પરદે કે પીછે:કેફિયત અને કુશળતાનો કલાત્મક સંયોગ

13 દિવસ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

કેટરીના કૈફના લગ્ન અભિનેતા વિકી કૌશલ સાથે થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કૌશલના પિતા શ્યામ કૌશલ ફિલ્મોમાં એક્શન દૃશ્યોના ક્ષેત્રમાં કામ કરતા હતા. વીકિએ મસાન, રાજી, ઉરી, સંજુ, મનમર્જિયાં અને સરદાર ઉધમ સિંહ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. જોકે, તેની થનારી પત્ની કેટરીનાએ મસાલા ફિલ્મોમાં અભિનય કર્યો છે અને કૌશલે લીકથી હટીને બનેલી ફિલ્મોમાં કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, કેટરીનાએ સલમાન ખાનના પરિવાર અને ફિલ્મ ઉદ્યોગના કોઈ પણ વ્યક્તિને લગ્નમાં આમંત્રણ આપ્યું નથી. શું તેનું આ પગલું માત્ર એટલું જ અભિવ્યક્ત કરે છે કે તે પોતાનું પરિણીત જીવન પોતાનાં ભૂતકાળના સંબંધો મિટાવીને જીવવા જઈ રહી છે? શું ભૂતકાળ સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય છે. જીવન, પાઠશાળામાં લાગેલા બ્લેકબોર્ડ પર સમયનું ડસ્ટર ઘણા બધા લખાણો ભૂંસી નાખે છે, પરંતુ ડસ્ટરના નીચેના ભાગમાં કેટલાક લખાણ સુરક્ષિત રહી જાય છે. એવું અનુમાન લગાવી શકાય કે, ડસ્ટર ઘસાતા-ઘસાતા લાકડાનો ટૂકડો માત્ર રહી જાય છે. ઉલ્લેખનીય છે કે, કેટરીનાએ પોતાની કારકિર્દી માટે ઘણો જ સંઘર્ષ કર્યો છે. તે જ્યારે ઈંગ્લેન્ડથી મુંબઈ આવી હતી, ત્યારે તેને હિન્દી બોલતાં પણ આવડતું ન હતું, પરંતુ તેણે હિન્દી શીખી. કેટરીના બચત કરવામાં પણ આગળ રહે છે. તેની બીજી વિશેષતા એ છે કે, તે સમયની પાબંદ અને મહેનતુ છે. આદિત્ય ચોપડાની ફિલ્મ ‘ધૂમ’ માટેના અઘરા નૃત્ય તથા એક્શન દૃશ્ય માટે શૂટિંગથી પહેલા એક મહિના સુધી તેણે પ્રેક્ટિસ કરી હતી. કેટરીનાની વ્યવહારિક સમજ પણ જોરદાર છે.

કેટરીનાના માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા અને તેની સાત બહેનો છે. તેની એક બહેનને અભિનય ક્ષેત્રે આવવા સલમાન ખાને પ્રેરિત કરી છે. તેની બહેનને સફળતા ન મળી, પરંતુ કેટરીનાએ પોતાની સફળતા પછી બાન્દ્રામાં સાતમા માળે એક ફ્લેટ ખરીદ્યો છે, જેની સાથે તેને એક મોટું ટેરેસ મળ્યું છે, જેમાં તેણે કૂંડામાં હર્યા-ભર્યા છોડ વાવ્યા છે અને કેટરીના પોતે જ તેની સારસંભાળ લે છે. સમય જતાં તેણે જુહૂ ક્ષેત્રમાં એક બંગલો ખરીદ્યો છે. રાજકુમાર સંતોષીની એક ફિલ્મમાં તેને રણબીર કપૂર સાથે અભિનય કર્યો છે. શૂટિંગના સમયે બંને એક-બીજા પ્રત્યે આકર્ષિત પણ થયા છે, પરંતુ કેટરીનાની બચતની ટેવ કપૂરોથી અલગ છે. એટલે વાત આગળ વધી શકી નહીં. સલમાને પોતાની ફિલ્મ ‘ભારત’ માટે પ્રિયંકા ચોપડા સાથે કરાર કર્યો હતો અને એડવાન્સ રકમ પણ ચુકવી દીધી હતી. એ સમયે પ્રિયંકાને ‘સ્કાય ઈઝ પિન્ક’ નામની કલા ફિલ્મમાં અભિનયની તક મળી અને પ્રિયંકાએ ‘ભારત’ છોડી દીધી. એ સમયે કેટરીના કૈફે ‘ભારત’માં અભિનય માટે સમય ફાળવ્યો અને સલમાન ખાનને પોતાની યોજના મુજબ ‘ભારત’ બનાવવાની તક મળી. જોકે વિકી કૌશલે પોતાની મધ્યમ દરજ્જાના સ્ટારની સ્થિતિને પોતાની ત્વચાની જેમ ધારણ કરી છે. કોઈ નખરા, દેખાડો કરતો નથી. લગ્ન પછી બંને અભિનય ચાલુ રાખવાના છે.

પ્રેમ બંધન નથી, પરંતુ વ્યક્તિગત સ્વતંત્રતા આપે છે. એવું શક્ય છે કે, લગ્નમાં કેટરીનાના માતા-પિતા સામેલ થાય, જે વર્ષો પહેલા છૂટા પડી ગયા હતા. એવું પણ શક્ય છે કે, કેટરીના અને કૌશલનો લગ્ન સમારોહ કેટલાક વિખૂટા પડેલા લોકોને સાથે લાવીને એક મંચ પર ઊભા કરી દે. આ બાજુ સલમાન ખાનનું દિલ અનેક વખત તૂટ્યું અને જોડાયું છે. આ પ્રક્રિયાએ તેના દિલને મજબૂત બનાવી દીધું છે. આ કોઈ મેડિકલ સંસારની હકીકત નથી.

અન્ય સમાચારો પણ છે...