભિનય કરતા ડર લાગે છે, એટલે તે જાણીજોઈને મોડેથી પહોંચે છે, પરંતુ તેની ફિલ્મ સફળ થતી ગઈ અને તે અનિચ્છુક કલાકાર હોવા છતાં પણ ઈન્ડસ્ટ્રીમાં લાંબી ઈનિંગ્સ રમી રહ્યો છે. સમય પર ફિલ્મી ગીતો પણ રચાયા છે. એક જૂની ફિલ્મનું ગીત છે, ‘સુનો ગજર ક્યા ગાએ, સમય ગુજરતા જાએ’. મહાન ફિલ્મ નિર્માતા બિમલ રોયની નિર્માણ કંપનીનો લોગો મુંબઈના એક જૂના ક્લોક ટાવર પર લાગેલી એક ઘડિયાળ છે. સંભવત: બિમલ રોય સમયના મહત્ત્વને સારી રીતે સમજતા હતા.ગુરુદત્તની ફિલ્મ ‘સાહબ બીબી ઔર ગુલામ’માં ઘડીબાબુનું પાત્ર સામંતવાદી હવેલીમાં લગાવાયેલી તમામ ઘડિયાળમાં ચાવી ભરતો હતો. તે હંમેશાં બડબડતો રહેતો હોય છે કે, એક દિવસ આ હવેલીઓમાં કોઈ નહીં રહે. આ હવેલીમાં આશરો લેનારો એક વ્યક્તિ ભણી-ગણીને એન્જિનિયર બન્યા પછી સામાન્ય પ્રજા માટે રસ્તો બનાવવા હવેલીઓનો કાટમાળ દૂર કરે છે. સડક ગણતંત્રનું પ્રતીક છે, હવેલીઓનો કચરો સામંતવાદનો અંત દર્શાવે છે.

અન્ય સમાચારો પણ છે...