પરદે કે પીછે:‘રશ્મિ રોકેટ’ મનોરંજન આકાશનો ધૂમકેતુ

2 મહિનો પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

તાપસી પન્નુ અભિનીત ફિલ્મ ‘રશ્મિ રોકેટ’ પ્રદર્શિત થઈ છે. રશ્મિ વીરા નામની સાહસિક મહિલાના જીવનથી પ્રેરિત આ ફિલ્મની નાયિકા રમત-ગમત સ્પર્ધાના ક્ષેત્રની સાથે જ પોતાના પર લગાવવામાં આવેલા આરોપોને પણ અદાલતમાં આધારહીન સાબિત કરે છે. આ કેસને કારણે મહિલાને પુરુષથી શારીરિક રીતે નબળી સમજવાના જૂઠની પણ હવા નીકળી જાય છે. કેસમાં મુદ્દો એ રીતે રજૂ કરાયો છે કે, રશ્મિની શારીરિક ક્ષમતા પુરુષ કરતાં વધુ છે. આથી, મહિલા રમતની સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં, જાણે કે શક્તિને જ કઠેડામાં ઊભી કરાઈ છે. અમેરિકા જેવા આધુનિક દેશમાં પણ મહિલાઓને લાંબા સમય પછી મતાધિકાર અપાયો હતો. કમલા હેરિસ અમેરિકામાં પ્રેસિડન્ટના પદ પર આગામી ચૂંટણીમાં જીતીને બિરાજમાન થઈ શકે છે.પ્રિયંકા ચોપડા અભિનીત ફિલ્મ ‘મેરી કોમ’માં નાયિકા જોડિયાં બાળકોને જન્મ આપ્યા પછી રમતના ક્ષેત્રે પણ સક્રિય રહે છે. ફિલ્મના અંતમાં બોક્સિંગ પ્રતિયોગિતામાં ‘મેરી કોમ’ને માહિતી મળે છે કે, તેના પુત્રની સર્જરી ચાલી રહી છે. એ જાણ્યા પછી પણ તે રમવાનું ચાલુ રાખે છે અને અંતમાં માતા અને પુત્ર બંને જ પોતાના યુદ્ધમાં વિજયી બને છે. ફિલ્મમાં રમતનો અધિકારી ‘મેરી કોમ’ને માતા બન્યા પછી એ સ્પર્ધામાંથી બહાર રાખવા માગે છે. ‘મેરી કોમ’નો કોચ કહે છે કે, બાળકોને જન્મ આપ્યા પછી ‘મેરી કોમ’ની તાકાત પણ બમણી થઈ ગઈ છે. માતૃત્વ નબળાઈ નહીં પરંતુ શક્તિનું પ્રતીક છે.ઉલ્લેખનીય છે કે, શરીરમાં રહેલી વ્યવસ્થા, કેટલાક વિશેષ પ્રકારના હોર્મોન્સ સક્રિય કરે છે, જેના કારણે પ્રેમની ઈચ્છા જાગી જાય છે. આ રીતે શરીરમાં અવિશ્વાસની ભાવનાને એક વિશેષ હોર્મોન સ્થગિત કરે છે અને બીજા હોર્મોન પ્રેમીઓને નજીક લાગે છે. જાણે કે, મનુષ્યનું શરીર એક પ્રયોગશાળા છે, જેમાં રાસાયણિક પ્રક્રિયા સતત ચાલતી રહે છે. આ તમામ વૈજ્ઞાનિક હકીકતોને મનુષ્યનું મન માનતું નથી. પ્રેમ તેનો જન્મસિદ્ધ અધિકાર છે. હવ ેતેના પર લેબલ ચોંટાડવાના પ્રયાસ થઈ રહ્યા છે. ગીત યાદ આવે છે, ‘દિલ કી નજર સે, નજરોં કો દિલ સે, યે બાત ક્યા હૈ,યે રાઝ ક્યા હૈ, કોઈ હમેં બતા દે, ક્યોં બેખબર,યું ખિંચી સી ચલી આ રહી મૈં, યે કૌન સે બંધનોં મેં બંધી જા રહી મૈં, કુછ ખો રહા હૈ, કુછ મિલ રહા હૈ, યે બાત ક્યા હૈ, યે રાઝ ક્યા હૈ, કોઈ હમેં બતા દે, દિલ કી નજર સે..’. આ ફિલ્મ ‘અનાડી’નું ગીત છે.ઉલ્લેખનીય છે કે, તાપસી પન્નુ અભિનીત ફિલ્મોમાં તેનાં પાત્ર શક્તિનાં પ્રતીક રહ્યાં છે. શિવન નાયરની ફિલ્મ ‘નામ શબાના’માં તે કુખ્યાત આતંકવાદીને મારી નાખે છે. નીરજ પાંડેની ફિલ્મ ‘બેબી’માં તાપસી અભિનીત પાત્ર કાઠમંડુ જઈને આતંકવાદીને મારે છે. તેની આ પ્રકારની ભૂમિકાઓને કારણે પ્રોટીન સાથે જોડાયેલી એક બ્રાન્ડની જાહેરાત માટે તેને પસંદ કરાઈ છે. મહિલા સ્પોર્ટ્સ પર બનેલી ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ યાદગાર ફિલ્મ છે. હોકીની પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મ સફળ પણ રહી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાને અસરકારક ભૂમિકા ભજવી હતી.ઉલ્લેખનીય છે કે, તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકર અભિનીત ‘સાંડ કી આંખ’માં બંને કલાકારે સાઈઠથી પારના પાત્રો ભજવ્યા હતા, જ્યારે ફિલ્મ ઉદ્યોગની કેટલીક તારિકાઓ પોતાનો 17મો જન્મ દિવસ ત્રણ-ચાર વર્ષ સુધી મનાવે છે. ‘રશ્મિ રોકેટ’ જોતાં દર્શકને રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફરહાન અખ્તર અભિનીત ફિલ્મ ‘ભાગ મિલ્ખા ભાગ’ યાદ આવી શકે છે, જેમાં ફરહાને યાદગાર ભૂમિકા ભજવી હતી. જોકે, બંને ફિલ્મ અલગ-અલગ મુદ્દા પર પ્રકાશ ફેંકે છે. ‘રશ્મિ રોકેટ’ એક યાદગાર ફિલ્મ મનાશે. આ રશ્મી વીરાની અસલ સ્ટોરી પરથી બનેલી ફિલ્મ છે.

અન્ય સમાચારો પણ છે...