તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેનેજમેન્ટ ફંડા:આજે જ તમારા આરોગ્યની દેખરેખ શરૂ કરો

22 દિવસ પહેલાલેખક: એન રઘુરામન
  • કૉપી લિંક

આ ગુરુવારની સવારે હું મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ હોસ્પિટલના ટોચના મેનેજમેન્ટ સાથે હોસ્પિટલ મેનેજમેન્ટ સંબંધિત સમસ્યાઓ પર ચર્ચા કરી રહ્યો હતો. સામાન્ય રીતે મારો મોબાઈલ વાગતો નથી, કેમકે મને બહુ ઓછા લોકો કોલ કરે છે. તેમ છતાં મેં મોબાઈલ ડિસકનેક્ટ કરો, તેમ છતાં એક મેસેજ આવ્યો. હું ચકિત રહી ગયો. મેસેજ પર વિશ્વાસ થયો નહીં.સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે. એવો વ્યક્તિ જ ેપડદા પર પોતાના પાત્ર નહીં પરંતુ નામથી પ્રખ્યાત થયો. 40ની ઉંમર મૃત્યુની હોતી નથી. ક્ષમતાઓ અને મહત્ત્વાકાંક્ષાઓને જોતાં કોઈ યુવાનને ગુમાવવાનું દુ:ખ વધી જાય છે. મનોરંજન ઉદ્યોગે હાર્ટ એટેકને કારણે એક યુવાન ગુમાવી દીધો.મેં ત્યાં હાજર ડોક્ટરોને જ્યારે પુછ્યું કે, આટલી નાની વયે હાર્ટએટેક કયા કારણે આવે છે તો તેમણે કહ્યું કે, તેના અનેક કારણ હોઈ શકે છે, જેમાં બ્લડ પ્રેશર (બીપી) પણ સામેલ છે.સિક્યોરિટી પિન અને પાસવર્ડથી ભરેલી આ દુનિયામાં કેટલાક આંકડા એવા પણ હોય છે જે આપણને બીમારી કે મૃત્યુથી બચાવી શકે છે. મોટાભાગના યુવાનો જાણતા નથી કે આ આંકડા આપણાં બ્લડ પ્રેશર રીડિંગના છે.હાઈપરટેન્શન (વધી ગયેલું બીપી) દુનિયામાં મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે. ખરાબ સમાચાર એ છે કે, બીપીના સ્પષ્ટ લક્ષણ બહુ ઓછા દેખાય છે. એટલે તેને સાઈલન્ટ કિલર કહે છે.લેન્સેટ ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝના 202ના રિપોર્ટ અનુસાર, બીમારીથી થતા કુલ મૃત્યુમાં 20% બીપીને કારણે હોય છે. 50% હૃદયરોગ અને 60% સ્ટ્રોકનું કારણ પણ બીપી છે. ધરતી પર કરોડો લોકો બીપીથી પીડિત છે, જેનાથી તેમને સ્ટ્રોકનું જોખમ વધે છે. એટલે, બીપી રીડિંગ મહત્ત્વની છે.બીપી બં આંકડાથી નોંધાય છે, જેનાથી તે ભ્રમમાં નાખનારો આંકડો લાગે છે. જોકે, એવું નથી. ઉપરની સંખ્યા સિસ્ટોલિક પ્રેશર છે, એટલે કે એ તાકાત. જેનાથી હૃદય સમગ્ર શરીરમાં લોહી મોકલે છે. નીચેની સંખ્યા ડાયસ્ટોલિક પ્રેશર છે, એટલે કે હૃદય જ્યારે રિલેક્સ હોય છે.કાર્ડિયોવાસ્કૂલર મેડિસીનના મેડિકલ વિશેષજ્ઞ અગાઉ વિચારતા હતા કે, નીચેનો આંકડો જ સમસ્યા છે, પરંતુ હવે તેઓ જાણે છે કે, ઉપરનો આંકડો પણ મહત્ત્વનો છે, ખાસ કરીને 50 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે.સામાન્ય રીતે તંદુરસ્ત નસ વધતા-ઘટતા બીપી અનુસાર સંકોચાતી-પહોળી થતી હોય છે.વધી બીપી રહેવાથી નસોની સ્થિતિસ્થાપકતા સમયની સાથે સમાપ્ત થવા લાગે છે અને તે કડક તથા સાંકડી થવા લાગે છે. પરિણામે હૃદય માટે લોહીને પમ્પ કરવાનું મુશ્કેલ થતું જાય છે, જેના કારણે તેમાં ઘાતક તણાવ પેદા થઈ જાય છે.જો તમારું વજન વધુ છે, મીઠું વધુ ખાઓ છો (પ્રોસેસ્ડ ફૂડમાં), ફળ-શાકભાજી ખાતા નથી, મદ્યપાન-કેફિનનું વધુ પડતું સેવન અને ધુમ્રપાન કરો છો તો હાઈપરટેન્શનની આશંકા વધી જાય છે. તો આપણે શું કરવું જોઈએ?તેમને બંધ અથવા તો અત્યંત ઓછા કરી નાખો. વ્યક્તિગત રીતે હું ભારતીય દવા દુકાન માલિકોને નાનકડો પરોપકાર કરવાની વિનંતી કરવા માગું છું, જેવું ઓક્ટોબરથી યુકેના કેમિસ્ટ કરવાના છે.તેઓ 40 વર્ષથી વધુ વયના લોકો માટે પોતાની દુકાન પર મફત બીપી માપવાની યોજના અમલમાં મુકી રહ્યા છે. ‘ચેરિટી બ્લડ પ્રેશર, યુકે’ દરેક નાગરિકે પોતાનું સાચું બીપી જાણવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. આપણે પણ તંદુરસ્તી પ્રત્યે આવી જાગૃતિ માટે કંઈક કરવું જોઈએ.ફંડા એ છે કે, હેલ્થકેર હંમેશા સૌથી મોટો મુદ્દો હતો અને છે. નાના સ્તરે પણ તેની સંબંધિત તપાસ ઉપરાંત જીવનશૈલીમાં પરિવર્તનથી આપણે ચોક્કસપણે ભારતને તંદુરસ્ત બનાવવામાં યોગદાન આપી શકીશું.

અન્ય સમાચારો પણ છે...