પરદે કે પીછે:સિલ્વર સ્ક્રીન ઉપર અદાલતનાં દૃશ્યો

19 દિવસ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

‘ઉપહાર’ સિનેમાઘર અગ્નિકાંડના તાજેતરમાં આવેલા ચુકાદાના સમાચારો અખબારમાં કંઈક આ રીતે લખ્યા હતા - ‘દિલ્હીની ઉપહાર થિયેટરમાં ફિલ્મ ‘બોર્ડર’ના પ્રદર્શન સમયે આગ લાગવાને કારણે કેટલાક લોકોનાં મોત થયા હતા. થિયેટરના માલિકો પર કેસ ચલાવાયો. પીડિત, નીલમ કૃષ્ણમૂર્તિને 24 વર્ષ સુધી ચાલેલા કેસમાં 9 નવેમ્બરે ન્યાય મળ્યો.’ એક બીજા કેસમાં 6 વર્ષ સુધી કેસ ચાલ્યો અને 25 લાખનો ખર્ચ થયા પછી પીડિતને ન્યાય મળ્યો. વ્યક્તિએ અદાલતના 80 ધક્કા ખાધા અને પોતાની જમા મૂડી ગુમાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, અદાલત કેન્દ્રિત અનેક નવલકથાઓ લખાઈ છે અને ફિલ્મો પણ બની છે. શ્રીલાલ શુક્લની નવલકથા ‘રાગ દરબારી’માં એક પાત્રને ન્યાય મળ્યો, પરંતુ ચુકાદાની નકલ આપવા માટે પણ તેની પાસે લાંચ માગવામાં આવી, જેને આપવાનો તેણે ઈનકાર કરી દીધો. ત્યાર પછી તે આખું જીવન ચુકાદાની નકલ મેળવવાનો પ્રયાસ કરતા-કરતા જ મરી ગયો. આ પ્રકરણનું બીજું પાસું ફિલ્મ ‘જોલી એલએલબી-2’માં પ્રસ્તુત કરાયું છે, જેમાં જજ કહે છે કે, ‘અદાલતના આ દુર્ગંધ મારતા રૂમમાં બેસીને તેનો શ્વાસ રૂંધાવા લાગે છે.’ વકીલ ચુકાદો મોડો આવે તેના માટે જાત-જાતની અડચણો પેદા કરતા હોય છે. ફિલ્મમાં એક વકીલ નિર્ણાયક સાક્ષીને રોકવા માટે ધરણા પર બેસી જાય છે. જજ પણ ધરણા પર બેસી જાય છે અને અંતમાં જજ પોતાનો ચૂકાદો સંભળાવામાં સફળ થાય છે.

વિજય તંડુલકરના નાટક ‘શાંતતા કોર્ટ ચાલુ આહે’ આ વિષય પરનું એક મહાન નાટક છે. અગાથા ક્રિસ્ટીની રચના ‘વિટનેસ ફોર ધ પ્રોસિક્યુશન’ દાયકાઓ સુધી ઈંગ્લેન્ડમાં પ્રસ્તુત કરાયું છે. તેનાથી પ્રેરિત એક ફિલ્મ પણ બની છે. બીજી એક રચનામાં સજાપ્રાપ્ત અપરાધી જેલમાંથી ભાગીને જજના ઘરે પહોંચી જાય છે. તે જજ દ્વારા કરવામાં આવેલા અપરાધના રહસ્ય પરથી પડદો ઉઠાવે છે. કહેવાય છે કે, હજારો લોકોનું જીવન જેલમાં પસાર થઈ જાય છે, તેમને ક્યારેય અદાલતમાં પ્રસ્તુત કરાતા નથી અને એફઆઈઆર પણ નોંધાતી નથી. અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ અભિનીત ફિલ્મ ‘પિન્ક’માં વયોવૃદ્ધ વકીલ ન્યાય અપાવવામાં સફળ થાય છે. બલદેવ રાજ ચોપડાની ફિલ્મ ‘કાનૂન’માં અદાલતમાં એવા પુરાવા જાહેરા થાય છે કે, જજ પોતે જ અપરાધી છે. નિર્માતા એક રોચક પ્રસંગમાં પાતળી ગલી એવી શોધી કાઢી છે કે, જજના જોડીયા ભાઈએ અપરાધ કર્યો હતો. પંડિત જવાહરલાલ નેહરુએ લંડનમાં વકીલાતની ડિગ્રી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધીએ પણ દક્ષિણ આફ્રીકામાં રંગભેદ વિરુદ્ધ ‘બ્રિટિશ સલ્તનત’ની અદાલતમાં સંઘર્ષ કર્યો હતો. એકસમયે તાલીમ પ્રાપ્ત વકીલોએ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો. ફિલ્મ ‘અંધા કાનૂન’માં અમિતાભ બચ્ચન અભિનીત પાત્રને એક કેસમાં ફસાવી દેવાયો છે અને જેલની લાંબી સજા કાપીને બહાર આવ્યા પછી તે એ વ્યક્તિની ભરેલી અદાલતમાં હત્યા કરે છે, જેની તથાકથિત હત્યા માટે તે 20 વર્ષની સજા કાપી ચુક્યો છે. તે મુદ્દો ઉઠાવે છે કે, એક જ તથાકથિત અપરાધ માટે બે વખત સજા આપી શકાય નહીં.

શ્રીદેવીની માતાને ઈલાજ માટે અમેરિકાની હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. તેમના શરીરના ડાબા ભાગે ઘા હતો અને સર્જને ખોટા સ્થાને સર્જરી કરી નાખી હતી. બોની કપૂરે અમેરિકાની કોર્ટમાં આ મુદ્દે કેસ દાખલ કર્યો અને વળતરમાં શ્રીદેવીને લગભગ રૂ.20 લાખ મળ્યા હતા. આ ઘટના પછી જ તેમના વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. શ્રીદેવી અભિનીત અંતિમ ફિલ્મ ‘મોમ’માં શ્રીદેવી અભિનીત પાત્ર પોતાની સાવકી પુત્રી સાથે દુષ્કર્મ ગુજારનારા ચારેય અપરાધીઓને વારા ફરતી એવી રીતે મારી નાખે છે કે તે કોઈ પુરાવો પણ છોડતી નથી. અંતિમ અપરાધીને મારવા માટે કેસની તપાસ કરનારો અધિકારી તેને પોતાની રિવોલ્વર આપે છે, જેથી તેને પોલીસ એન્કાઉન્ટર જણાવી શકાય. અક્ષય ખન્નાએ અધિકારીની ભૂમિકા ભજવી હતી. રાજ કપૂરની ફિલ્મ ‘આવારા’માં આખો ઘટનાક્રમ અદાલતમાં જ બતાવાયો છે. જસ્ટિસ એમ.સી. ચાગલાનું ‘રોઝિઝ ઈન ડિસેમ્બર, એક આત્મકથા’ વાંચવાલાયક પુસ્તક છે.

અન્ય સમાચારો પણ છે...