તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરદે કે પીછે:શિક્ષણ : આદર્શ જીવન મૂલ્યોનો ઉદ્દેશ્ય ભૂલાયો

17 દિવસ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

સમાચાર છે કે શાળાઓ ખુલવા જઈ રહી છે. ઈમારતોની સફાઈ થઈ રહી છે અને શિક્ષકો પણ પોતાના ચશ્મા સાફ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ બદલા છે, ક્યારેક અભ્યાસક્રમ પણ બદલાઈ જતો હોય છે. જોકે એક જ વિષય વારંવાર ભણાવાથી થોડો કંટાળો આવે છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમના શિક્ષણમાં સાતમા વર્ષે શિક્ષકને વેતન સહિત એક વર્ષની રજા મળે છે, જેને સેવન્થ હોલિડે કહે છે, જેથી શિક્ષક ફ્રેશ થઈ શકે. આ બાજુ આપણે ત્યાં જેને પાઠ યાદ થઈ ગયો હોય તેને પણ રજા મળતી નથી. હકીકતમાં આવું પ્રેમની પાઠશાલા માટે કહેવાય છે. કેટલીક પ્રચલિત વાતો ફગાવી દેવાય છે, જેમકે ‘સ્પેર ધ રોડ એન્ડ સ્પોઈલ ધ ચાઈલ્ડ’.મનોજ બસુની નવલકથા ‘રાત કે મહેમાન’માં ચોરી શીખવાની પાઠશાળાનું વર્ણન છે. અહીં સમજાવાય છે કે, ચોરી કરવા જતા પહેલા સમગ્ર શરીર પર તેલ લગાવીને જવું જોઈએ, જેથી પકડનારાના હાથ લપસી શકે. ઘુસણખોરી કરતા સમયે પહેલા પગ મુકવો જોઈએ, કેમકે માથું પકડાઈ જાય તો છૂટવું અઘરું હોય છે. જાણે કે, ચોરીના કામને કળાની ઊંચાઈ આપી શકાય છે.સાહિત્યના ક્ષેત્રમાં પણ ચોરીઓ થાય છે. ફિલ્મી ગીતોના મુખડા અને ધૂનો પણ ચોરવામાં આવે છે. ભાઈ લોકોએ ગાલિબને પણ છોડ્યા નથી અને કબીર તો ખુલ્લો ખજાનો છે. રિચર્ટ બર્ટન અને એલિઝાબેથ ટેલર અભિનીત ફિલ્મ ‘હુ ઈઝ અફ્રેઈડ ઓફ વર્જિનીયા વૂલ્ફ’ શિક્ષણના ઘટતા સ્તર પર વ્યંગ્ય કરે છે. શ્રીલાલ શુક્લની એક હાસ્ય-વ્યંગ્ય નવલકથા ‘રાગ દરબારી’માં એક કસબાની સ્કૂલમાં શિક્ષણના નામે કરવામાં આવતી ગોટાળાનું વર્ણન છે. આ સંસ્થાના સંચાલક એક વૈદ્ય છે, જે શક્તિવર્ધક ચૂરણના નિર્માતા છે. તેમના પુત્રના માથામાં લાગેલું તેલ તેના પરસેવામાં ભળી જઈને વિચિત્ર ગંધ ફેલાવે છે, જે સ્કૂલની દુર્ગંધને સીધો પડકાર ફેંકે છે.ઉલ્લેખનીય છે કે, પૂના ફિલ્મ સંસ્થાના પરિસરમાં એક સમયે શાંતારામજીનો પ્રભાત સ્ટૂડિયો હતો. પરિસરમાં લાગેલા વૃક્ષને છાત્ર વિઝડમ ટ્રી કહેતા હતા. મેં આ સંસ્થાની પૃષ્ઠભૂમિ પર ‘પાખી’ માટે કથા લખી હતી, ‘મત રહેના અખિયોં કે ભરોસે’. બિહારના એક શિક્ષકના જીવનથી પ્રેરિત ફિલ્મ ‘સુપર થર્ટી’માં ભણતા તમામ બાળકો આઈઆઈટી માટે પસંદ થાય છે.ખાનગી ટ્યુશનના રેકેટ પર પ્રકાશ ઝાએ ‘આરક્ષણ’ ફિલ્મ બનાવી હતી. ઋષિ કપૂર અભિનિત ફિલ્મ ‘દો દૂની ચાર’ પણ યાદગાર ફિલ્મ રહી છે. શ્રીલાલ શુક્લની નવલકથા ‘રાગ દરબારી’નો એક સંવાદ છે કે, શિક્ષણ પદ્ધતિ સડક પર બીમાર એક શ્વાન જેવી છે, જેને બધા લાત મારે છે પરંતુ ઈલાજનો પ્રયાસ કોઈ કરતું નથી. આપણા સમાજમાં ધનનું એટલું મહત્ત્વ છે કે, સામાજિક પ્રતિષ્ઠા તેની સાથે સાંકળી દેવાઈ છે. લાંબા સમય સુધી શિક્ષકનું વેતન ઓછું રહ્યું છે, એટલે તેઓ ઉપેક્ષિત કરાયા છે.આપણા રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણન પણ શિક્ષક રહ્યા છે. તેમને આદર આપવા માટે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ મનાવાય છે. આજકાલ એ દિવસ માટે એક પ્રક્રિયા બની ગયો છે.ક્યારેક શિક્ષકોને રાષ્ટ્રપતિ પદક પણ અપાય છે. ઈરફાન ખાન અભિનીત ફિલ્મ ‘હિન્દી મીડિયમ’ની વાર્તા છે કે, સ્કૂલમાં ગરીબ બાળકો માટે કેટલીક જગ્યા અનામત રખાય છે. તેમાં પોતાના પુત્રને સ્થાન અપાવવા માટે નાયક ગરીબોની વસતીમાં રહેવા જાય છે. ઉલ્લેખનીય છે કે, આલિશાન હવેલીઓની નજીકમાં જ ઝૂંપડપટ્ટી વિકસિત થાય છે. હવેલીઓમાં રહેતા લોકોને નોકર જોઈએ છે અને નોકરોનું તેમની નજીક રહેવું જરૂરી છે, જેથી આદેશ આપતાં જ તેઓ હાજર થઈ જાય. એટલે જ બહુમાળી ઈમારતોની આજુબાજુ ઝૂંપડપટ્ટીઓ બની જતી હોય છે. શિક્ષણનો ઉદ્દેશ તર્કસંમત વિચારધારા ધરાવતા વ્યક્તિઓનું નિર્માણ કરવાનો છે. શિક્ષણ આદર્શ જીવન મૂલ્ય વિકસિત કરવાના સ્થાને ગુલામ મનોવૃત્તિના લોકો બનાવી રહી છે. એક પાઠશાલા સાંસદો અને ધારાસભ્યો માટે પણ બનાવવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...