મેનેજમેન્ટ ફંડા:તમે તમારા જીવનના ‘ઉધમ’ કેવી રીતે સંભાળો છો?

2 મહિનો પહેલાલેખક: એન. રઘુરામન
  • કૉપી લિંક

અમૃતસરના 19 વર્ષના છોકરાને 13 એપ્રિલ, 1919ના રોજ અકલ્પનીય ભયાનક દૃશ્યમાં ધક્કો મારી દેવાયો. જલાયાઁવાલા બાગ નામના ખુલ્લા સ્થાને અનેક લાશો અને ઘાયલોની વચ્ચે તે ઊભો હતો. અહીં બ્રિટિશ સૈનિકો હથિયાર વિહોણા ભારતીયો પર અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા હતા. એ યુવાન સરદાર, ઉધમ સિંહ આ નરસંહારથી અંદર સુધી હચમચી ગયો અને ભાગીને અફઘાનિસ્તાનના પર્વતોમાં પહોંચી ગયો. અહીંથી તે 1933-34માં લંડન ગયો અને પોતાના જીવનના 6 નિર્ણાયક વર્ષ પસાર કરીને ક્રાંતિની આગળ સળગતી રાખી. પછી 21 વર્ષ સુધી ખૂંચી રહેલા ઘા સાથે 13 માર્ચ, 1940ના રોજ ઉધમે માઈકલ ઓ’ડાયરની હત્યા કરી, એ વ્યક્તિ જે જલિયાઁવાલા બાગ હત્યાકાંડ માટે જવાબદાર હતો. ઉધમને 31 જુલાઈ, 1940ના રોજ ફાંસી આપવામાં આવી અને તેના અવશેષ આજે પણ નરસંહારવાળા સ્થાને સંરક્ષિત છે.ગઈકાલે મેં રિલીઝ થયેલી ફિલ્મ ‘સરદાર ઉધમ’ જોઈએ, જે આ શહીદના જીવન પર આધારિત હતી, જેને અનીતા આનંદે પોતાનાં પુસ્તક ‘ધ પેશન્ટ એસાસિન’માં કંઈક આ રીતે પરિભાષિત કર્યું છે, ‘એક એવો વ્યક્તિ જેના બાળપણમાં કંઈ ખાસ ન હતું, પરંતુ જે કંઈક બનવા માગતો હતો’. ફિલ્મમાં ઉધમની ભૂમિકા ભજવી રહેલા વિકી કૌશલ અને તેના વકીલ વચ્ચેનો સંવાદ છે, જેમાં ઉધમ કહે છે, ‘હું જ્યારે 18 વર્ષનો થયો ત્યારે મારા શિક્ષકે કહ્યું હતું, બેટા, યુવાની ઈશ્વરે આપેલી ભેટ છે. હવે એ તારા ઉપર છે કે તું તેને વેડફી નાખે છે કે કોઈ અર્થ આપે છે. હું તેમને પુછીશ કે, શું મેં મારી યુવાનીને કોઈ અર્થ આપ્યો?’ એટલે કે તે જાણતો હતો કે તેને ફાંસ થશે અને તે શિક્ષકને સ્વર્ગમાં મળશે.આ શક્તિશાળી સંવાદે મને તેનું જ એક બીજું સ્વરૂપ યાદ અપાવ્યું, જ્યારે મારી માતાએ મને મારા 18 વર્ષ અને ચાર મહિનાના થયા પછી કહ્યું હતું. હું જ્યારે અભ્યાસ અને નોકરી માટે બોમ્બે જઈ રહ્યો હતો, તેમણે કહ્યું હતું, ‘હવે તુ 18 વર્ષનો થયો છે. હવે તારા પર નિર્ભર છે કે તું કેવી રીતે આ ખાનદાનની હોડીને પાર કરવામાં પિતાની મદદ કરે છે.’ એ દિવસે કદાચ જીવનમાં હું સૌથી વધુ રડ્યો હતો. મારી માતાની સલાહ હતી કે, ‘હું યુવાનીના દિવસોમાં ખાનદાનની હોડી પાર કરવા પર ધ્યાન આપું.’ મને યાદ નથી, મેં કેટલા દિવસ મુંબઈની સડકના કિનારે ઉડતી ધૂળ વચ્ચે જમતા સમયે યાદ કર્યું હશે કે મારી મા કેટલા પ્રેમથી મને જમાડતી હતી. કોઈ જાણે કેટલા દિવસ મેં એક જ સફેદ શર્ટ પહેર્યો હશે, જેને હું રાત્રે ધોઈને સવારે પહેરી લેતો હતો, જેથી કોઈને ખબર ન પડે કે મારી પાસે કેટલા શર્ટ છે. કેટલી વખત મિત્રો સમક્ષ ખોટું બોલ્યો હોઈશ કે મને માત્ર સફેદ શર્ટ પસંદ છે, જોકે, મને રંગ ગમતા હતા, ખાસ કરીને ચમકદાર બોમ્બે શહેરમાં રહ્યા પછી. કોઈ જાણે કેટલી રાતો મેં બાલકની આકારના ભાડાના રૂમમાં ઊંઘીને પસાર કરી હશે અને વારંવાર મારી સૂટકેસ ખોલીને નાનકડી બચત જોઈ હશે, કેમકે મારી પાસે કબાટ ન હતો.હું એવા કોઈ વ્યક્તિને જાણતો નથી જેના જીવનમાં ક્યારેય ‘ઉધમ’ (વાંચો ચડતી-પડતી) ન રહી હોય. સરદાર ઉધમે પોતાના જીવનના ‘ઉધમ’ સંભાળવા પોતાની રીત પસંદ કરી અને આપણે પોતાની રીત પસંદ કરીએ છીએ.ફંડા એ છે કે, કોઈ પણ જીવન ‘ઉધમ’ વગરનું હોતું નથી, પરંતુ પોતાની યુવાનીને સાચો અર્થ આપીને અને તેનો રચનાત્મક ઉપયોગ કરીને આ ચડતી-પડતીને સંભાળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...