મેનેજમેન્ટ ફંડા:કૃપા કોઈને અનુરૂપ થવાની વાત છે, એન. રઘુરામનની કલમે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઈકાલે મારા ઘરે એક મ્યુનિસિપલ શિક્ષક ડિનર લેવા આવ્યા. તેઓ મારી લઘુકથાઓનું પુસ્તક ઈચ્છતા હતા, જેથી વિદ્યાર્થીઓની રુચિ જળવાઈ રહે તેના માટે ઓનલાઈન ક્લાસમાં તેઓ વાર્તાઓ સંભળાવી શકે. તેમનો ફોન અમારા સેન્ટ્રલ ટેબલ પર મુકેલો હતો અને જ્યારે પણ કોઈ વોટ્સએપ મેસેજ આવતો, મોબાઈલનો સ્ક્રીન ચાલુ થતો અને મારું ધ્યાન ભટકી જતું. તેમના પર બે સ્ક્રીનસેવર હતા. પ્રથમ લોકસ્ક્રીન પર, બીજો મેસેજ જોતાં આવતો. બંને ઓનલાઈન ક્લાસની તસવીર હતી, જેમાં તેમના કપડા અને બ્લેકબોર્ડ પર લખેલા વિષય અલગ-અલગ હતા, જ્યારે મોબાઈલ ફોન સમાન હતો, જેની સામે જોઈને તેઓ ભણાવતા હતા.

એક તસવીરમાં ફોન ટિફિન બોક્સ અને ક્લાસરૂમમાં ઉપયોગમાં લેવાતા ડસ્ટરના ટેકા પર મુકેલો હતો, તો બીજી તસવીરમાં પાણીની બોટલનો ટેકો આપ્યો હતો. આ અંતર તરફ મેં તેમનું ધ્યાન દોર્યું તો તેમણે વિચિત્ર જવાબ આપ્યો. ‘સર, જો હું ચાલુ ક્લાસમાં પાણી પીશ તો ફોન પડી જશે, કેમકે પ્લાસ્ટિકની હલકી બોટલ તેનું વજન ઝીલી શકતી નથી અને હું પાણી પીધા વગર કેટલા ક્લાસ લઈ શકું? મોબાઈલ ફોન લપસી જતાં કે બોટલ પડી જવાથી બાળકો જ્યારે હસે છે ત્યારે મારું ધ્યાન ભટકી જાય છે’. મેં વિચાર્યું કે, એક મ્યુનિસિપલ શિક્ષક કેવી-કેવી સમસ્યાઓ સહન કરે છે. લઘુકથાઓના પુસ્તકનીસાથે મેં તેમને એક ટ્રાયપોડ પણ ભેટમાં આપ્યો, જે ઘરમાં વધારાનો હતો. કોઈ બાળકની ખુશ થઈને તેમણે પૂછ્યું, ‘શું તમે થોડો સમય ફાળવીને તેનો ઉપયોગ કરવાનું મને શીખવાડી શકો છો?’

મને આમ કરવાની પ્રેરણા એ સવારે કેરળમાંથી મળેલા એક સમાચારથી મળ્યા હતા. એક ખેડૂતની પુત્રી, ગ્રીષ્મા નાયક નવમા ધોરણમાં 96% માર્ક મેળવવા છતાં એસએસએલસી પરીક્ષાની હોલ ટિકિટ મેળવી શકી નહીં, કેમકે તેણે પૂરી ફી ભરી ન હતી. તેના પિતાએ રૂ.35,000 ભર્યા હતા અને રાહત માગી ન હતી, પરંતુ બાકીના પૈસા ચૂકવવા માટે સમય માગ્યો હતો. જોકે, ત્યાં સુધી હોલ ટિકિટ બની ચૂકી હતી અને ગ્રીષ્માને પ્રવેશ મળ્યો નહીં. પછી ગ્રીષ્માએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી સુરેશ કુમારને પત્ર લખ્યો, જે શનિવારે તેને મળવા પહોંચ્યા અને સુનિશ્ચિત કર્યું કે, તેનું વર્ષ બરબાદ નહીં જાય. જોકે, 19 અને 22 જુલાઈના પેપર તે આપી શકશે નહીં પરંતુ તેમણે ઓગસ્ટમાં યોજાનારી પૂરક પરીક્ષામાં તક આપવાનું વચન આપ્યું. સાથે જ કોલેજમાં એડમિશન પાકું કરાવવાની પણ ખાતરી આપી.

આ એવું જ છે કે તમે કોઈ મહાન ગણિત શિક્ષકના પુત્ર છો અને બે ધનનો તમારો જવાબ 3 છે, તો તમે ખોટા છો. જોકે, તમે પરીક્ષા અને વિષય અંગે કશું જ જાણતા નથી, છતાં જવાબ ચાર લખો છો તો તમે સાચા છો. આવું જ પ્રાર્થના પર લાગુ થાય છે. આપણે માનીએ છીએ કે, ઈશ્વરનો આશીર્વાદ મેળવવા પ્રાર્થના કરવી જરૂરી છે. એટલે કે, જે લોકો ‘ઈશ્વર કોણ છે’ કે જે ઈશ્વરના અસ્તિત્વમાં પણ વિશ્વાસ ધરાવતા નથી, તેઓ પણ જો અસ્તિત્વની શિસ્ત અનુસાર જીવશે, તો તેમને ઈશ્વરની એટલી જ વધુ કૃપાનો અનુભવ થશે.

ફંડા એ છે કે, અસ્તિત્વની શિસ્ત પ્રત્યે ખુદને સમર્પિત કરી દેવાનો આધ્યાત્મિક પુરસ્કાર કૃપા છે. જેવી રીતે ઈશ્વર માત્ર આસ્થાનો વિષય નથી, પરંતુ તેના અનુસાર થવાનો પણ વિષય છે, એવી જ રીતે ભેટમાં આપવામાં આવનારી વસ્તુ પણ જરૂરિયાત ધરાવતી વ્યક્તિની જરૂરિયાત મુજબની હોવી જોઈએ, તો જ તેને આપવાનું સુખદ રહેશે. raghu@dbcorp.in

અન્ય સમાચારો પણ છે...