મેનેજમેન્ટ ફંડા:યુવાનોનો નવો શોખ, અત્યારે ખરીદો પછી પસ્તાવો કરો!

13 દિવસ પહેલાલેખક: એન રઘુરામન
  • કૉપી લિંક
  • ફંડા એ છે કે, યુવાનોને ખરીદીના જુસ્સાભર્યા ઉત્સાહમાં ફસાવાથી બચાવો, કેમકે બીએનપીએલ ટ્રેન્ડ માત્ર દેવાની ચિંતા જ વધારશે અને યુવાનો ખરીદેલા સામાનનો આનંદ પણ લઈ શકશે નહીં.

ટીવી પર એક જાહેરાત કરે છે કે, ‘ડોન્ટ પે...’ (અત્યારે ન ચુકવો), હું તરત જ ચીસ પાડું છું, ‘સફર લેટર!’ (પાછળથી પસ્તાવો). આવું એટલા માટે કેમકે, ‘બીએનપીએલ’ (બાય નાઉ, પે લેટર)નું નવું સ્વરૂપ યુવાનોમાં ખૂબ જ ચર્ચિત છે. તેના પાછલ ઝડપથી વધતી ઈન્સ્ટોલમેન્ટ પ્લાનની ઓફર છે, જેના કારણે દિવાળીના દિવસોમાં જોરદાર ખરીદી થઈ છે, એ આશામાં કે મહામારીના હુમલા પછી થોડો આનંદ મેળવી લેવામાં આવે. આ છોકરીનું ઉદાહરણ જુઓ. થોડા મહિના પહેલા તેને 23 વર્ષની વયે પ્રથમ નોકરી મળી. તેણે મને રેસ્ટોરન્ટમાં આવવા કહ્યું, મેં ના પાડી અને કહ્યું, ‘તારા ખાતામાં રૂ.1 હજાર જમા કર અને મને રિસિપ્ટ બતાવ. હું માની લઈશ કે તેં મને પાર્ટી આપી છે’. તેણે આમ જ કર્યું અને વોટ્સએપ પર મને રિસિપ્ટ મોકલી આપી.

ગઈકાલે પાંચ મહિના પછી તે મારી પાસે નાણાકિય સલાહ લેવા આવી. દિવાળીથી પહેલા ઓક્ટોબરમાં તેને પૈસા ખર્ચવાની ધૂન સવાર થઈ. તેણે રૂ.10 હજારનાં જોડાં, રૂ.30 હજારનો મોબાઈલ અને રૂ.9000ના કપડાં ખરીદ્યાં. આટલો મોંઘો સામાન ખરીદવાનો તેને અફસોસ થયો એટલે તેણે માતા-પિતા માટે રૂ.4,500નો ઉપહાર પણ ખરીદ્યો. તેણે વિવિધ સાઈટ્સ પરથી ઓનલાઈન ખરીદી કરી, જેમાં સરળ હપ્તાના વિકલ્પ હતાં. બીએનપીએલ પ્લાન હવે દરેક જગ્યાએ છે અને ઉપયોગ કરવામાં એટલા સરળ છે કે, તે માત્ર ખરીદીનો ચસ્કો જ નથી વધારતા પરંતુ એ લોકોને આકર્ષિત કરી રહ્યા છે, જે ક્રેડિટ કાર્ડને લાયક નથી અને એક રીતે આર્થિક રીતે અસુરક્ષિત છે.

સામાન્ય રીતે બીએનપીએલમાં કોઈ પણ ખરીદી પર 25% ડાઉનપેમેન્ટ હોય છે અને શરૂઆતમાં કોઈ ફી કે વ્યાજ હોતું નથી. તેઓ ચુકવણીને નાના-નાના હપ્તામાં વહેંચી નાખે છે એટલે યુવાનોને લાગે છે કે, તેમણે લગભગ કંઈ ખર્ચ જ કર્યું નથી. તેનાથી ખરીદીની ધૂનની પણ ખબર પડતી નથી. પૈસાના મેનેજમેન્ટના નિષ્ણાતો કહે છે, ‘નાની રકમ જ મોટી ચિંતાનો વિષય છે અને મુસિબતમાં નાખે છે’. ક્રિસમસ શોપિંગ આવવાની સાથે જ અમેરિકન વિક્રેતાઓને વિશ્વાસ છે કે, બીએનપીએલથી તેઓ 100 અબજ ડોલરનો વેપાર કરશે. જે છોકરીની મેં ચર્ચા કરી છે તે આવી જ એક ચાલનો ભોગ બની. તે બે ખરીદીના હપ્તા ભરી શકી નહીં અને બીજા ચાર મહિના માટે તેના હપ્તા માસિક આવકથી પણ વધુ થઈ ગયા, જે તેને વીમા સહિત અન્ય કપાત પછી મળે છે. એટલે તેની પાસે કટોકટીની સ્થિતિ માટે પણ પૈસા બચ્યા નહીં. તેની નાની-નાની ખરીદી મોટા ખતરનાક આંકડામાં તબદીલ થઈ ગઈ. એક વૈશ્વિક રેટિંગ એજન્સીએ ચેતવણી આપી છે કે, ‘બીએનપીએલ ગ્રાહક ખુદને આ માસિક ચુકવણીમાં ગુંચવાયેલો જોઈને, તેને ચુકવવા માટે ઊંચા વ્યાજ દરે લોન લેશે, જેનાથી તેઓ લોનના દેવામાં ડૂબતા જશે. કમનસીબે આ યુવાનો બીએનપીએલના જોખમ ભૂલી ગયા છે’. હું બીએનપીએલનો કન્સર્ટની ટિકિટ કે મોંઘા હેન્ડબેગ ખરીદવામાં પણ દુરુપયોગ થતાં જોઉં છું. એવા યુવાન વ્યવસાયિક બીએનપીએલના લક્ષિત ગ્રાહક છે, જેમની પાસે બચત તો નથી, પરંતુ પોતાની પ્રતિષ્ઠા બતાવવા માટે તેઓ ફેશન અને આરામ સાથે સંકળાયેલી વસ્તુઓ ખરીદે છે. યાદ રાખો, આ એ જ બાળકો છે, જેમને આપણે સંતોષી જીવન જીવવાના વાતાવરણમાં ઉછેર્યા છે.

અન્ય સમાચારો પણ છે...