પરદે કે પીછે:જીવતા છો તો જીવનની જીતમાં વિશ્વાસ કરો

12 દિવસ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

વેક્સિનેશનનું કામ દિવસ-રાત ચાલુ છે, કેમકે આકાશી યુદ્ધ બંધ થતું નથી. ઉલ્લેખનીય છે કે, વિજ્ઞાનીઓએ કોવિડ-19 વેક્સિનની શોધના પ્રયાસ ચાલવા દરમિયાન એક અઘરો નિર્ણય લઈ લીધો હતો. તે એ કે વેક્સિન માટે મજૂરી મળે તે પહેલા જ તેમણે તેના ઉત્પાદનને અટકાવ્યું ન હતું. સમય સાથે જ તેમને મંજૂરી મળી ગઈ અને આ સાહસિક નિર્ણયે અસંખ્ય લોકોના જીવ બચાવી લીધા છે. વૈજ્ઞાનિક મંજૂરી મળતા પહેલા તેમના આત્મવિશ્વાસે તેમને આ સાહસ આપ્યું છે. આ જ રીતે ગુરુત્વાકર્ષણનો નિયમ પણ સંયોગવશાત જ શોધાયો હતો. એક સફરજનનું ફળ ધરતી પર પડ્યું અને રિસર્ચર વિજ્ઞાની,યુરેકા એમ કહીને નિર્વસ્ત્ર જ પોતાની પ્રયોગશાળા તરફ દોડ્યો હતો. આ જ રીતે ધરતી ગોળ છે તેનું સત્ય શોધનારને ગાંડો જ સમજવામાં આવ્યો હતો. સમયાંતરે આ નિયમે જ જીવન બદલી નાખ્યું. મેડમ ક્યુરીની પ્રયોગશાળામાં રૂમને ગરમ રાખતા ઉપકરણે કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેઓ ઠંડીથી ધ્રૂજવા લાગ્યા અને તેમની થાકેલી આંખો બંધ થવા લાગી. હિંમત ભેગી કરીને તે કામમાં લાગેલાં રહ્યાં અને તેમણે પોતાની શોધ પૂરી કરી. ક્યૂરીએ પોતાની સફળતા પર અભિમાન કર્યું નહીં અને તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું. તેમને બે વખત નોબેલ પ્રાઈઝ અપાયું. આખરે, વિપરીત સ્થિતિમાં પોતાનું કામ કરતા રહેવાની જિદ જ અસંખ્ય લોકોના જીવનને પ્રભાવિત કરતી રહી છે. જે લોકો કંઈ પણ કરતા નથી એ લોકો પણ જીવનમાં ઉપયોગી સાબિત થાય છે. ખુલ્લી બારીમાંથી નિર્જન સ્થાનને જોતા રહેવું પણ એક કામ છે. કોણ જાણે ક્યાંથી કંઈક મળી જાય? બર્ટેન્ડ રસેલના એક નિબંધનું નામ ‘પ્રેઝ ઓફ આઈડલનેસ’ આ કુદરતનો જ કમાલ છે કે તે બંધ દરવાજા પર પણ ટકોરા મારે છે.ક્યારેક ખુલ્લી સડક પરથી નિર્જન સ્થાનને જોઈએ તો કુદરત ત્યાં એક પેઈન્ટિંગ બનાવી દે છે. આખી દુનિયા જ તેનો કેનવાસ છે. આપણે જાગૃત રહ્યા તો કેનવાસ પર રંગ ઉફરે છે, આકૃતિઓ બનતી રહે છે. એટલે ક્યારેક વિચારની ખુલ્લી બારીમાં આકૃતિઓ દેખાવ ાલાગે છે. કેટલાક વિચાર ઊંઘે છે, ઊંઘમાં હોય છે, પરંતુ તેમાંથી કંઈક તથ્ય તો મળતું હોય છે. સ્ટીવન સ્પીલબર્ગ અને તેમના સાથીદારોએ આ ક્ષેત્રે ડોકિયું કર્યું છે. રાજકુમાર હિરાનીની આમિર ખાન અને અનુષ્કા શર્મા અભિનીત ફિલ્મ ‘પીકે’એ આ વિચારની નવી વ્યાખ્યા પ્રસ્તુત કરી છે. ફિલ્મનો એક સંવાદ છે કે, ‘અંતરિક્ષમાંથી આવેલો પ્રાણી ધરતી સામે જૂઠ્ઠું બોલવાનું શીખીને ગયો છે અને મનુષ્યને પ્રેમ કરવાનું શીખવાડી ગયો છે.’ આપણે પ્રેમ વગરના જીવન અને સંવાદના શૂન્ય સંસારનું નિર્માણ કરી લીધું છે. સગડવને પ્રેમ કહેવાય છે. દુષ્યંતકુમારે કહ્યું છે કે, ‘વે મુતમઈન હૈં કિ પથ્થર પિઘલ નહીં સકતા, મૈં બેકરાર હું આવાઝ મેં અસર કે લિએ’. આ અવાજથી જ વ્યવસ્થા ડરેલી છે, એટલે તેમણે મૌનની રચના કરી છે. દુષ્યંતે કહ્યંુ છે કે, ‘કૌન કહતા હૈ કિ આસમાં મેં સુરાખ નહીં હો સકતા, એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો...’ વિદેશી યુનિવર્સિટીમાં દરેક પ્રોફેસરને તેમની કારકિર્દીના સાતમા વર્ષમાં કામ કર્યા વગર જ પૂરું વેતન અપાય છે, જેને ‘ટીચર્સ સેવન્થ યર’ કહે છે. જેથી તેઓ આ અવસરે પોતાને અપડેટ કરી શકે અને તાજા થઈને ફરીથી પોતાનું ભણાવવાનું કામ વધુ સારી રીતે કરી શકે. કેટલાક શિક્ષકોએ આ સાતમા વર્ષે ખુદને શોધતા માનવ કલ્યાણ માટે કંઈક નવું શોધી નાખ્યું છે. વિજ્ઞાનીઓએ પોતાનાં આત્મવિશ્વાસના બળે જ પ્રયોગની મંજૂરી ન હોવા છતાં કામ ચાલુ રાખ્યું અને અસંખ્ય પ્રાણ બચાવી લીધા. દરેક મહાન શોધ એક સંયોગના બળે જ કામની શરૂઆત કરે છે. દરેક નવું કામ એક કલ્પના સાથે શરૂ થાય છે અને ત્યાર પછી પ્રયોગ સફળ થતાં સિદ્ધાંત બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...