મેનેજમેન્ટ ફંડા:‘સ્પીડ’ અને ‘સ્પ્રેડ’ આધુનિક વેપારનાં નવાં યંત્ર છે!

11 દિવસ પહેલાલેખક: એન રઘુરામન
  • કૉપી લિંક

કલ્પના કરો કે તમે સવારે વહેલા જાગી ગયા અને બહાર અચાનક તાપમાન ઘણું ઓછું છે. તમારું મન થયું કે પર્વતો પર ટ્રેકિંગ કરવા માટે જાઓ, પરંતુ બૂટ ખરાબ છે. તમે 30 મિનિટમાં પિઝાની ડિલિવરી કરતી ફૂટ એપ ખોલો છો અને બૂટ ઓર્ડર કરો છો! તમે બ્રશ કરીને, સ્નાન કરીને ટ્રેક પેન્ટ્સ પહેરો તેના પહેલા બૂટ આવી જાય છે.બીજી એક સ્થિતિની કલ્પના કરો. એક રિયાલિટી શોમાં ગેસ પર તવો મૂકતા જ સ્પર્ધકને ખબર પડે છે કે એક સામગ્રી ઓછી છે. કૌન બનેગા કરોડપતિની ‘ફોન અ ફ્રેન્ડ’ લાઈફલાઈનની જેમ તેને પણ કોઈ એપની ઉપયોગ કરવાની મંજૂરી છે, જેથી તેના સભ્ય ઝડપથી સામગ્રી પહોંચાડી શકે, ત્યાં સુધી તે ધીમા તાપે ડિશ રાંધી શકે છે. હવે ટીવી સ્ક્રીન પર બે ભાગમાં બે સ્થાન બતાવાઈ રહ્યાં છે - એક જ્યાં ભોજન રંધાઈ રહ્યું છે અને બીજું જ્યાં ઓર્ડર આપ્યો છે. કુકિંગ સ્પર્ધામાં જેવી રીતે શેફ જજ છે, એ જ રીતે કરિયાણા બાબતે લોજિસ્ટિક મેનેજર ત્યાં ચાલી રહેલી કાર્યવાહી ચકાસી રહ્યો છે કે કેવી રીતે વેપારી માગેલી પ્રોડક્ટ ઓળખે છે, પેક કરકે છે અને અંતિમ મંઝિલ- કુકિંગ એરિયા સુધી ઝડપથી રવાના કરે છે. પછી ડિશ તૈયાર થતાં અને ચાખી લીધા પછી તે વિજેતા જાહેર થાય છે. તમને ખબર છે, કોણ વિજેતા રહ્યું. આ શેફ નહીં પરંતુ લોજિસ્ટિક ફ્લોર મેનેજર રહ્યા, જેમના વચ્ચે સ્પર્ધા રહી કે કોણ કુકિંગ ફ્લોર પર જે સામાનની અછત હતી, તેને ઝડપથી પહોંચાડે છે.હા, ભવિષ્યના રિયાલિટી શોમાં ડિલિવરી એપ્સની વચ્ચે સ્પર્ધા યોજાઈ શકે છે, જે માગનું મહત્ત્વ સમજે છે અને એ ડિશને ટેસ્ટી બનાવવા માટે મનપસંદ સામગ્રી ઝડપથી પહોંચાડે છે! હકીકતમાં આ લોજિસ્ટિક સ્ટાફ વચ્ચેની સ્પર્ધા છે. જો તમને વિશ્વાસ નથી કે આવું કંઈક થઈ શકે છે તો ‘શાર્ક ટેન્ક્સ’ કાર્યક્રમ જૂઓ, જ્યાં નવા બિઝનેસ આઈડિયા, પોતાનો બિઝનેસ શરૂ કરવા કે જૂના બિઝનેસને આગળ ધપાવવા માટે એન્જેલ ઈન્વેસ્ટર્સ પાસેથી ફન્ડિંગની સ્પર્ધા કરી રહ્યા છે, સ્પષ્ટ છે, તેમણે પોતાના વ્યવસાયના કેટલાક ટકા તેમને ચુકવવા પડશે. ઘર સુધી ફૂડ ડિલિવરી મોડલ ગળાકાપ સ્પર્ધાને કારણે જોખમમાં છે, એટલે અત્યારે પોતાનો નફો વધારવાનો પ્રયાસ કરવા માટે દુનિયાભરમાં અનેક ફૂડ ડિલિવરી એપ ‘સુપરમેન’ની જેમ ‘સુપર એપ’ બનીને સામાન્ય ઈ-કોમર્સ ક્ષેત્રમાં ઝંપલાવીને સાહસિક પગલાં ઉઠાવી રહ્યા છે, જે માત્ર તમામ કામ જ કરતા નથી, પરંતુ શ્રેષ્ઠ અને ઝડપી પણ છે. આ સુપર એપ અન્ય હરીફ એપની સાથે ભાગીદારી કરીને વિવિધ અસંબંધિત સેવાઓ પણ એક જ મોબાઈલ ઈન્ટરફેસ દ્વારા ઉપલબ્ધ કરાવે છે. અમેરિકા, યુરોપ અને કોરિયા-જાપાન જેવા દેશોમાં ઓછામાં ઓછી એક ડઝન એપએ આ દિશામાં આગળ વધવાનું શરૂ કરી દીધું છે. એટલે કે, આગામી દિવસોમાં તમે ફૂલ, બૂટ, ત્વચા ઉત્પાદન કોઈ પણ ફૂડ ડિલિવરી એપ પરથી ખરીદી શકો છો. દુનિયાભરમાં ડિલિવરીનું બજાર અત્યંત હરીફાઈવાળું થતું જઈ રહ્યું છે. માત્ર આટલું જ નહીં, અનેક એપ તો સબસ્ક્રિપ્શન મોડલ પર જઈ રહ્યા છે, જેમાં ગ્રાહક મનપસંદ સામાન ઝડપથી મગાવવા માટે દર મહિને રૂ.500થી 700 સુધી ચુકવે છે, જેની સામે એપ માલિક તેમને દરેક ખરીદી પર છૂટ આપે છે, જેથી ગ્રાહકોની સભ્યપદની ફી વસુલ થઈ જાય, પરંતુ તેમના માસિક બજેટમાં પણ બચત થાય. આ બાબતો પર નવા એપ બિઝનેસની નજર છે. તેમને કાયમી સભ્યો મળશે, જે તેમની પાસેથી દરેક વસ્તુનો ઓર્ડર આપશે અને સભ્યોને તેમની જરૂરિયાત મુજબ ‘વન સ્ટોપ વિન્ડો મળશે’. અહીં એપ માલિકને વધુ બિઝનેસ મળશે, તો ગ્રાહકોને સારી છૂટ અને ઝડપી ડિલિવરી.ફંડા એ છે કે, ભવિષ્યમાં બિઝનેસ એ આધારે મપાશે કે તેમની ડિલિવરી કેટલી ઝડપી(સ્પીડ) છે અને દરેક વસ્તુ પહોંચાડવા માટે એક જ છતના નીચે કેટલો સામાન ઉપલબ્ધ (સ્પ્રેડ) છે.

અન્ય સમાચારો પણ છે...