પરદે કે પીછે:પ્રકાશન વિભાગનું કોર્પોરેટરીકરણ

2 મહિનો પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

આજે સ્થિતિ એવી છે કે, આકાશમાં જન્મેલા સમાચાર, ધરતી પર ચારેય તરફ ફેલાઈ જાય છે. જાણે કે આપણે વાસ્તવિકતાથી વધુ વિશ્વાસ કલ્પના પર કરી રહ્યા છીએ. એવું મનાય છે કે, આખો સંસાર જ મનુષ્યની કલ્પનાનું પરિણામ છે. એટલે તેને દાર્શનિક સ્વરૂપ પણ અપાયું છે કે કોઈ જન્મ્યો જ નથી તો મરશે કેવી રીતે? સમાચાર એવા છે કે એક અત્યંત પ્રસિદ્ધ અને મહાન કલાકારની જીવનભરની કમાણીથી તેણે એક સંસ્થાનું નિર્માણ કર્યું, જેના સંચાલનનું કામ તેણે પોતાના એક પ્રશંસકને આપ્યું છે. સંસ્થાપકે પોતાની આત્માના તાપ દ્વારા એ નક્કી કર્યું કે, ભારતના લગભગ સમાપ્ત થઈ ચુકેલા પ્રકાશન ઉદ્યોગમાં તે નવા પ્રાણ ફૂંકશે. તે પોતાને ગમતા લેખકોને એડવાન્સમાં રકમ આપીને, પોતાના સુચવેલા વિષયો પર પુસ્તક લખવાનું કહે છે. પુસ્તકના વેચવાની વ્યવસ્થા પણ તે કરી ચુક્યો છે. યોજના એવી છે કે, સંચાલક વાચક વર્ગ પણ વિકસિત કરશે.આ રીતે હવે સંચાલકના રસ મુજબ લેખક પુસ્તક લખશે. હવે ભૂખથી કોઈ લેખકનું મોત થશે નહીં. હવે પ્રેમચંદની જેમ કોઈએ તકલીફો સહન કરવાનો વારો નહીં આવે. એટલે કે, હવે પ્રકાશન વ્યવસાય એક કોર્પોરેટની જેમ કામ કરશે. સમયાંતરે તેની સાથે સંકળાયેલા સભ્યોને નફાની ટકાવારી પણ અપાશે. ઉલ્લેખનીય છે કે, સિનેમા વ્યવસાય પણ કોર્પોરેટની જેમ કામ કરી રહ્યું છે. સિને ઉદ્યોગમાં ‘ન્યૂ થિયેટર્સ’ અને ‘બોમ્બે ટોકીઝ’ પણ કોર્પોરેટ સંસ્થા બની રહી છે. જાણે કે, આ રીતે એક સંચાલકની ગમતી રચનાઓથી બજાર ભરી દેવાશે. આમ તો નવો ઈતિહાસ સુદ્ધાં લખી શકાય છે. એક રીતે જોવામાં આવે તો બાહુબલી વાસ્તવિકતા છે અને કટપ્પાને તેણે ક્યારેય માર્યો જ નથી. બાહુબલી ભાગ-2 ફિલ્મ પ્રત્યે દર્શકોમાં જિજ્ઞાસા બનેલી રહે, એટલે હત્યાની એક તમાશો રચવામાં આવ્યો છે. હવે તો લાગે છે કે પ્રકાશન સંસ્થાના કોર્પોરેટ બની ગયા પછી કોઈ રચનાને પુલિત્ઝર કે નોબેલ પુરસ્કાર અપાશે તો સંચાલક જઈને પુરસ્કાર ગ્રહણ કરશે, કેમકે પુસ્તકના લેખક કદાચ માનસરોવરની યાત્રા પર ગયા હશે, જેથી તે પોતાના પુસ્તકમાં ભોગવેલી વાસ્તવિકતાને રજુ કરી શકે.દરેક દીવાળીના પાવન પ્રસંગે સોનાનું સૌથી વધુ વેચાણ એ સાબિત કરે છે કે, આપણે ગરીબ દેશ નથી. આપણી ગરીબી તો વિરોધીઓ દ્વારા કરવામાં આવેલો જૂઠો પ્રચાર છે. એવું લાગે છે કે, પ્રકાશનની કોર્પોરેટ સંસ્થામાં પ્રૂફરીડિંગ વિભાગ પાછળ પૈસા ખર્ચાશે નહીં, કેમકે વાચત ભૂલો જાતે જ સુધારી લેશે. નવું પ્રકાશન કોર્પોરેટ, જૂનાં પુસ્તકોને ફરીથી પ્રકાશિત કરશે નહીં, કેમકે મૌલિક લેખન દસેય દિશામાં રચવામાં આવશે. એવું લાગે છે કે, દિગ્ગજ અને ખ્યાતિપ્રાપ્ત લેખક ક્યારેય થયા નથી. શું આ યાદીમાં કબીરનું નામ પણ હશે? કબીરનાં લખેલા વસ્તુઓના સારનો ઉપયોગ, ફિલ્મના ગીતોમાં કરનારા ગીતકાર શૈલેન્દ્રને પણ ક્યારેય યાદીમાંથી બહાર કરી દેવાશે? તેમના પર આરોપ છે કે, તેમણે તથાકથિત ગરીબીનું મહિમામંડન કર્યું છે. તેમણે પોતાના ગીતોમાં ફિલ્મ ‘આવારા’ને આવારાનો ઘર-બાર આપ્યો, નવો સંસાર આપ્યો છે. તો શું ‘થ્રી ઈડિયટ્સ’ અને ‘પીકે’ બનાવનારા રાજકુમાર હિરાનીને હવે આદેશ અપાશે કે તેઓ ‘અલીબાબા 40 ચોર’ બનાવે.ગીતકાર સ્વાનંદ કિરકિરેનું ગીત ‘લવ ઈઝ એ વેસ્ટ ઓફ ટાઈમ’ને વારંવાર ગાવાનું ફરજિયાત કરી દેવાશે. લાગે છે કે, ચાર્લી ચેપ્લિનની આત્મકથાને ચેપ્લિનની જેમ ફરીથી દફનાવાશે. ચાર્લીને દફનાવી દીધા પછી કબરમાંથી તેમનો મૃતદેહ ચોરાઈ ગયો હતો. આથી, ત્યાર પછી આ વખતે દાહ સંસ્કાર કરાશે અને ચિતામાંથી નીકળતા ધૂમાડાને એક બોટલમાં બંધ કરીને એ બોટલને જ સમુદ્રમાં ફેંકી દેવાશે. કોઈ શાર્કને મંજુરી અપાશે નહીં કે તે બોટલ ગળી જાય. આ રીતે નવી પ્રકાશન સંસ્થા, સાહિત્ય સંસારનો કાયાકલ્પ કરશે. કાપડની જેમ રેડીમેડ પોશાક પહેરવામાં આવશે, જેમાં બધો માપ એક સરખો હશે. આ રીતે નવા તંત્રનું સાહિત્યિક એક્સટેન્શન હશે આ પ્રકાશન વ્યવસાય.

અન્ય સમાચારો પણ છે...