તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરદે કે પીછે:‘જાગૃતિ’ વાસ્તવિક જીવનની મોટી જરૂરિયાત

એક દિવસ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

મહામારીના સમયે શિક્ષણ સંસ્થાઓ પણ બંધ રહી, પરંતુ સ્માર્ટફોનના માધ્યમથી અભ્યાસ ચાલુ છે.સવાલ એ છે કે, આપણે ત્યાં કેટલા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન છે? કેટલાક સ્થાને તો સાધનહીન બાળકો દ્વારા સ્માર્ટફોનનો ઉપયોગ કરવા માટે જાહેર પ્રયાસ કરાયા છે.ઉલ્લેખનીય છે કે, તમામ પરીક્ષાઓમાં સફળ વિદ્યાર્થીઓની ટકાવારી 90 ટકાની આસપાસ છે.એક રીતે જોઈએ તો શું સ્કૂલ નામની સંસ્થાની હવે જરૂર રહી નથી? કોણ જાણે સઈદ મિર્ઝા દ્વારા લખવામાં આવી રહેલા પુસ્તક ‘આઈ નો ધ સાઈકોલોજી ઓફ રેટ્સ’ દ્વારા તેના અંગે કંઈક માહિતી મળી જાય.ઉલ્લેખનીય છે કે, શિક્ષણની પૃષ્ઠભૂમિ પર ‘જાગૃતિ’, ‘બૂંદ જો બન ગઈ મોતી’ અને ‘પરિચય’ જેવી ફિલ્મો બની છે, જેની ઘણી પ્રશંસા થઈ છે.આથી, શું અભ્યાસક્રમ ક્યારેય સત્તાના દાવપેચથી મુક્ત થઈ શકશે? શું શિક્ષણ ક્ષેત્રમાં લાયક શિક્ષકોની સંખ્યા વધારવામાં આવશે?ફિલ્મ નિર્માતા, નિર્દેશક અને સ્ક્રીન રાઈટર સુભાષ કપૂરની ફિલ્મ ‘જોલી એલએલબી-2’માં લાઉડસ્પીકર પર વિદ્યાર્થીઓને સવાલોના જવાબ લખાવાય છે.બધા જ વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં એક સમાન ન લાગે, તેની રીત પણ સમજાવાઈ રહી છે. શું તંત્રના કાન સુધી એમ્પ્લીફાયરનો અવાજ પણ પહોંચ્યો નહીં હોય?વિદ્યાનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરતાં આવડે એવો તર્ક-સંમત અને વૈજ્ઞાનિક અભ્યાસક્રમ બનાવવો જોઈએ.સ્થિતિ એવી છે કે, ઈલેક્ટ્રિકલ એન્જિનિયર ઘરનો ઉડેલો ફ્યૂઝ પણ રિપેર કરી શકતો નથી. મહાત્મા ગાંધીએ નવજીવન શિક્ષણ મંડળની સ્થાપના શિક્ષણ સ્તર સુધારવા માટે કરી હતી.સમયાંતરે અભ્યાસક્રમમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી દ્વારા કરવામાં આવેલી શોધ સમાવાઈ. અભ્યાસક્રમ કેટલાક પ્રશ્નોનું નિર્જીવ પુસ્તક નથી.તે જીવંત બોલતો આધુનિક દસ્તાવેજ છે. શિક્ષણમાં ઓડિયો-વિઝ્યુઅલ સગવડોનો સમાવેશ જરૂરી છે.જેવી રીતે અનુભવી ખેડૂત સેવંતીના છોડમાં ફૂલ ખીલતા જ સમજી જાય છે કે, થોડા જ સમયમાં વરસાદ પડશે અને ખેતર ખેડવાનું કામ શરૂ કરી દે છે. જમીનના અંદર વાવવામાં આવેલા સેવંતીના છોડનો આકાશમાં ઘેરાતા વાદળ સાથે તરસનો સંબંધ છે.એક શ્વાન લોખંડના ગેટના નીચેથી સરકીને બગાનમાં રહેલા સુરજમુખીને ચાવવા ઘુસી આવે છે. તે જાણે છે કે, સુરજમુખીને ખાતાં જ તે નિરોગી થઈ જશે. આથી, અભ્યાસક્રમમાં પ્રાણીઓ અને પક્ષીઓનાં નુસખાનો સમાવેશ કરવો જોઈએ.ગધેડા, ખચ્ચર અને ઘોડાની ટેવો સંકેત આપતી રહી છે, જેને સમજાવવા માટેનો પ્રયાસ પણ અભ્યાસક્રમમાં સામેલ કરી શકાય છે. કોયલના ઈંડાની સુરક્ષા કાગડો કરે છે. એટલે પ્રકૃતિથી મોટી પાઠશાલા બીજી કોઈ નથી.ગુરુદત્તની ફિલ્મ ‘સાહબ, બીવી ઔર ગુલામ’ની શરૂઆતમાં બતાવાયું છે કે, ગામનો યુવક શિક્ષણ મેળવવા માટે મહાનગરમાં આવે છે.સામંતવાદી કોઠીના કર્મચારી સાથે હવેલીમાં આશરો મેળવે છે. ફિલ્મના અંતિમ દ્રશ્યમાં એ જ યુવાન એન્જિનિયર બની ચુક્યો છે અને સામંતવાદી કોઠી તોડવાના કામની દેખ-રેખ કરી રહ્યો છે.કોઠીના સ્થાને સાર્વજનિક રસ્તો બનાવાઈ રહ્યો છે. સંકેત સ્પષ્ટ છે કે, સામંતવાદી વ્યવસ્થાના સ્થાને ગણતંત્રની સ્થાપના થઈ રહી છે.આ ફિલ્મની રજૂઆતના દાયકાઓ પછી ફિલ્મ બની ‘સાહબ, બીબી ઔર ગેંગસ્ટર’, જે બતાવે છે કે આપણે ગણતંત્ર વ્યવસ્થાને કેવું સ્વરૂપ આપી દીધું છે.અભ્યાસક્રમને ચૂંટણીલક્ષી રાજનીતિથી મુક્ત રાખવો જોઈએ અને નવા અભ્યાસક્રમમાં એક વિષય એવો હોવો જોઈએ કે સારો રાજનેતા કેવી રીતે બની શકાય છે?જ્યાં પ્રભાવી નેતાનું નિર્માણ કરી શકાય છે. દરેક કામ અને કળા શીખવાડી શકે છે, તો રાજનીતિને પણ તેમાં સામેલ કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...