મેનેજમેન્ટ ફંડા:37 દિવસમાં તળાવ જીવતું કરવું બાળકોની રમત છે!

15 દિવસ પહેલાલેખક: એન. રઘુરામન
  • કૉપી લિંક
  • જો તમારા અંદર ઈચ્છાશક્તિ છે તો મોટા પ્રોજેક્ટ પણ બાળકો માટે રમત બની જાય છે અને ક્યારેક બાળકો પણ રમત-રમતમાં મોટું કામ કરી જાય છે.

છેલ્લાં અનેક વર્ષોમાં તળાવો અને ખાડીઓનું શહેર બેંગલુરુ કોન્ક્રીટના જંગલમાં બદલાઈ ગયું છે, જેના કારણે જળસંકટ પેદા થયું છે. અહીં દર વર્ષે 1300થી 1400 મિમી વરસાદ પડે છે, તેમ છતાં આવું થાય છે, કેમકે વરસાદનું બધું જ પાણી નાળામાં વહી જાય છે. સ્થાનિક નગર નિગમે ભાગ્યે જ વરસાદનું પાણી સંગ્રહિત કરીને તેના ફરીથી ઉપયોગ કરવા અને રેઈનવોટર હાર્વેસ્ટિંગ યોજના બનાવી હશે. વર્તમાન તળાવો અને ખાડીઓને જીવંત કરવાનો પણ ક્યારેય પ્રસાય કરાયો નથી. વર્ષોથી લોકો પાણી માટે ખાનગી ટેન્કર પર નિર્ભર છે. પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે અનધિકૃત કુવા ખોદવા અહીં સામાન્ય બાબત છે. નીતિ આયોગના 2017ના રિપોર્ટમાં બેંગલુરુ દુનિયાના એ 11 શહેરમાં હતું, જ્યાં 2020 સુધી ભૂગર્ભ જળ સમાપ્ત થઈ જશે. જોકે, જળનાયકો અને સંરક્ષણકર્તાના સતત પ્રયાસોને કારણે અહીં સ્થિતિ સુધરી અને હવે વધુ સારી થઈ રહી છે.

જો કોઈ તળાવ ખોદવા કે તેનો જીર્ણોદ્ધાર કરવા માગે છે તો સૌથી પહેલા એવું તળાવ શોધવું પડશે, જેના તાત્કાલિક જીર્ણોદ્ધારની જરૂર છે. ત્યાર પછી પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ બનાવો. આ જાહેર હિતનું કામ હોવાથી વિસ્તૃત યોજના, બ્લ્યૂ પ્રિન્ટ અને માનક સંચાલન પ્રક્રિયા સાથે કોઈ કંપનીનો સંપર્ક કરવો પડશે, જે આ કામમાં પોતાના કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર)નું થોડી બજેટ રોકીને મદદ કરી શકે. પૈસાની વ્યવસ્થા પછી તળાવમાં બની ગયેલી ઝુંપડપટ્ટીના લોકો અને ગ્રામીણોને દબાણ દૂર કરવા મનાવવા પડશે. ત્યાર પછી અનેક લાખ ક્યુબિક સેન્ટીમીટર કિચડ દૂર કરવો પડશે. ત્યાર પછી મુખ્ય બાંધ અને તળાવની ચારેય તરફ ચાલવા માટે રસ્તો બનાવવો પડશે.

જો તમને લાગે છે કે, આ મોટું કામ છે અને માત્ર સમજદાર લોકો કે મોટી ટીમ જ આ કરી શકે છે તો બેંગલુરુની 11મા ધોરણની વિદ્યાર્થિની રચના બોડુગુને મળો. એ તમને જળસ્ર્તોના જીર્ણદ્ધારની રીત બતાવશે, કેમકે તેણે પોતે આવો પ્રોજેક્ટ 15 સપ્ટેમ્બરે શરૂ કર્યો અને 10 નવેમ્બરે, માત્ર 37 દિવસમાં કામ પૂરું કરી નાખ્યું. રચનાના પ્રયાસોથી બેંગલુરુ શહેરથી થોડા કિમી દૂર આવેલા કોમ્માસાન્દ્રા ગામની બાસે બનેલા તળવામાં નવા પ્રાણ ફૂંકી દીધા છે. આ તળાવ પર દબાણ હતું અને વિસ્તારના નાગરિકોની ઉદાસિનતાને લીધે તેના સંસાધનોનો ઉપયોગ થઈ રહ્યો હતો. લગભગ 12 એકરમાં ફેલાયેલા આ તળાવનું પારિસ્થિતિકીતંત્ર નષ્ટ થવાની અણીએ હતું. બાંધકામ કાર્યો માટે માટી અને રેતી કાઢવા માટે તળાવનો ઉપયોગ થઈ રહ્યો હતો. તેની પાસે બનેલો ડેમ જર્જરિત થઈ ગયો હતો. બીજું સ્થાન નક્કામા છોડથી ભરાઈ ગયું હતું. ગેરકાયદે બનેલા ઘરો સુધી પહોંચવા માટે તળાવની વચ્ચેથી ગેરકાયદે રસ્તો પણ બનાવી દેવાયો હતો. રચનાએ જ્યારે મૃત:પ્રાય તળાવને બચાવવાની ઈચ્છા વ્યક્ત કરી તો તેની માતાએ આનંદ માલિગાવડનો સંપર્ક કરવાની સલાહ આપી, જેમણે 11 તળાવોનો જીર્ણોદ્ધાર કર્યો છે અને 2025 સુધી તેઓ બીજા 50 તળાવને જીવતા કરવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...