પરદે કે પીછે:જીવનના રંગમંચ પર પાત્રોનો કાયાકલ્પ

એક મહિનો પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

સલમાન ખાનનું કહેવું છે કે, તે ‘બજરંગી ભાઈજાન-2’ બનાવવા વિચારી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અનેક વર્ષ પહેલાં સલમાન એક સ્ટોરી લખતો હતો. તેનો નાયક એક નાટકમાં પૌરાણિક પાત્ર ભજવતો હોય છે પરંતુ પોતાના જીવનમાં તે અનૈતિક પ્રવૃત્તિઓમાં ડૂબેલો વ્યક્તિ છે. એક બાળક તેનો અભિનય જોવે છે, પરંતુ તે વાસ્તવિકતા અને કાલ્પનિક સંસાર વચ્ચેનું અંતર સમજી શકતો નથી. તે એ અભિનેતાને સાચો જાણીને પૂજે છે, તેની સેવા કરે છે. બાળકના ભક્તિભાવથી એ નાટકના કલાકારની વિચારપ્રક્રિયામાં અંતર આવે છે અને તે અનૈતિક કાર્યો છોડી દે છે. તે હવે કસરત કરીને બાહુબલી બનવા માગે છે. આ એક અલગ પ્રકારનું કાયા પરિવર્તન છે.કહેવાય છે કે, ફિલ્મ સાહબ-બીવી-ગુલામ પછી મીના કુમારી છોટી બહુની જેમ દારૂ પીવા લાગ્યાં હતાં. તેમનું મૃત્યુ પણ લિવરની સોરાઇસિસ બીમારીને લીધે થયું હતું. શું આ પરિવર્તન પણ પાત્ર ભજવતાં આવ્યું હશે? અનેક લોકોના દબાણમાં આવીને જ તેઓ ‘પાકીઝા’ ફિલ્મ કરવા તૈયાર થયા હતા. અહીં પૌરાણિક પાત્ર ભજવનારો કલાકાર પોતાનાં કસબામાં અત્યાચાર ગુજારનારાને સજા આપે છે. પાત્રોનાં વાસ્તવિક જીવનમાં પણ પરિવર્તન આવે છે. આ એક મનોવૈજ્ઞાનિક લોચો છે. ખલનાયકના પાત્રો ભજવનારા મોટાભાગના કલાકાર પોતાના જીવનમાં સારા વ્યક્તિ હોય છે. એવું પણ શક્ય છે કે, તેમનું આ કામ પણ અભિનય જ હોય. કલાકાર જ નહીં, આમ આદમી પણ પોતાના જીવનમાં અભિનય કરે છે. તે પોતાના માટે એક લોકપ્રિય છબી બનાવે છે. તેને ઈમાનદાર વ્યક્તિ માનવો એવું તેના માટે જરૂરી છે. પોતાની લંપટતા છુપાવી રાખે છે. આપણે સૌ અડધા-અધૂરા લોકો છીએ. સલમાને તેના પિતા સલીમ ખાનને પોતે લખેલી સ્ટોરી સંભળાવી હતી. સલીમ સાહેબનું કહેવું હતું કે, હજુ આ પાત્રને સંપૂર્ણ રીતે તૈયાર થવા દો. આમ, વિચારો પણ રાંધવામાં આવે છે અને આ પ્રક્રિયામાં ક્યારેક વ્યક્તિ વામન પણ થઈ જાય છે. એક સમયે સલમાને અમેરિકામાં સર્જરી કરાવ્યા પછી દારૂ અને સિગારેટને તિલાંજલી આપી હતી, કેમકે ડૉક્ટરની સલાહ હતી. દિલીપ કુમાર, સંજીવ કુમાર, રાજ કપૂર અને મોતીલાલ પોતાની ભૂમિકામાં સ્વાભાવિકતા લાવવાની કળા જાણતા હતા.આજે અક્ષય કુમાર અને અજય દેવગન એક વર્ષમાં ત્રણ કે ચાર ફિલ્મોમાં કામ કરે છે. તેમને કોઈ પણ પ્રકારની પ્રેક્ટિસની જરૂર પડતી નથી. અજય અભિનિત ફિલ્મ ‘દૃશ્યમ’નો નાયક ઓછો ભણેલો-ગણેલો છે. તે ફિલ્મો જોવાનો શોખીન છે અને વીડિયો સર્ક્યુલેટિંગનું કામ કરે છે. તબ્બુ અભિનિત પાત્ર ઉચ્ચ પોલીસ અધિકારી છે અને પોતાના ગુમ થયેલા પુત્રની શોધ દરમિયાન તેને લાગે છે કે આ ઓછા ભણેલા-ગણેલા વ્યક્તિના જીવનમાં ફિલ્મો જ પાઠશાલા છે. નાયક સમગ્ર પોલીસ વિભાગને ફિલ્મ જોવાના જુસ્સાથી જ હરાવી નાખે છે. રામગોપાલ વર્મા પણ વીડિયો કેસેટના ધંધામાંથી સફળ નિર્માતા-નિર્દેશક બની ગયા. તેમણે ઊર્મિલા માતોંડકર સાથે અનેક ફિલ્મો બનાવી છે. રામગોપાલ વર્માની ફિલ્મ નિર્માણ કંપનીનું નામ જ ફેક્ટરી હતું. તેઓ વધુ પડતા આત્મવિશ્વાસનો ભોગ બની ગયા હતા. ઉલ્લેખનીય છે કે, બદરુદ્દીન ઉર્ફે જોની વોકર હંમેશા દારૂડિયાની ભૂમિકા ભજવતા પરંતુ તેમણે જીવનમાં ક્યારેય દારૂને હાથ પણ નહોતો લગાવ્યો. ફિલ્મ અભિનય શીખી શકાય છે, પરંતુ શીખવાડી શકાતો નથી. બધો ખેલ લાગણીનું ઈમિટેશન કરીને પાત્રમાં તેના સબસ્ટિટ્યૂશનનો છે. અભિનયના ક્ષેત્રમાં વ્યક્તિને એક જ જીવનમાં વિવિધ અનુભવ થાય છે. પાત્રને ત્વચાની જેમ ધારણ કરવાનું હોય છે. સાપ પોતાની કાચલી બદલે છે, કેમકે તે સરીસૃપ પ્રાણી છે. મનુષ્ય દ્વારા બીજા વ્યક્તિની ત્વચા ધારણ કરવી અઘરું કામ છે. સલમાનની કેટલીક ફિલ્મો નિષ્ફળ રહી છે પરંતુ તે જીવનના અખાડામાં માટી પકડ પહેલવાન જેવો છે.

અન્ય સમાચારો પણ છે...