મેનેજમેન્ટ ફંડા:'ગ્રીન' જ ગરીબી અને પ્રદૂષણ દૂર કરવાનો સંયુક્ત ઉપાય

15 દિવસ પહેલાલેખક: એન. રઘુરામન
  • કૉપી લિંક
  • ફંડા એ છે કે > આપણામાંથી મોટા ભાગના લોકોને એ ખબર હોતી નથી કે આપણી હરિયાળી (વાંચો પ્રદૂષણ વગરની જીવનશૈલી) કેટલા લોકોના જીવનને હર્યું-ભર્યું (સ્વસ્થ અને સ્મૃદ્ધ) કરી શકે છે. આવું એટલા માટે, કેમકે ગ્રીન જ ગરીબી અને પ્રદૂષણ દૂર કરવાનો સંયુક્ત ઉપાય છે. માત્ર તમારી પાસે એક અલગ દૃષ્ટિકોણ હોવો જોઈએ.

તે હરિયાળીથી ભરપૂર ઘાટી હતી, તેમ છતાં કેલિફોર્નિયાની નજીક સન હોઆકિન ઘાટીના આર્થિક રીતે પછાત આ ક્ષેત્રના રહેવાસી શ્વસન સંબંધિત બીમારીઓનો ભોગ બનેલા હતા, કેમકે અધિકારીઓએ 4 ઈંધણ રિફાઈનરીને રાજ્યના વાયુ ગુણવત્તા નિયમના સંપૂર્ણ પાલનમાંથી છૂટ આપી હતી. તેમણે વિચાર્યું હશે કે, બીજા કારણો વચ્ચે રિફાઈનરીથી સ્થાનિક લોકોને રોજગાર મળશે અને તેઓ ગરીબીમાંથી બહાર આવી શકશે. આ નીચલા વર્ગના હિસપેનિક સમુદાયના લોકોનો વિસ્તાર છે, જ્યાં અસંખ્ય વિદેશી મજૂર વસેલા છે, અધિકારીઓને લાગ્યું હશે કે તેઓ કંઈ બોલશે નહીં. અહીં બારી-દરવાજા બંધ હોવા છતાં ક્રુડ ઓઈલની ગંધ ઘરના અંદર આવે છે અને શ્વાસ લેવું દુષ્કર થઈ જાય છે. ત્યાર પછી એક રિસર્ચમાં સાબિત પણ થયું કે વાયુ પ્રદૂષણના આરોગ્ય પરિણામો અને બિન-આરોગ્ય પરિણામો, બંને પર પ્રભાવ પડે છે અને તે આપણા રોજિંદા જીવન પર પણ અસર નાખે છે. ઉદાહરણ માટે જો કોઈ ખેડૂત વાયુ પ્રદૂષણના વધુ સંપર્કમાં રહે તો તેનાથી કદાચ અસ્થમાની બીમારી ન થાય, પરંતુ શ્વસોચ્છશ્વાસમાં તો તકલીફ પડી જ શકે છે કે હૃદયગતિમાં પરિવર્તન આવી શકે છે. જેની કામ કરવાની ક્ષમતા પર સીધી અસર થાય છે.

પરિણામે રાજ્યની એટર્ની જનરલ ઓફિસે સ્થાનિક લોકોને ટેકો આપ્યો અને ગયા સપ્તાહે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેનની ઓફિસે સમગ્ર અમેરિકામાં હદ કરતાં વધુ પછાત સમુદાયોની સુરક્ષા માટે ‘કેલિફોર્નિયા એન્વાયર્નમેન્ટ સ્ક્રીન’ મોડલ પર કામ કરવાનું શરૂ કર્યું. આ સપ્તાહથી માનવ સેવા મંત્રાલય પ્રદૂષણ-ગરીબીની વચ્ચે રહેતા સમુદાયોની સુરક્ષા માટે દરેક ઉપાય પર કામ કરશે. દુનિયામાં આર્થિક રીતે સંઘર્ષ કરતા લોકોને અધિકારીઓ ઓછા આંકે છે અને અમેરિકામાં પણ તેમાં અપવાદ નથી. આ પ્રથમ ઘટના છે જ્યારે પછાત સમુદાયની સુરક્ષા માટે સંઘીય પર્યાવરણ સુરક્ષા એજન્સી અને રાજ્ય વચ્ચે ભાગીદારી થઈ રહી છે. જોકે, આ રવિવારે કર્જત ખાતેના ‘કર્નલ ફાર્મ’ની મુલાકાત પછી મારો આ પાકો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. થોડા પ્રદૂષિત મુંબઈથી 100 કિમી દૂર આ સ્થાને બોલિવૂડની ટોચની હસ્તીઓથી માંડીને રાજકીય પરિવારો જેમકે ઠાકરેના હરિયાળીથી ભરેલા, પર્વતોથી ઘેરાયેલા, આજુ-બાજુ વહેતી નદીની વચ્ચે નાના-નાના પોત-પોતાનાં ‘સ્વર્ગ જેવા’ જમીનના ટૂકડા છે. બહારના લોકો માટે પણ ખુલ્લું એવું કર્નલ સુનીલ શર્માનું ફાર્મહાઉસ એ શીખવા માટે મારા માટે ક્લાસરૂમ જેવું હતું કે, કેવી રીતે હરિયાળી જમીનનો નાનકડો ટૂકડો લઈન ેઆપણે આજુબાજુના વિસ્તારોના માત્ર ગરીબી જ નહીં પરંતુ પ્રદૂષણથી પણ બચાવી શકીએ છીએ, જેમને આપણે ઔદ્યોગીકીકરણને નામે શહેરોમાં લાવ્યા છીએ.સામાન્ય રીતે ઓછામાં ઓછી એક એકરથી વધુ જમીન પર ફેલાયેલા ફાર્મમાં માળી, ગાર્ડથી માંડીને સફાઈ કર્મચારી, રસોઈયાને મળીને એક ડઝનથી વધુ લોકોને રોજગાર આપે છે. તેઓ બધા જ આજુબાજુના ગામડાના હોય છે. રસપ્રદ રીતે આ ગરીબોની આંગળીઓ જાદુઈ હોય છે, જે વિસ્તારને વધુ હરિયાળો બનાવી દે છે અને ફાર્મની સુરક્ષા પ્રત્યે પણ વફાદાર હોય છે.

અન્ય સમાચારો પણ છે...