પરદે કે પીછે:જીવતા રહેવું આપણી જન્મજાત ફરજ છે

16 દિવસ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

નવલકથાકાર ઈયાન ફ્લેમિંગની નવલકથાથી પ્રેરિત પ્રથમ બોન્ડ ફિલ્મ ‘ડાૅક્ટર નો’ હતી. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા વચ્ચે પ્રચારનું શીત યુદ્ધ ચાલી રહ્યું હતું, જો હકીકતમાં મૂડીવાદ વિરુદ્ધ સામ્યવાદનું યુદ્ધ હતું. ફ્લેમિંગની નવલકથાનો નાયક રશિયામાં પ્રવેશ કરીને સામ્યવાદી એજન્ટની હત્યા કરે છે અને એક રશિયા મહિલા સાથે પ્રેમનો સ્વાંગ પણ રચે છે. ઉલ્લેખનીય છે કે, તમામ જેમ્સ બોન્ડ ફિલ્મોમાં એસ્ટન માર્ટિન કંપનીની બનેલી કારોનો જ ઉપયોગ થયો છે. આ કારની ગુણવત્તાના પુરાવા હોવાની સાથે જ શક્ય છે કે, કાર કંપનીએ પોતાના પ્રચાર માટે નિર્માતાને નાણા આપ્યા હોય? બજાર કંઈ પણ કરી શકે છે. શું ફિલ્મસ્ટાર કોઈ વસ્તુની જાહેરાતથી પહેલા તેની ગુણવત્તાની ચકાસણી કરે છે? એક વખત એક ફિલ્મસ્ટારે લોટરીનો પ્રચાર કર્યો હતો, જે ક્યારેય ઈનામની રકમ ચુકવતી જ ન હતી. કેસ કરાયો અને ફિલ્મસ્ટારે દલીલ કરી કે અભિનય કરવો તેનો વ્યવસાય છે અને તે ભૂમિકાની વિશ્વસનીયતા ચકાસતા નથી. લોકપ્રિય ફિલ્મસ્ટારો ગુટખા-તમાકુની જાહેરાત કરે છે. એક ફિલ્મસ્ટારે ગર્વ સાથે કહ્યું છે કે, જાહેરાતની ફિલ્મોમાં કામ કરવાથી તેના ઘરનો ખર્ચો નીકળે છે.જેમ્સ બોન્ડની કડીમાં એજન્ટી 007 જેમ્સ બોન્ડ, જે સંસ્થા માટે કામ કરે છે, એ સંસ્થાની ટોચના પદે બિરાજમાન અધિકારી એક મહિલા છે, જેને હંમેશા મેડમ એમ કહીને સંબોધિત કરાય છે. એક બોન્ડ ફિલ્મમાં મેડમ એમની હત્યા થતી બતાવાઈ છે. આ સિરીઝની ફિલ્મોમાં મેડમ એમની ભૂમિકા લિંગ ભેદ કરીને તેને પુરુષ પાત્ર બનાવી દેવાયું છે. કોઈ પણ ક્ષેત્રમાં મહિલાને પુરુષ પર શાસન કરતી ન બતાવવાની અજ્ઞાનતા સદીઓથી ચાલતી આવી છે. સંયોગની વાત છે કે, મેડમ એમ અભિનીત કરનારી વયોવૃદ્ધ કલાકારનું પણ મૃત્યુ થઈ ગયું છે. હવે ઉચ્ચ અધિકારી એક પુરુષ છે, શું તેનું કોડ નેમ મિસ્ટર એક્સ હશે? ઉલ્લેખનીય છે કે, સિરીઝની આગામી પિલ્મમાં પાત્ર જેમ્સ બોન્ડની ભૂમિકા એક મહિાલ ભજવશે, જેણે તાજેતરની એક ફિલ્મમાં સહાયકની ભૂમિકા અપાઈ છે. આ એક અશ્વેત અમેરિકન મહિલા છે. આગામી ફિલ્મમાં તે 007 કહેવાશે. ફિલ્મ નિર્માણ કંપની રાજનીતિના ક્ષેત્રમાં ચાલી રહેલા પરિવર્તન પર પણ ધ્યાન આપે છે. શું આ વાતને કમલા હેરિસના અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટના પદ પર બિરાજમાન થવાનો પ્રભાવ માની શકાય છે? આ રીતે તો આગામી ફિલ્મમાં અશ્વેત એમરિકન મહિલાને લેવી પણ વોટ બેન્ક રાજનીતિનો ભાગ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, અભિનેતા શોન કોનરી પણ જેમ્સ બોન્ડ ભૂમિકાઓમાં સર્વશ્રેષ્ઠ રહ્યા છે. સર ડૉક્ટર ઓર્થર કોનનના કાલ્પનિક પાત્ર શેરલોક હોમ્સ પર અનેક નવલકથાઓની રચના થયા બાદ એક નવલકથામાં પ્રસ્તુત કરાયું હતું કે, તે ખલનાયક સાથે લડતા-લડતા ઘાટીમાં પડીને મરી ગયો. તેના પર વાચકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પ્રજાની ઈચ્છા મુજબ નવી નવલકથામાં એવું બતાવાયું કે, ઘાટીમાં પડતા સમયે શેરલોક હમ્સે એક મજબૂત વૃક્ષની ડાળી પકડી લીધી હતી અને તેઓ બચી ગયા હતા. એ પણ ઉલ્લેખનીય છે કે, મહાન નવલકથાકાર અર્નેસ્ટ હેમિંગ્વે એક વિમાન અકસ્માતમાં ઘાયલ થયા હતા. તેમને મૃત માનીને શ્રદ્ધાંજલિ પણ પ્રકાશિત કરી દેવાઈ હતી. તેઓ અનેક કલાક સુધી આ રીતે મૃત્યુ અને જીવન વચ્ચે ઝોલા ખાતા રહ્યા હતા. ત્યાર પછી બચાવ ટૂકડીએ તેમને બચાવી લીધા હતા. આ અગાઉ પણ એક યુદ્ધમાં તેમના મૃત્યુના સમાચાર પેલાયા હતા, પરંતુ તેઓ ઘાયલ અવસ્થામાં એક ખાડીમાંથી મળી આવ્યા હતા. હેમિંગ્વે પોતાની નવલકથા ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ના નાયક તરીકે જીવ્યા છે. સમયાંતરે તેમણે આત્મહત્યા કરી લીધી અને અંતિમ પત્રમાં લખ્યું છે કે, ‘હું શિકાર કરી શકતો નથી, મારી દૃષ્ટિ નબળી પડી ગઈ છે. લખી શકતો નથી. હાથ ધ્રૂજે છે. લીવર ખરાબ થઈ ગયું છે એટલે દારૂ પી શકતો નથી, એટલે હું આત્મહત્યા કરી રહ્યો છું’.

અન્ય સમાચારો પણ છે...