તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેનેજમેન્ટ ફંડા:એક હાથે માત્ર ચપટી વાગે, તાળી નહીં

17 દિવસ પહેલાલેખક: એન રઘુરામન
  • કૉપી લિંક

આપણે ગયા સપ્તાહે પેરાલિમ્પિક ખેલાડીઓના શાનદાર પ્રદર્શન પોતાના મોબાઈલ પર જોયા. આ દરમિયાન એક અન્ય વીડિયો વાઈરલ થયો, જેણે મારું ધ્યાન ખેંચ્યું. આ વીડિયો હતો ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના બહેરામપુર વિસ્તારની સંધ્યા સહાનીનો. આ વીડિયોમાં અગિયારમા ધોરણની વિદ્યાર્થીની અને એક સુથારની પુત્રી, 15 વર્ષની સંધ્યા ઘરેથી સ્કૂલે પહોંચવા માટે રાપ્તી નદીની બિહામણી લહેરોમાં 800 મીટર હોડી ચલાવતી જોવા મળે છે. તે દરરોજ આવી રીતે જ સ્કૂલે જાય છે. તેનું ઘર પૂરના પાણીમાં ડૂબેલું છે, એટલે પરિવાર પ્લાસ્ટિકના શેડ નીચે રહેવા મજબૂર છે. માત્ર તેનું જ નહીં અનેક ઘર ડૂબેલા છે અને લોકો ધાબે રહેવા મજબૂર છે.સંધ્યાના સાથીદારો માતા-પિતાની સુરક્ષામાં ઘરે જ રહે છે, જ્યારે તે રાજઘાટ પહોંચવા માટે પરિવારની હોડી લઈને નીકળી પડે છે, જેવી રીતે કોઈ શહેરી છોકરી પોતાના પિતાની કાર લઈને જતી હોય. સંધ્યા બેન્ક રોડ ખાતે આવેલી અયોધ્યા દાસ ગર્લ્સ ઈન્ટર કોલેજમાં ભણે છે અને ત્યાં પહોંચવા માટે ઘાટે પહોંચીને ટેમ્પોમાં બેસે છે. આ છોકરીનો સ્કૂલ યુનિફોર્મમાં હોડી ચલાવતો વીડિયો વાઈરલ થયા પછી તેના સાહસ અને અભ્યાસ પ્રત્યેના સમર્પણની ચારેતરફ પ્રશંસા થઈ રહી છે.શિક્ષક દિવસ માનવવાના બીજા દિવસે સંધ્યાની સ્ટોરી કરતાં શ્રેષ્ઠ ઉદાહરણ બીજું શું હોઈ શકે છે. મને એક કારણ જણાવો કે, એક વિદ્યાર્થીનું આવું સમર્પણ કોઈ શિક્ષકને કોઈ પણ સ્થિતિમાં દરરોજ સ્કૂલે પહોંચવા માટે પ્રેરિત કરશે કે નહીં? મેં તેનો આ વીડિયો જ્યારે મારા એક શિક્ષક મિત્રને મોકલ્યો તો તેમણે કહ્યું કે, ‘જો મારા ક્લાસનો એક વિદ્યાર્થી પણ આવો થઈ જાય તો હું મારા કામમાં એક દિવસ પણ રજા ન પાડું.’ કેટલી સાચી વાત છે.ગયા સપ્તાહે શનિવાર સુધી હું ભોપાલની શિક્ષણ સંસ્થા સેજ ગ્રૂપની નવી કોલેજના વિદ્યાર્થીઓના પ્રી-ઓરિએન્ટેશન કાર્યક્રમમાં અસંખ્ય વિદ્યાર્થીઓને સંબોધિત કરવામાં વ્યસ્ત હતો. જેમાંથી કેટલાકે વેક્સિન લીધી હતી, કેટલાકે નહીં કેમકે તેઓ 18 વર્ષના થયા ન હતા. મોટાભાગના વિદ્યાર્થી કોવિડના સમયે આવવા-જવા અંગે ચિંતિત હતા. વિશ્વાસ કરો જો તમારા અંદર સંધ્યા જેવી ઈચ્છાશક્તિ છે તો સમસ્યાઓનું સમાધાન કાઢી જ લેશો.તેણે સમાધાન શોધી કાઢ્યું, કેમકે તેણે પહેલાથી જ જીવનનું લક્ષ્ય નક્કી કરી લીધું છે કે, તેણે તેના માતા-પિતા અને ભાઈ-બહેનને સારું જીવન પૂરું પાડવું છે. તે જાણે છે કે, સારી રીતે અભ્યાસ કરીને જ આ પ્રાપ્ત કરી શકાય છે. સ્થાનિક મીડિયાને તેણે કહ્યું કે, ‘મારી સ્કૂલ કોવિડ-19 લૉકડાઉનને કારણે લાંબા સમયથી બંધ હતી અને અમે બધા જ રાપ્તી નદીમાં પૂરનો સામનો કરી રહ્યા છીએ. હું મારા ક્લાસ છોડવા માગતી ન હતી, કેમકે હું કોઈ ટ્યુશન લેતી નથી. હું અભ્યાસ માટે સંપૂર્ણપણે સ્કૂલ પર નિર્ભર છું.’ સંધ્યા સરોજિની નાયડુ, ઈન્દિરા ગાંધી, કલ્પના ચાવલા અને પીટી ઉષા જેવી મહિલાઓથી પ્રેરિત છે.જો તમારી કોઈ મહત્ત્વાકાંક્ષા કે ઈચ્છા છે અને તે પૂરી નથી થઈ રહી તો તેનું સૌથી પહેલું કારણ તમારા મનમાં તેના પ્રત્યેની દુવિધા છે. એટલે, તમે એ વસ્તુ પ્રત્યે ઈચ્છા રાખો પણ છો અને નહીં પણ. એટલે ક્યાં તો ઈચ્છાનો ત્યાગ કરો અથવા તો તેના વિરુદ્ધનું વિચારવાનું બંધ કરી દો. તમે જોશો કે, તમારી ગતિ સંપૂર્ણપણે બદલાઈ જશે.ફંડા એ છે કે > તમે એક હાથ વડે તાળી વગાડી શકો નહીં, માત્ર ચપટી જ વગાડી શકો છો અને ચોક્કસપણે આ ઓછામાં ઓછું મોટો અવાજ પેદા કરવા માટે પુરતું નથી.મેનેજમેન્ટ ગુરુ, raghu@dbcorp.in

અન્ય સમાચારો પણ છે...