તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરદે કે પીછે:ભીખુ મ્હાત્રેની યાત્રા ‘પરિવાર’થી ‘પરિવાર’ સુધી

24 દિવસ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘સત્યા’માં મનોજ વાજપેયીએ અપરાધ જગતના સભ્યની ભૂમિકા ભજવી હતી. મારિયો પુજો અને મર્લિન બ્રેન્ડોની ‘ગોડફાધર’થી યાદ આવ્યું કે, સંગઠીત અપરાધની ટૂકડીને ‘પરિવાર’ કહેવામાં આવે છે. જેવી રીતે ગેંગસ્ટર ડોન કાર્લેઓનનો પરિવાર. હવે મનોજ અભિનીત ‘ધ ફેમિલી મેન’ ઓટીટી પર પ્રશંસા મેળવી રહી છે. મનોજનું દાંપત્ય જીવન સુખમય છે. ‘ધ ફેમિલી મેન’ના નાયક સામે દુવિધા છે કે, પોતાના પરિવારની સુરક્ષા કરે કે પહેલા દેશની સુરક્ષા કરે. તે દેશની સુરક્ષા કરવાની સાથે પરિવારને પણ બચાવી લે છે. આ લોકપ્રિયતાની માગ છે.જો તે પરિવારની સુરક્ષાને વધુ મહત્ત્વ આપતો તો તોફાની તત્ત્વો તેને મારી નાખતા. મનોજે એ વાતની ક્યારેય ચિંતા કરી નથી કે તેના દ્વારા અભિનીત પાત્ર કેટલા સમય સુધી પડદા પર દેખાય છે. જેમકે, તાપસી પન્નુ અભિનીત ફિલ્મ ‘નામ શબાના’માં તેની ભૂમિકા કેટલાક દૃશ્યોમાં જ સમાઈ ગઈ છે.મહામારીના કાળમાં પણ મનોજે ચાર ફિલ્મોનું શૂટિંગ કર્યું છે અને એક ભોજપુરી રેપ ગીત પણ રેકોર્ડ કર્યું છે. તેનો જન્મ બિહારમાં થયો છે. પોતાની 27 વર્ષથી ચાલી રહેલી અભિનય યાત્રામાં થોડો સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેની પાસે કામ ન હતું. એ દિવસોમાં તે પોતાના પરિવારની સાથે યોગ અને ધ્યાનની પ્રેક્ટિસ કરતો હતો. એક અભિનેતાને વર્ષો સુધી શૂટિંગ કરવાની ટેવ પડી જાય છે.શૂટિંગ પર ન જવાથી તેને પણ ખટકે છે. આપણા જીવનનું માળખું નિષ્પ્રાણ નથી. નિવૃત્ત થવાના દિવસે ઓફિસને અલવિદા કહેવું સરળ હોતું નથી. પરિવારના લોકો પણ નિવૃત્ત સભ્ય પ્રત્યે બેજવાબદાર બનીને ક્રૂર પણ થઈ જાય છે. જમવાની થાળીને બધા સભ્યો પાસે થઈને સૌથી છેલ્લે નિવૃત્ત સભ્ય સુધી પહોંચે છે. જેને મોતીલીલે ‘છોટી-છોટી બાતેં’માં રજૂ કરી હતી.દુ:ખદ વાત છે કે જ્યારે વ્યક્તિની ઉપયોગિતા અને નાણાં કમાવાની ક્ષમતા ઘટી જાય છે ત્યારે પરિવાર અને સમાજમાં તેનું માન-સન્માન પણ ઘટી જાય છે. આપણે આટલા ક્રૂર કેવી રીતે થઈ ગયા છીએ! કુમાર અંબુજની કવિતા ‘ક્રુરતા’ કંઈ આવી છે - ‘જબ આએગી ક્રુરતા, પહેલે હૃદય મેં આએગી ઔર ચહેરે પર નહીં દિખેગી, ફિર ઘટિત હોગી પ્રાચીન કિતાબોં કી વ્યાખ્યા મેં, ફિર ઇતિહાસ મેં ઔર ફિર ભવિષ્યવાણીઓ મેં, ફિર વહ જનતા કા આદર્શ હો જાએગી, નિરર્થક હો જાએગા વિલાપ, દુસરી મૃત્યુ થામ લેગી, પહેલી મૃત્યુ સે ઉપજે આંસું કો, પડોશી સાંત્વના નહીં દેગા, એક હથિયાર દેગા...’શું મનોજ વાજપેયીની અભિનય યાત્રામાં હવે આ પ્રકારની ક્રૂરતાનો સમય આવશે? જાણે કે 27 વર્ષોની અભિનય યાત્રામાં પવે પોતાની દાયકાઓથી પ્રાપ્ત કરેલી માનસિક સ્થિરતા અને થોભી જવાને અટકાવવાના પડકારનો મનોજે સામનો કરવો પડશે. શું ‘ધ ફેમિલી મેન’ને ભીખુ મ્હાત્રેની યાદ આવે છે? શું ફેમિલી મેન અન્યાય અને અસમાનતા આધારિત સમાજમાં ભીખુ મ્હાત્રેને એક ક્રાંતિકારી તરીકે પ્રસ્તુત કરવા માગશે? શું અત્યાર સુધી તે પોતાની તટસ્થતાથી કંટાળ્યો નથી?નિરાશા એક કાંચળી જેવી છે, જેને ઉતારીને ફેંકી શકાય છે. શું મનોજ પ્રકાશ ઝાની ફિલ્મ ‘રાજનીતિ’ના પાત્રની જેમ ત્રાડ પાડી શકે છે કે, સણસણતો જવાબ મળશે. સણસણતો જવાબ આપવાની ઈચ્છા જાગી શકે છે.સ્થિતિ ગમે તેટલી કપરી હોય, સંઘર્ષ કરી શકાય છે. દુષ્યંતકુમારની કવિતા છે, ‘વે મુતમઈન હૈં પથ્થર પિઘલ નહીં સકતા, મૈં બેકરાર હું આવાજ મેં અસર કે લિએ’. અભિનેતા મનોજ હજુ સંપૂર્ણપણે બહાર આવ્યો નથી. ભૂમિકાઓની રાહ જોવા કરતાં ભૂમિકા બનાવી લેવી સારી છે. અત્યારે અભિનેતાઓ આત્મકથા લખી રહ્યા છે. મનોજ પણ આ કામ કરી શકે છે. તેઓ નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, સંજીવ કુમારની પરંપરાના અભિનેતા છે. ભૂમિકાઓમાં સ્વાભાવિક્તા લાવવી અત્યંત કપરું કામ હોય છે.

અન્ય સમાચારો પણ છે...