તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલાં પાણીચું બાદમાં માફી:IBMએ નોકરીમાંથી કાઢી મુક્યાના 52 વર્ષ પછી કિન્નરની માફી માગી; અધિકારીઓએ કહ્યું કે, તેના કિન્નર હોવાને લીધે કાઢી મુક્યો હતો

વોશિંગ્ટન5 મહિનો પહેલાલેખક: મારિયા ક્રેમર
 • કૉપી લિંક

આઈટી કંપની આઈબીએમની કેલિફોર્નિયાના સનીવાલે ખાતેની ઓફિસમાં કામ કરતી મહિલા કમ્પ્યૂટર એન્જિનિયર લિન કોનવેને ઓગસ્ટ, 1968માં નોકરીમાંથી કાઢી મુકાઈ હતી. હકીકતમાં, તેના થોડા સમય પહેલા કોનવેએ પોતાના અધિકારીઓને કહ્યું હતું કે, તે પોતે કિન્નર છે. 52 વર્ષ પછી હવે કંપનીએ કોનવેની માફી માગી છે. આઈબીએમના અધિકારીએએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અફસોસ વ્યક્ત કર્યો છે. ગયા મહિને થયેલી આ વર્ચ્યુઅલ મુલાકાતને કંપનીના અન્ય કર્મચારીઓએ પણ જોઈ હતી.

આઈબીએમના એચઆર વાઈસ પ્રેસિડન્ટ ડાયના ગેરસને કોનવેને કહ્યું કે, તેમની સાથે દાયકા પહેલા જેવો વ્યવહાર થયો તેની ભરપાઈ થઈ શકે એમ નથી. કંપનીના એક પ્રવક્તાએ કહ્યું કે, 82 વર્ષની કોનવેને કમ્પ્યૂટરના ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ કામગીરી માટે લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અપાયો છે. કોનવેએ કહ્યું કે, કંપનીની આ વાત સાંભળીને તે સ્તબ્ધ થઈ ગઈ હતી અને તેની આંખમાં આંસુ આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ચાર મહિના પહેલા અમેરિકાની સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે, કોઈ વ્યક્તિને માત્ર સમલૈંગિક કે કિન્નર હોવાને કારણે નોકરીમાંથી કાઢી શકાય નહીં.

કોનવેએ કોલંબિયા યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કર્યા પછી 1964થી આઈબીએમમાં કામ શરૂ કર્યું હતું. તેણે 1968માં પોતાની શારીરિક સ્થિતિ અંગે બોસને જણાવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓ સુધી વાત પહોંચ્યા પછી કોનવેને નોકરીમાંથી હાંકી કઢાયાં હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો