તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરદે કે પીછે:અનંત કથાઓના દેશમાં વાર્તાઓની તંગી!

16 દિવસ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

વર્તમાનમાં મનોરંજન રજૂ કરવા માટે અનેક મંચ ઉપલબ્ધ છે. સૌથી મોટું પરિવર્તન એ આવ્યું છે કે, સિનેમા જગતના અનેક કલાકારો હવે આ નવા મંચ સાથે જોડાઈ રહ્યા છે. સોનાક્ષી સિન્હા રીમા કાગતીએ લખેલી પટકથામાં પોલીસ ઈન્સપેક્ટરની ભૂમિકા કરવા જઈ રહી છે તો પ્રિયંકા ચોપડા સ્પાય થ્રિલર ભજવી રહી છે. સાસુ-વહુની ધારાવાહિક માટે પ્રસિદ્ધ એક્તા કપૂરે કહ્યું છે કે, તે હવે નવી વાર્તાઓની શોધ પર ધ્યાન આપી રહી છે. કેમકે, આજે મનોરંજન રચવા માટે મૂડીની સમસ્યા રહી નથી. આજે, સ્ટોરીની સમસ્યા છે. જોકે, મનુષ્યની સર્જન ક્ષમતાનું અનુમાન લગાવી શકાય નહીં. કહેવાય છે કે, આખું બ્રહ્માંડ જ મનુષ્યની કલ્પનાનો નાનકડો ભાગ છે.આપણાં ગ્રંથોથી પ્રેરિત ફિલ્મો અને ધારાવાહિક વારંવાર બની છે, પરંતુ આ ગ્રંથોની નવી વ્યાખ્યાઓ આજે પણ કર ીશકાય એમ છે. મારી લખેલી ‘પાખી’માં પ્રકાશિત ‘કુરુક્ષેત્રની કરાહ’ નામની સ્ટોરીમાં એવી કલ્પના કરી છે કે, યુદ્ધના અનેક વર્ષ પછી વેદ વ્યાસ માતા ગંગાને પ્રાર્થના કરે છ ેકે, તમામ કૌવર અને પાંડવ જેવા વીરોને ગંગાના કિનારે અવતાર લેવાનો આશિર્વાદ આપે, જેથી બધા ભેગા મળીને એવું વિચારે કે શું એ યુદ્ધ જરૂરી હતું? શ્રીકૃષ્ણના પ્રયાસો શા માટે નિષ્ફળ ગયા? તમામ પાત્ર ગંગાના કિનારે ફરીથી જન્મ લઈને વિચારે કરતા કરતા એક-બીજા સાથે ઝઘડવા લાગે છે. વેદ વ્યાસ માતા ગંગાને પ્રાર્થના કરે છે કે, આમને પાછા બોલાવી લે. શ્રી ગણેશ, વેદ વ્યાસ સમક્ષ સ્પષ્ટતા કરકે છે કે, તર્કસંમત વિચારો ન હોવાને કારણે યુદ્ધ થાય છે અને બજારની તાકાતો હંમેશા આવા જ અવસર શોધતી હોય છે. યુદ્ધથી પહેલા જ ઉદ્યોગપતિઓએ શસ્ત્રોનું નિર્માણ કરી લીધું હતું, ઘોડાની આયાત કરી લીધી હતી અને રથ પણ બનાવી લેવાયા હતા. એ વિચારવા જેવું છે કે, યુદ્ધમાંથી નફો રળનારા ઉદ્યોગપતિઓનું પાછળથી શું થયું? સોનું ચાવી શકાતું નથી, ચાંદીને ઓગાળીને પી શકાતી નથી. જળ, વાયુ અને અનાજનો કોઈ વિકલ્પ નથી. સમગ્ર બાબત માનવ મસ્તિષ્ક અને વિચાર પ્રક્રિયા સાથે સંકળાયેલી છે.વિચાર કરો કે ‘પ્યાસા’ જેવી ફિલ્મ બનાવનારા ગુરુદત્ત ‘અલીબાબ ઔર ચાલીસ ચોર’ બનાવવા માગે છે. તેઓ ‘અરેબિયન નાઈટ્સ’ની વ્યાખ્યા કરે છે અને તત્કાલિન સમાજની વસંગતિઓ તથા વિરોધાભાસ પર પ્રકાશ ફેંકવા માગતા હતા. આજે સ્ટોરી માટે આપણાં પ્રાચીન પુસ્તકોની તર્કસંમત વ્યાખ્યા કરી શકાય છે અને કમ્પ્યૂટર શાસિત ભવિષ્યની કથાઓની પણ કલ્પના કરી શકાય છે. દાયકાઓ પહેલા ‘ધ મેટ્રિક્સ’ શ્રૃંખલા બની હતી. આજે આવી કથાઓ ફરીથી રચી શકાય છે. જીવનમાંથી આડંબર અને પાખંડથી મુક્તિના માર્ગમાં અનેક વાર્તાઓ ફેલાયેલી છે. તમે ઈચ્છો તેટલો ફાયદો લઈ શકો છો.વાર્તના ક્ષેત્રમાં ગરીબી આપણું પલાયન અને આળશ છે. કથાસાગરમાં નવી-નવી લહેરો ઉઠતી રહે છે. તેમના વાંચતા આવડવું એ વાત પર નિર્ભર કરે છે કે, તમે તમારા મગજની બારી ખુલ્લી રાખી છે કે તમામ દરવાજા અને બારીઓ બંધ કરી ચુક્યા છો. સર્જન સંસારનો નિયમ છે કે, તમે જેટલો ખર્ચ કરશો તેના કરતાં બમણું પાછું આવી જાય છે. અકિરા કુરોસાવાની ફિલ્મ ‘સેવન સમુરાઈ’થી પ્રેરિત ડઝનબદ્ધ ફિલ્મો બની છે, પરંતુ ફિલ્મનો સાર આજ સુધી અભિવ્યક્ત થયો નથી. સાત યોદ્ધાઓમાંથી એકે પ્રેમ કર્યો છે. દુશ્મનોને મારી નાખ્યા પછી તે પોતાની પ્રેમિકાને સાથે રહેવાનું કહે છે. પ્રેમિકા એમ કહીને ભાગી જાય છે કે, વરસાદ પડી રહ્યો છે, વાવણીનો સમય છે. સારાંશ એટલો છે કે, આમ આદમી સંકટ સમાપ્ત થવાની સાથે જ ફરી પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. દરેક શહેર, મહોલ્લો, મકાન એક કથા છે. કથાવાચક ઊંઘવા લાગે છે, શ્રોતા હંમેશાં જાગતો રહે છે. અનંત કથાસાગરના કિનારે બેસીને છિપલાથી સંતોષ ન મેળવવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...