પરદે કે પીછે:અહીં દરેક વ્યક્તિ ‘ફિરકી’ લઈ રહ્યો છે

એક મહિનો પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

શબ્દકોશમાં ટ્રોલ કરવાનો અર્થ છે ‘મુક્ત કંઠે ગીત ગાવું’ કે ‘માછલી મારવું’ પણ થાય છે. જેવી રીતે, રાજકુમાર હિરાણીની ફિલ્મ ‘પીકે’ના એક દ્રશ્યમાં અનુષ્કા શર્મા અભિનીત પાત્રને ખોટા નંબરથી વારંવાર ફોન આવે છે તો કંટાળીને તે એ ફોન કરનારને કહે છે કે, ‘જે બીમારની તબિયત જાણવા તમે ફોન કરી રહ્યા છો તે તો મરી ગયો છે’.આમિર અભિનીત પાત્ર તેને પુછે છે, આ તેણે શું કર્યું? તો અનુષ્કા અભિનીત પાત્ર તરફથી જવાબ આવે છે કે, એ તેની ‘ફિરકી’ લઈ રહી છે. ફિરકી લેવાનો અર્થ ટ્રોલ કરવાનો થાય છે. ભ્રમ ફેલાવાને પણ ટ્રોલ કરવાનું જ કહે છે.ઉલ્લેખનીય છે કે, લેખિકા સ્વાતિ ચતુર્વેદીએ ‘આઈ એમ અ ટ્રોલ’ નામનું એક પુસ્તક લખ્યું છે.છેલ્લા ઘણા સમયથી રાજકીય ક્ષેત્રમાં ટ્રોલિંગનો એક હથિયારની જેમ ઉપયોગ થઈ રહ્યો છે. સાથે જ તે ગમતા લોકોની પ્રશંસામાં મુક્ત કંઠે ગીત ગાવા જેવું પણ થઈ ગયું છે. જોકે, રાજકીય પક્ષોએ ટ્રોલને પ્રચારની સાથે વિરોધીની ચારિત્રિક હત્યાનું શસ્ત્ર પણ બનાવી દીધું છે.કેટલાક લોકોનું માનવું છે કે, આ શસ્ત્ર હવે વળતો પ્રહાર કરી રહ્યું છે એટલે કે ચલાવનારને જ નુકસાન પહોંચાડી રહ્યું છે. ટ્રોલના માધ્યમથી જાતિગત હિંસા પણ ફેલાવાઈ રહી છે.ઉલ્લેખનીય છે કે, થાઈલેન્ડમાં એક નાનકડી વસતી છે ‘બુરી’. જો ભૂગોળનો નકશો ઉઠાવીને જોશો તો આ ‘બુરી’ નામના બિંદુને મેગ્નિફાઈંગ ગ્લાસથી જોવો પડશે. હકીકતમાં અહીં જ ટ્વિટ કરાય છે, ટ્રોલિંગ કરાય છે. માતાહારી જેવી પારંપરિક જાસુસ પણ આ સ્થાનને શોધી શકી ન હતી. સમાચાર છે કે આ લોકોને ચુકવણી પણ હોંગકોંગની બેન્ક દ્વારા થાય છે.એક ભારતીય પત્રકારને અજાણ્યા નંબર પરથી અપશબ્દો કહેવામાં આવતા હતા. એક દિવસ દુસ્સાહસ કરીને ફોન કરનારો પોતાના ‘શિકાર’ના ઘરે પહોંચી ગયો. પત્રકારના પુત્રએ તેને લાફો માર્યો તો તેણે રડતા-રડતા રહસ્યોદઘાટન કર્યું કે, તેને દર મહિને પત્રકારોના નામ, સરનામા મોકલવામાં આવે છે અને માસિક વેતન પણ એ પત્ર સાથે જ આવે છે. આ જ તેની રોજી-રોટી છે, આથી, બેરોજગારીના મુદ્દા ઉઠાવનારા જાણતા નથી કે તેના થકી પણ કોઈને રોજગાર મળી રહ્યો છે.સ્થિતિ એવી છે કે, ટ્રોલના કારણે કોઈ માસુમ શિકારનું માનસિક સંતુલન બગડી જાય છે. અજાણ્યા મોબાઈલ પરથી બોલાયેલા અપશબ્દો સાંભળનારાને તીરની જેમ વાગે છે.ટ્રોલને એક પ્રકારનો ગુસ્સો કાઢવાનું પણ માની શકાય છે, પરંતુ તેના દ્વારા સત્તા માટે કરવામાં આવતો પ્રચાર તેને એક શસ્ત્રનું સ્વરૂપ આપી રહ્યો છે. શું ટ્રોલ કરવાને પ્રેશર કુકરમાં લાગેલો સેફ્ટી વાલ્વ માની શકાય?આ પ્રેશર કુકરમાં રાંધવામાં આવેલી દરેક વસ્તુ પણ ડીડીટી પાઉડર નાખીને ખેતરમાં પેદા કરાયેલી શાકભાજીની જેમ નુકસાનકારક હોઈ શકે છે. ટ્રોલ કરતા-કરતા મૌલિક લેખન કાર્યમાં નિષ્ફળ વ્યક્તિને પણ પોતાના પત્રકાર હોવાનો ભ્રમ પેદા થઈ જાય છે.આપણે બધા જ ધીમે-ધીમે વૈચારિક સંકુચિતતાને સ્વીકારવાની સાથે તેને પણ અપનાવી રહ્યા છીએ.વિચારવાનું એ છે કે, આપણી પેઢી તો જેમ-તેમ ગુજરી જશે, પરંતુ આગામી પેઢી કેવી હશે? શું તે આપણો શ્રાદ્ધ કરશે કે મૃત્યુ દિવસ પર ફાતેહા પઢશે?ધીમે-ધીમે વર્તમાન સામાજિક સ્થિતિનું વર્ણન કરનારા, કથા વાચકની જેમ કહેશે કે, એક સમયની વાત છે, એક હતો રાજા, એક હતી રાણી અને તેનો એક દુષ્ટ દરબારી હતો. ઉલ્લેખનીય છે કે, આ લેખની સામગ્રી સ્વાતિ ચતુર્વેદીના પુસ્તક ‘આઈ એમ અ ટ્રોલ’માંથી મળી છે.ફિલ્મના પ્રારંભમાં ડિસ્ક્લેમર અપાય છે કે, કથા કાલ્પનિક છે. એ જ રીતે ડિસ્ક્લેમર પત્રકારે પણ આપવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...