મેનેજમેન્ટ ફંડા:મહામારી સ્કૂલ યુનિફોર્મની સ્ટાઈલમાં પણ હેરફેર કરી રહી છે!

20 દિવસ પહેલાલેખક: એન રઘુરામન
  • કૉપી લિંક

આજકાલ દુનિયાના કેટલાક ભાગ જેમકે દક્ષિણ કોરિયાના સિયોલમાં છોકરા-છોકરીઓ ચમકદાર રંગોવાળા પોલો ટી-શર્ટ્સની સાથે ટ્રેકસૂટ અને ઉપરથી હૂડી પહેરીને સ્કૂલે જતા જોવા મળી રહ્યા છે. મહામારી પછી આ તેમનો નવો યુનિફોર્મ છે. એવું લાગી રહ્યું છે કે, સ્કૂલ શિક્ષકોએ પણ આ આધુનિક યુનિફોર્મ અંગે પોતાની આંખો બંધ રાખી છે કે ઓછા કડક છે, જેથી બાળકો સ્કૂલે આવવા માટે પ્રેરિત થાય. ટૂંકમાં કહીએ તો એવું લાગે છે કે વિકસિત દેશોમાં ‘પોપ કલ્ચરમાં હાઈ-ટીન ફેશન’ (હાઈસ્કૂલે જતા કિશોર)ના દિવસો આવી રહ્યા છે.આ એ સ્કૂલો-વાલીઓ વચ્ચે વિરોધાભાસનું પરિણામ છે, જેમાં ઓમિક્રોનના વધતા કેસો જતાં સ્કૂલો ચાલુ રાખવા અડગ છે, જ્યારે માતા-પિતા બાળકોને સ્કૂલે મોકલતાં ડરી રહ્યા છે. હવે બાળકો ઈચ્છે છે કે, યુનિફોર્મ પરંપરાગતને બદલે ‘કમ્ફી’ (આરામદાયક) હોય. ફેશન ડિઝાઈનર્સ પણ બાળકોની આ ઈચ્છા પૂરી કરવા આ ‘કમ્ફી’ યુનિફોર્મ ડિઝાઈનથી દુકાનો ભરી રહ્યા છે. જોકે, આવું દુનિયાના સમૃદ્ધ શહેરોમાં વધુ જોવા મળી રહ્યું છે. તેનાથી લાગે છે કે, મહામારીએ માત્ર આરોગ્યની દૃષ્ટિએ જ નહીં આપણા જીવન પર અસર નાખી નથી, પરંતુ સ્કૂલ યુનિફોર્મ જેવી જૂની પ્રથાઓને પણ પ્રભાવિત કરી છે. એ દિવસો દૂર થઈ ગયા જ્યારે છોકરાઓ કોલરની નીચે ટાંકેલા બટનવાળા શર્ટની સાથે ટ્રાઉઝર્સ, અને છોકરીઓ પણ એવા જ શર્ટની સાથે પ્લેટવાળું સ્કર્ટ અને ઉપર સ્કૂલના લોગોવાળા બ્લેઝર્સ પહેરતા હતા. આજે જ્યારે મહામારીને કારણે વર્ક ફ્રોમ હોમ વધી ગયું છે, તો લોકોએ આરામદાયક કપડા જેમકે પાયજામા પહેરીને કામ શરૂ કરી દીધું છે, જે લેપટોપ કેમેરામાં દેખાતું નથી. હવે લાગે છે કે, બાળકોએ પણ તેની નકલ કરકી લીધી છે, જે યુનિફોર્મમાં પણ આરામદાયક ડિઝાઈન ઈચ્છે છે.એવું નથી કે યુનિફોર્મમાં દાયકાઓથી કોઈ મહત્ત્વનો ફેરફાર થયો નથી, તે પણ ચૂસ્ત ફિટિંગવાળા લૂકમાંથી ઢીલા બેગી, પછી બોક્સિ ફિટથી ઓવરસાઈઝ સુધી થયા છે. અનેક સ્કૂલોએ છોકરીઓને સ્કર્ટ્સને બદલે ટ્રાઉઝર્સ પહેરવાની છૂટ આપી છે, કેમકે તેને લૈંગિક આધારે ભેદભાવ કરતા પહેરવેશે આરામથી હરવા-ફરવાની આઝાદી આપી હતી. જોકે, આ કમ્ફર્ટનો મુદ્દો લાંબા સમયથી છે અને કોવિડે તેને ટેકો આપ્યો છે. એટલે છેલ્લા 18 મહિનાથી નીચે ટ્રેક પેન્ટ્સ પહેરીને ઓનલાઈન ક્લાસ ભરી રહેલા વિદ્યાર્થીઓ હવે એ જ રીતે સ્કૂલે પાછા આવવા માગે છે. રસપ્રદ રીતે ક્યારેક ગલી-મહોલ્લામાં પહેરેલા જોવા મળતા સ્વેટશર્ટ અને હુડીઝ શિયાળામાં જોવા મળી રહ્યા છે. એવું લાગે છે કે, વિદ્યાર્થીઓ ગલી-નુક્કડવાળો લૂક બતાવવા માગે છે. વિદ્યાર્થીઓ એ ‘કમ્ફી’ ડ્રેસ પહેરીને પોતાની સ્વચ્છંદતા વ્યક્ત કરવા માગે છે, દુકાનોમાં વેચાતા યુનિફોર્મે પણ સ્વેટશર્ટ, ફ્લીસ જેકેટ, પફર જેકેટ અને અનેક કાપડથી બનેલી વર્સિટી જેકેટનું આકાર ધારણ કર્યું છે. મને યાદ છે કે, એ દિવસોમાં મારા પીટી ટિચર માત્ર વાળની લંબાઈ જ નહીં પરંતુ છોકરાઓની પેન્ટની મોરી 6.5 ઈન્ચથી વધુ ન હોય તેનું પણ ધ્યાન રાખતા હતા. તેનાથી વધુ હોય તો સજા મળતી અને મોરી ઘટાડવાની સુચના આપતો પત્ર વાલીઓને મોકલાતો હતો. એ દિવસોમાં અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, નવીન નિશ્ચલ જેવા અનેક અભિનેતાઓએ લાંબા વાળની સાથે ‘બેલ બોટમ’ને હવા આપી હતી, જેને અમારા જેવા સ્કૂલે જતા છોકરાઓને લલચાવ્યા હતા. હવે લાગે છે કે, મહામારીએ સ્કૂલોને કડકાઈમાં ઢીલ મુકવા ફરજ પાડી છે.ફંડા એ છે કે, મહામારી આપણા જીવનના અનેક ભાગમાં પરિવર્તન લાવવા માટે તૈયાર છે અને લાગે છે કે, હાઈ-સ્કૂલ કિશોરોના યુનિફોર્મ માત્ર શરૂઆત છે.

અન્ય સમાચારો પણ છે...