મેનેજમેન્ટ ફંડા:ધનવાન બનવું છે તો પર્યાવરણને બચાવો

એક મહિનો પહેલાલેખક: એન રઘુરામન
  • કૉપી લિંક

ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયાભરમાં ભોજનની કિંમત વધી રહી છે. સાંભળવામાં વિચિત્ર લાગે છે ને? અભિપ્રાય બનાવતાં પહેલા સમગ્ર તર્કને વાંચો. આખું ભોજન તો છોડો, માત્ર કોફીનો અભ્યાસ જ પરિસ્થિતિ બતાવી દેશે.તાજેતરનો અભ્યાસ જણાવે છે કે, કોફીની ઉચ્ચ ગુણવત્તાની 60% પ્રજાતિ જળવાયુ પરિવર્તનને કારણે લુપ્ત થવાની છે. તેનાથી કોફી મોંઘી થવાની સાથે અગાઉ જેવી ગુણવત્તા પણ નહીં રહે.આ બાબત દર્શાવે છે કે, ધરતીના જળવાયુ પરિવર્તનની અસર પાક, પાલતુ પશુ અને અન્ય ખાદ્ય સ્રોત પર થઈ રહી છે. શું હવે તમારું ધ્યાન તેના તરફ ગયું?આ ઉપરાંત, ગયા સપ્તાહે બહાર પડેલા નેશનલ સેમ્પલ સરવે ‘ઓલ ઈન્ડિયા ડેટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સરવે-2019’ જણાવે છે કે, શહેરી વિસ્તારોમાં કુલ સંપત્તિના 55.7% અને ગ્રામ્ય વિસ્તારોમાં 50.8% ભાગ આપણી 10% સૌથી શ્રીમંત (સુપર રિચ) વસતી પાસે છે.આ બે માહિતી સાથે ચર્ચાને આગળ વધારીએ. કોવિડ-19 મહામારી દરમિયાન મોટી સંખ્યામાં લોકો (એક અંદાજ અનુસાર 75 કરોડ) અને પરિવારોએ આવક અને સંપત્તિ ગુમાવી છે, સાથે જ ગરીબીમાં ઉતરી ગયા છે, જ્યારે સુપર રિચ લોકોની સંપત્તિમાં વધારો થયો છે.દિલ્હીનું ઉદાહરણ જુઓ. અહીંનો સરવે કહે છે કે, 10% વસતી પાસે 80.8% સંપત્તિ છે, જ્યારે નીચેની 50% વસતી પાસે 2.1% સંપત્તિ છે. પાડોશી રાજ્ય પંજાબમાં સુર રિચની 65% સંપત્તિ છે, જ્યારે 50% નીચલા વર્ગની વસતી પાસે માત્ર 5% સંપત્તિ છે. હિમાચલ પ્રદેશ અને કર્ણાટકના ધનવાનો પાસે રાજ્યની 55% સંપત્તિ છે.હવે ફરી કોફીની દલીલ પર આવીએ. દુનિયાના સૌથી મોટા કોફી ઉત્પાદક બ્રાઝિલના ખરાબ હવામાનને કારણે કોફીના ભાવ ચાર વર્ષના ઊચ્ચ સ્તરે પહોંચી ગયા છે. ડંકિન, નેસલે કે સ્ટારબક્સ જેવી કોફીની મોટી કંપનીઓ પોતાનો સપ્લાય એડવાન્સમાં ખરીદી શકે છે, કેમકે તેમની પાસે રૂપિયા છે. તેનાથી બજારમાં સામાન્ય લોકો માટે માત્ર ખરાબ ગુણવત્તાની કોફી બચશે, જેના ભાવ પણ ઓછા પુરવઠાને લીધે વધી જશે.આમ, જળવાયુ પરિવર્તન કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ તો કેટલાક વિસ્તારોમાં પૂર તથા દરિયાનું સ્તર વધવાનું કારણ બની રહ્યો છે. તેનાથી દરિયાકિનારાની વસતીની જમવાની ટેવો અને મેદાની વિસ્તારોની ઉપજ પ્રભાવિત થશે. માત્ર કોફી જ મોંઘી નથી થઈ રહી. ખરાબ હવામાનને લીધે ખાંડ, ઘઉં, સોયા, મકાઈ, બદામ, મધ વગેરેના ભાવને પણ અસર થઈ છે. સંયુક્ત રાષ્ટ્રના અનુસાર દુનિયાભરમાં ખાદ્ય સામગ્રીના ભાવ ઓગસ્ટમાં ગયા વર્ષની તુલનામાં 33% સુધી વધી ગયા છે.તેનો અર્થ એવો નથી કે બધું જ સમાપ્ત થઈ ગયું છે. ખુદને બચાવવા માટે પોતાનું ધ્યાન પર્યાવરણ પર બચાવવા લગાવો.બુધવારે ગોવાએ એક યોજના રજૂ કરી છે, જેના અંતર્ગત લોકો અને સંસ્થાઓ તેમની જમીન પર વૃક્ષ વાવવા અને સારસંભાળ માટે સરકારને રૂપિયા આપીને ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં મદદ કરી શકે છે. કેમકે, ગોવામાં દેશના બીજા ભાગની સરખામણીએ તાપમાન વધી રહ્યું છે.યોજના મુજબ લોકો કે સંસ્થા પોતાના ખાલી સ્થાને વૃક્ષારોપણ માટે ગોવા રાજ્યના જૈવ વિવિધતા બોર્ડને પ્રતિ વૃક્ષ રૂ.5000 આપશે. બોર્ડ દેશી અને ઉપયોગી વૃક્ષ વાવીને તેની સારસંભાળ લેશે.ફંડા એ છે કે, ગરીબોને માત્ર જનકલ્યાણ યોજનાઓના લાભાર્થી ન સમજવા જોઈએ, પરંતુ તેમને પર્યાવરણને બચાવવામાં સંભવિત આંત્રપ્રિન્યોર માનવા જોઈએ. પછી જુઓ તમે કેવી રીતે સૌને શ્રીમંત બનાવી શકો છો.

અન્ય સમાચારો પણ છે...