• Gujarati News
  • Magazine
  • See Some Interesting Things Not Only With The Eyes, But Also With The Eyes Of The Mind

મેનેજમેન્ટ ફંડા:અમુક રસપ્રદ ચીજો આંખોથી નહીં, મનની આંખોથી પણ જુઓ

15 દિવસ પહેલાલેખક: એન. રઘુરામન
  • કૉપી લિંક
  • ફંડા એ છે કે - હવે તમે ઘર કે બગીચામાં પીંછાની સાથે સૂકું ઘાસ લટકતું હોય એવો અસ્તવ્યસ્ત માળો જુઓ, તો તે સાફ ના કરતા. કારણ કે, પક્ષીઓએ ઘૂસણખોરોને છેતરવા પોતાના મોતનું નાટક કર્યું છે. માળો સાફ કરીને તમે તેના ઈંડા-બચ્ચાને ખતરામાં મૂકી શકો છો.

શું તમે કલ્પના કરી છે કે, પક્ષીઓના માળા પણ આપણી સ્થાવર મિલકતો જેટલા જ કિંમતી હોય છે? શું તમે તેનાથી વાકેફ છો કે, પક્ષીઓની દુનિયામાં પણ પહેલવાન પક્ષી હોય છે, જે નબળા લોકોનો માળો ખાલી કરાવીને તેના પર કબજો કરી લે છે? શું તમે વિશ્વાસ કરી શકો છો કે, પક્ષી પોતાના માળા, ઈંડા અને બાળકોને બચાવવા માટે પોતાના મોતનું પણ નાટક કરે છે? જો તમારી પાસે આ સવાલોના સ્પષ્ટ જવાબ ના હોય, તો આગળ વાંચો.

આ રવિવારે હું મુંબઈ નજીક કરજત સ્થિત ફાર્મહાઉસ જવા નવી મુંબઈથી ગુજરી ગયો હતો. કરજતમાં અજય દેવગન જેવા અભિનેતાઓના પણ ઘર છે. ત્યાં હું અરબી સમુદ્રમાં ખાડી કિનારે ડ્રાઈ‌વ કરતો હતો, ત્યારે બે જુદા જુદા દૃશ્ય જોયા. સુંદર ફ્લેમિંગોનું એક ઝૂંડ ઉડી રહ્યું હતું. દર વર્ષે એક લાખ ફ્લેમિંગોનું ઝૂંડ અહીંના અભયારણ્યમાં આવે છે. નવી મુંબઈમાં હજારો ફ્લેમિંગોની આશરે સાત મહિના હાજરીથી પર્યાવરણવાદીઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરને અપીલ કરી છે કે, નવી મુંબઈનું બ્રાન્ડિંગ ‘ફ્લેમિંગો સિટી’ તરીકે કરાય. આ મુદ્દે તેમણે સકારાત્મક પ્રતિક્રિયા પણ આપી છે, જેના પર વિચાર તેમણે વન સચિવોને પણ સૂચના આપી છે.

જ્યાં આટલી મોટી સંખ્યામાં પક્ષી ઉડતા હોય, ત્યાં હજારો પીંછા મળે છે. જોકે, માણસો પાસે આ ‘કચરો’ ઉઠાવવાની સિસ્ટમ નથી, પરંતુ હું એ જોઈને ચોંકી ગયો કે, નાના પક્ષીઓ પીંછા ભેગા કરતા હતા. શરૂઆતમાં મને લાગ્યું કે, તેઓ માળો બનાવતા હશે. જોકે, પછી મને ખબર પડી કે તેઓ વૃક્ષની નજીક તેમનો માળો હતો, ત્યાં પીંછા મૂકી આવતા હતા. એ જોઈને હું મોંમાં આંગળા નાંખી ગયો. મને ખબર પડી કે, પ્રવાસી પક્ષીઓમાં કેટલાક ઘૂસણખોર હોય છે, જે આશરાની શોધમાં માળા પર ગેરકાયદે કબજો કરવાનો પ્રયાસ કરે છે. પક્ષીઓની દુનિયામાં પણ એવા પક્ષી હોય છે, જેમને જલસાથી ઉંઘવુ હોય છે, પરંતુ માળો બનાવવો નથી હોતો. આ લોકો નબળા પક્ષી શોધી કાઢે છે અને માળા પર તેમના પીંછા મૂકીને હક જમાવવા લડે છે. પછી તે માળો હોય, વૃક્ષ હોયકે પછી દીવાલ પરની બખોલ.

પક્ષીઓની દુનિયામાં સ્તબ્ધ કરતી ગતિવિધિ સાબિત કરવા કેનેડામાં સસકાચવાન યુનિવર્સિટીના સંશોધક ‘પીંછાનો ડર’ સિસ્ટમ પર કામ કરી રહ્યા છે. સંશોધકોના મતે, પક્ષીઓ પણ આક્રમણકારીઓને રોકવા માનસિક સંઘર્ષ કરતા હોય છે. દરેક પક્ષીને પીંછાથી મુક્ત માળામાં રહેવું હોય છે. તેઓ કોઈ માળાની આસપાસ પીંછા જુએ છે, ત્યારે તેમને ઝઘડા-હત્યાનો સંકેત મળે છે. તેઓ વિચારે છે કે, અહીં સાપ કે કોઈ બીજો હત્યારો જીવ છે. આ સંશોધનોમાં એ પણ જાણવા મળ્યું છે કે, પક્ષીઓ અસ્તવ્યસ્ત માળો જોઈને ગભરાય છે અને બીજી જગ્યાએ જતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...