તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમેરિકામાં પરંપરા રહી છે કે પૂર્વ પ્રમુખને એટલી જ ગુપ્ત માહિતીઓ અપાય જેટલી વર્તમાન પ્રમુખને. પણ અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર કોઈ પૂર્વ પ્રમુખને ક્લાસિફાઈડ ઈન્ટેલિજન્સ બ્રીફિંગ પ્રાપ્ત કરવાનો અધિકાર નહીં હોય. એટલે કે ટ્રમ્પ એવા પહેલા પ્રમુખ હશે જેમને દેશ સંબંધિત કોઈ પણ પ્રકારની ગુપ્ત માહિતી નહીં અપાય. નવા પ્રમુખ જો બાઈડેને આ વાતની પુષ્ટી કરી દીધી છે.
બાઈડેને કહ્યું કે ટ્રમ્પનું વર્તન પરેશાન કરનારું છે. તે બેફામ બોલનારા છે. તેમના પર વિશ્વાસ ના કરી શકાય. બાઈડેને ટ્રમ્પ વિરુદ્ધ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે આ સત્ય છે કે આપણે ત્યાં પૂર્વ પ્રમુખને ઈન્ટેલિજન્સ બ્રીફિંગની પરંપરા રહી છે પણ આ વખતે તે પૂર્ણ નહીં કરાય. જો ટ્રમ્પ માગ પણ કરશે તો અમે તેમને આ માહિતીઓ નહીં આપીએ. મને નથી લાગતું કે હવે ટ્રમ્પે કોઈ ગુપ્ત માહિતી મેળવવાની જરૂર છે. તેનાથી શું ફાયદો થશે? તે શું કરી લેશે? તેમની જીભ લપસવાનો ખતરો તો હંમેશા રહે છે. જો તે કંઈ બોલી જશે તો?
જોકે પોલિટિકલ નિષ્ણાતો માને છે કે બાઇડેનનું આ નિવેદન ફક્ત ઔપચારિકતા છે. તેનું કારણ એ છે કે ટ્રમ્પે ખુદ અત્યાર સુધી કોઇ પણ પ્રકારનની ઈન્ટેલિજન્સ બ્રીફિંગ માટે રિક્વેસ્ટ કરી નથી. જ્યારે ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં હતા ત્યારે પણ રોજ ઈન્ટેલિજન્સ બ્રીફિંગ જોતા જ નહોતા. પરંપરા તરીકે તેમણે રોજ આવું કરવાનું હતું પણ તે અઠવાડિયામાં બે કે ત્રણ વખત આ રિપોર્ટને જોતા હતા.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.