પરદે કે પીછે:અંધકારના ખોળામાં લપાઈને બેઠો છે ઈતિહાસ!

એક મહિનો પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

સમાચાર છે કે કેટલાક ખતરનાક આતંકવાદીઓની ધરપકડ કરાઈ છે. સમાચારમાં એવું પણ જણાવાયું છે કે, તેમાંથી કેટલાકનો સંબંધ એવા આતંકવાદી સંગઠનો સાથે છે જે અતિ હિંસક અને ખતરનાક પ્રવૃત્તિના છે. સાથે જ કહેવાઈ રહ્યું છે કે, તેઓ દેશના વિવિધ રાજ્યોમાં પોતાના આતંકી કેમ્પ બનાવીને ખતરનાક ઈરાદાને અંજામ આપવા માગે છે. એ વાત પણ વિચારવા યોગ્ય છે કે, નકસલ પ્રભાવિત વિસ્તારોમાંથી ક્યારેક ખતરનાક અને ઘાતક હથિયાર પકડાયા છે, જે ચીનમાં બનેલા હોવાની હકીકત પર કોઈ વિવાદ થયો નછી. પરંતુ સવાલ એ પેદા થાય છે કે, ચીન કે પાકિસ્તાનમાં બનેલા હથિયાર, ભારતના અંતરિયાળ વિસ્તારો સુધી કેવી રીતે પહોંચે છે? જાણે કે, મહાનગરોમાં આરડીએક્સ જેવો વિનાશકારી વિસ્ફોટક કેવી રીતે પહોંચ્યો? તો શું આપણા પોતાના જ લોકો લાલચમાં આવું કામ કરે છે? બીજી તરફ જોઈએ તો કેટલાક લોકો દેશ અને દુનિયામાં એવા પણ છે, જે એ કામનું શ્રેય લેવાની કળા પણ સારી રીતે જાણે છે, જે કામ તેમણે કર્યું જ નથી.અહીં એક સવાલ એવો પણ ઊભો થાય છે કે, અફઘાનિસ્તાનમાં થોડા દિવસો અગાઉ થયેલા ઘટનાક્રમોમાં તાલિબાનોએ હથિયારોનો ઉપયોગ કર્યો હતો. જોકે, મૂળ વાત એ છે કે, આ સંપૂર્ણ ઘટના માટે મૂડી કોણે ભેગી કરી? ચીને મૂડી રોકાણ કર્યું છે તે કહેવું અને માની લેવું સુવિધાજનક લાગે છે. જોકે, બીજી તરફ કેટલાક લોકોનું અનુમાન છે કે, ચીનના અંદર તેના યુવાનોમાં પણ આક્રોશની જ્વાળા સળગી રહી છે. ત્યાં કેટલાક યુવાનો અને મોટી સંખ્યામાં લોકો અભિવ્યક્તિની સ્વતંત્રતા ઈચ્છે છે. જાણે કે, ચીનના કેટલાક વિસ્તારોમાં ભોંયરામાં છુપાઈને યુવાન વર્ગ રોક અને રૅપ કરે છે અને પોતાની અદાજમાં મસ્તીમાં રહે છે, આઝાદીઘી ગીતો ગાય છે, વગાડે છે.ત્યાં એક ભોંયરામાં એક પોસ્ટર લાગેલું મળ્યું છે, જેમાં એક મહાન દિવંગત નેતાના હાથમાં ગિટાર છે અને એ નેતા દુનિયાભર માટે સન્માનનીય છે. આથી, ગન વિરુદ્ધ ગિટાર દ્વંદ્વમાં આજકાલ ગિટારનું પલડું ભારે છે. ગિટાર માત્ર સંગીત પ્રેમ નથી, પરંતુ તે મનુષ્યના આંતરિક સંઘર્ષને રેખાંકિત કરકે છે. દરેક વ્યક્તિ ચિંતિત છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના સુવર્ણ યુગમાં પણ જોવા મળી રહ્યું છે કે, આમ આદમી તમામ સુખ-સુવિધાઓ અને ટેક્નોલોજી હોવા છતાં અત્યંત દુ:ખી છે. સ્થિતિ એવી છે કે, દુનિયાભરની માહિતીનો અતિરેક આપણને ચિંતિત બનાવી રહ્યો છે. સંતુલન જાળવી રાખવું હવે અઘરું થઈ ગયું છે. મનુષ્ય વિચાર સંસારનો એક એવો ટાપુ બની ગોય છે, જેમાં લહેરો એક-બીજાની દુશ્મન બની રહી છે, આ સ્થિતિમાં આપણે એ કાબુલીવાલાને ક્યાં શોધવો જે પોતાના વતનથી દૂર કોઈ બીજા દેશમાં કોઈ નાનકડી બાળકીમાં પોતાની પુત્રીને જોઈ રહ્યો છે, જેનાથી વિખૂટા પડે લાંબો સમય થઈ ગયો છે. તેના મનમાં આ બાળકી આજે પણ જીવંત છે.ઉલ્લેખનીય છે કે, લાંબા સમય પહેલા નિર્દેશક કબીર ખાને અફઘાનિસ્તાન પર એક ડોક્યુમેન્ટરી બનાવી હતી અને આ કારણે જ તેને ‘બજરંગી ભાઈજાન’ ફિલ્મ બનાવવાની તક મળી. જોકે, હવે સવાલ એ પેદા થાય છે કે, શું ગુપ્તચર વિભાગમાં પણ ઘુસણખોરી થઈ ગઈ છે? આજે તો લાગે છે કે, દરેક સ્થાને ઘુસણખોરી થઈ રહી છે? જોકે, આ તમામ ખેંચતાણમાં કોઈ માર્ગ મળી જાય એટલી જ અપેક્ષા છે. એક વાત તો નક્કી છે કે આ રસ્તો રાજપથ નથી. તે એક પંગદંડી છે, જે અંતર ઘટાડે છે. પંકતિઓ યાદ આવી રીહ છે,‘અંધેરે કી ગોદ મેં દુબકા બૈઠા હૈ ઈતિહાસ, પ્રકાશ કા ઘેરા ભૂગોલ બદલ રહા હૈ, મનુષ્ય કી ધૂરી પર ઘુમતી ધરતી, ઈતિહાસ ઔર ભૂગોલ’.

અન્ય સમાચારો પણ છે...